ગુજરાત, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં હાલ કમૌસમી વરસાદની સાથે કરા પડી રહ્યા છે,જેના કારણે ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત છે. ઘણા રાજ્યોમાં કમૌસમી વરસાદથી તાપમાનમાં ઘટાડો આવ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી સોમવારે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, કમૌસમી વરસાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તાજેતરમાં પડેલા વરસાદ અને કરાથી ખેતરોમાં લણણી માટે તૈયાર પાકને નુકસાન થયુ છે, જો કે ક્યાં કેટલું નુકસાન થયું છે તેના વાસ્તવિક આંકડા ઉપલબ્ધ નથી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરે છેલ્લા કેટલાંક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં કમૌસમી વરસાદ અને કરા પડ્યા છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના ખેડૂતોને ઘઉં અને અન્ય રવી પાકોની લણણી હાલ અટકાવી દેવાની સલાહ આપી છે. લણણી માટે પરિપક્વ થયેલા પાકો અંગે હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે, કેટલાંક રાજ્યોમાં વહેલામાં વહેલા સરસવ અને ચણા જેવા પાકોની લણણી કરો અને સુરક્ષિત સ્થળે તેનો સંગ્રહ કરવો.
ખેડૂતોને ઉભા પાકને નીચે પડવાથી બચાવવા માટે ઘઉંના પાકને સિંચાઇ ન કરવા સૂચના આપી છે. ઘઉં મુખ્ય રવી (શિયાળુ) પાક છે અને દેશના કેટલાંક વિસ્તારોમાં તેની લણણી શરૂ થઇ ગઇ છે. સરકારે પાક વર્ષ 2022-23 (જુલાઇ-જૂન)માં ઘઉંનું 1122 લાખ ટન વિક્રમી ઉત્પાદન થવાની આગાહી કરી છે.
ખેડૂતોને કેટલું નુકસાન થયું?
કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ પીટીઆઇને જણાવ્યું કે, પ્રદેશ સરકારે રાજ્ય આપદા રાહત ફંડના નાણાંનો ઉપયોગ કરી રહી છે. તેમણે ઉમેર્યું કે, અમુક નુકસાન થયું છે. અમે રાજ્ય સરકારો પાસેથી નુકસાનના મૂલ્યાંકનનો રિપોર્ટ મળ્ય નથી. જો રાજ્ય સરકારો નુકસાનનો રિપોર્ટ જમા કરાવે છે તો કેન્દ્ર સરકાર નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી વળતર આપશે.
રાજસ્થાનમાં ગુરુવારે ફરી સક્રિય થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું કે, રાજસ્થાનમાં ગુરુવારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે , જેનાથી જોધપુર, બીકાનેર, જયપુર અને અજમેરમાં એકાદ બે દિવસ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે. સોમવારે સવાર સુદી કરૌલી જિલ્લાના મહાવીર જીમાં મહત્તમ સાત સેમી વરસાદ પડ્યો હતો. સોમવારે સવારે 8.30 વાગ્યા સુધીના છેલ્લા કલાકમાં સવાઇ માધોપુર, પરબતસર, પાલીમાં 4-4 સેમી જ્યારે ટોંકમાં 3 સેમી વરસાદ પડ્યો છે.