scorecardresearch

મમતા બેનરજીનું વિવાદિત નિવેદન, કહ્યું – BSFએ બંગાળના બોર્ડર વિસ્તારમાં આતંક ફેલાવી રાખ્યો છે

Mamata Banerjee Statement : મમતા બેનરજીએ વિધાનસભામાં કહ્યું કે બંગાળમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ શાનદાર છે

મમતા બેનરજીનું વિવાદિત નિવેદન, કહ્યું – BSFએ બંગાળના બોર્ડર વિસ્તારમાં આતંક ફેલાવી રાખ્યો છે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (ફાઇલ ફોટો)

Mamata Banerjee : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સોમવારે ભાજપને હરાવવાના પોતાના આહ્વાનને ફરી દોહરાવ્યું છે. તેમણે કહ્યું કે દેશના લોકોએ અરાજકતાને ખતમ કરવા માટે લોકોની સરકાર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. બંગાળમાં હિસા અને ભ્રષ્ટાચાર પર ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની હાલની ટિપ્પણી પર મમતા બેનરજીએ બંગાળ વિધાનસભામાં આ નિવેદન આપ્યું છે.

બંગાળમાં અન્ય રાજ્યોના મુકાબલે કાનૂન વ્યવસ્થા શાનદાર

મમતા બેનરજીએ વિધાનસભામાં કહ્યું કે બંગાળમાં દેશના અન્ય ભાગોની સરખામણીમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ શાનદાર છે. આ દરમિયાન તેમણે એ પણ દાવો કર્યો કે રાજ્યના સીમાવર્તી વિસ્તારોમાં બીએસએફે આતંક ફેલાવ્યો છે. મમતા બેનરજીએ કહ્યું કે સીમાવર્તી વિસ્તારમાં નિર્દોષ લોકોને મારવામાં આવી રહ્યા છે. કેન્દ્ર આ હત્યાઓની તપાસ માટે તપાસ કમિટી પણ મોકલતી નથી.

ગાય આપણે ટક્કરને મારે તો શું ભાજપ સહાયતા આપશે

મમતા બેનરજીએ વેલેન્ટાઇન ડે પર ગાયને ભેટવાની કેન્દ્રની અધિસૂચના (જેને પછી પાછી ખેચી લેવામાં આવી છે)પર કટાક્ષ કરતા કહ્યું કે જો ગાય કોઇ માણસને મારે તો શું થશે. તેમણે કહ્યું કે જો ગાય અમને ટક્કર મારે તો શું તે (ભાજપ સરકાર) સહાય આપશે. ભાજપા એટલી નીચે આવી ગઇ છે કે તેણે એક નોબેલ પુરસ્કાર વિજેતા (અમર્ત્ય સેન)નું અપમાન કર્યું.

આ પણ વાંચો – જીવિત છે LTTE નેતા વી પ્રભાકરણ, તમિલ નેતાનો દાવો- યોગ્ય સમય આવવા પર યોજનાઓની જાહેરાત કરશે

બંગાળ વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ શુભેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બિમાન બોસ દ્વારા પોતાનું ભાષણ પુરુ કર્યા પહેલા રોકતા ભારતીય જનતા પાર્ટીએ સોમવારે સદનથી વોકઆઉટ કર્યું હતું. સદનની કાર્યવાહી શરુ થવા પર અધિકારીએ રાજ્યપાલના અભિભાષણની ટિકા કરતા પોતાનું સંબોધન શરૂ કર્યું હતું.

જોકે અધ્યક્ષે તેમને સદનના પટલ પર આ પ્રકારના આરોપ ન લગાવવા માટે કહ્યું હતું. ભાજપના વિધાયક દળના નેતાએ તેના વિરોધમાં અધ્યક્ષ સામે સુત્રોચ્ચાર કર્યા હતા અને સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. સીએમ મમતા બેનરજીએ કહ્યું કે અધ્યક્ષ પર આરોપ લગાવવા માટે શુભેન્દુ અધિકારી સામે વિશેષાધિકાર પ્રસ્તાવ રજુ કરવાનો મારો અધિકાર સુરક્ષિત છે.

Web Title: West bengal chief minister mamata banerjee says bsf has unleashed terror

Best of Express