પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા અપડેટ : 12ના મોત, કઈ પાર્ટીના કેટલા કાર્યકર્તાની થઈ હત્યા? જાણો 10 મોટી વાતો

West Bengal Panchayat Polls Violence : પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં એન્ક જગ્યાએ હિંસા, તોડફોડ, મારામારીના ઘટનાઓ સામે આવી છે, જેને પગલે મતદાન પર અસર પડી છે. આ હિંસામાં ભાજપ (BJP), ટીએમસી (TMC), કોંગ્રેસ (Congress) સહિત અન્ય પાર્ટીના કાર્યકરોની પણ હત્યા થઈ છે.

Written by Kiran Mehta
Updated : July 09, 2023 02:24 IST
પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી હિંસા અપડેટ : 12ના મોત, કઈ પાર્ટીના કેટલા કાર્યકર્તાની થઈ હત્યા? જાણો 10 મોટી વાતો
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં હિંસા - 10ના મોત

West Bengal Panchayat Polls Violence : પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં આજે હિંસાને કારણે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. મતદાન દરમિયાન થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા છે. કૂચ બિહારમાં મતદાન કેન્દ્રોમાં તોડફોડ કરવામાં આવી હતી અને બેલેટ પેપરને આગ ચાંપી દેવામાં આવી હતી. પંચાયત ચૂંટણી દરમિયાન કૂચ બિહાર જિલ્લાના દિનહાટાના બરંચીનામાં એક મતદાન મથક પર મતદારોએ કથિત રીતે બોગસ મતદાન કરીને એક મતપેટીને સળગાવી દીધી હતી. તો, દિનહાટાની ઇન્દ્રેશ્વર પ્રાથમિક શાળામાં મતપેટીમાં પાણી નાખવામાં આવતાં મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું.

1 – પશ્ચિમ બંગાળમાં શનિવારે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે અને શુક્રવાર રાતથી રાજ્યમાં ચૂંટણી સંબંધિત હિંસામાં 10 લોકો માર્યા ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, માર્યા ગયેલા લોકોમાં ટીએમસીના પાંચ સભ્યો, ભાજપ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ અને કોંગ્રેસનો એક-એક કાર્યકર અને એક સ્વતંત્ર ઉમેદવારના સમર્થકનો સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, હિંસક અથડામણમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. વધુમાં, ઓછામાં ઓછા બે મતદાન મથકો પર મતપેટીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

2 – આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થતાંની સાથે જ નાદિયા, મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં તૃણમૂલ કોંગ્રેસના ત્રણ કાર્યકરોની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. કૂચ બિહારમાં ભાજપના પોલિંગ એજન્ટની હત્યા કરવામાં આવી હતી. પૂર્વ બર્દવાન જિલ્લામાં ગઈકાલે સાંજે ગંભીર રીતે ઘાયલ થયેલા સીપીઆઈ(એમ) કાર્યકરનું આજે સવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઉત્તર 24 પરગનાના કદમબાગાચીમાં અથડામણમાં અપક્ષ ઉમેદવારના સમર્થક ગંભીર રીતે ઘાયલ થયા છે.

3 – રાજ્યના ગ્રામીણ વિસ્તારોની 73,887 બેઠકો પર સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું અને 5.67 કરોડ મતદારો લગભગ 2.06 લાખ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સવારે 11 વાગ્યા સુધી રાજ્યમાં 22.6 ટકા મતદાન નોંધાયું હતું.

4 – ભારતીય જનતા પાર્ટીએ શનિવારે આરોપ લગાવ્યો કે, TMC સરકાર હેઠળનું પશ્ચિમ બંગાળ લોકશાહીમાં હિંસાનું દુઃખદ ઉદાહરણ બની ગયું છે. પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા પર ટીએમસી પર પ્રહાર કરતા ભાજપના પ્રવક્તા અને રાજ્યસભાના સભ્ય સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ કલા, સંસ્કૃતિ અને વિજ્ઞાનનું કેન્દ્ર હતું. હવે તે ગુનાઓ, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને તુષ્ટિકરણ માટે જાણીતુ બની ગયું છે.

5 – પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝે પરિસ્થિતિનો તાગ મેળવવા વિવિધ જિલ્લાઓમાં લોકોને મળ્યા હતા. હિંસક ઘટનાઓની નિંદા કરતા તેમણે કહ્યું કે, આનાથી આપણે બધાએ ચિંતા કરવી જોઈએ. લોકશાહી માટે આ સૌથી પવિત્ર દિવસ છે, ચૂંટણી બુલેટથી નહીં પરંતુ બેલેટથી થવી જોઈએ.

6 – તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી સંબંધિત હિંસામાં જાનહાનિની ​​નિંદા કરી છે. વિરોધ પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) એ આરોપ લગાવ્યો કે, રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ કલકત્તા હાઈકોર્ટના આદેશ મુજબ કેન્દ્રીય દળોને તૈનાત કર્યા નથી.

7 – પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી માટે રાજ્ય પોલીસના લગભગ 70,000 કર્મચારીઓ અને કેન્દ્રીય દળોની 600 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા કૌસ્તવ બાગચીએ કહ્યું કે, તેમણે કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રજૂઆત કરી છે, જેમાં હિંસા અને હત્યાની ઘટનાઓને કારણે પશ્ચિમ બંગાળમાં શનિવારની પંચાયતની ચૂંટણીઓને અમાન્ય કરવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીની વિનંતી કરવામાં આવી છે.

8 – સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ કેન્દ્રીય મંત્રી નિશીથ પ્રામાણિકને આજે દિનહાટામાં મતદાન મથકના ગેટ પર થોડા સમય માટે રોકવામાં આવ્યા હતા, જ્યારે તેઓ મતદાન કરવા જઈ રહ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઈએ તેમને ટાંકીને કહ્યું, “પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ? જો તેઓ કેન્દ્રીય મંત્રીને વોટ આપવાથી રોકી શકે છે, તો હું કલ્પના કરી શકતો નથી કે સામાન્ય લોકો શું અસર હશે. બંગાળમાં કાયદાના શાસનની સંપૂર્ણ નિષ્ફળતા રહી છે.”

9 – અધિકારીઓએ જણાવ્યું હતું કે, શનિવારે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક વિસ્ફોટમાં બે બાળકો ઘાયલ થયા હતા, જ્યારે તેઓએ બોલ સમજીને રસ્તાની બાજુએ રાખેલો બોમ્બ ઉપાડ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યમાં પંચાયત ચૂંટણીના મતદાનની વચ્ચે ભાંગોરમાં આ ઘટના બની હતી. એક અધિકારીએ જણાવ્યું કે, બે બાળકોએ સ્વદેી બોમ્બને બોલ સમજી લીધો અને તેમાંથી એકે તેને અડતા જ તે વિસ્ફોટ થયો. વધુ બોમ્બ છે કે કેમ, તે શોધવા માટે સુરક્ષા દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચોભારતની ‘પ્રથમ મહિલા સિરિયલ કિલર’ સાયનાઇડ મલ્લિકા કોણ છે? 10 વર્ષ પોલીસની આંખમાં ધૂળ નાખતી રહી

10 – મંત્રીએ કહ્યું કે, મમતા બેનરજીની સરકારમાં મતપેટીઓ લૂંટાય છે અને લોકશાહીને કચડી નાખવામાં આવી રહ્યું છે, મમતા બેનર્જી અને ટીએમસીના નેતાઓ ચૂંટણી જીતવા માટે કોઈપણ સ્તરે જવાનું કામ કરે છે, પરંતુ કોંગ્રેસ અને રાહુલ ગાંધી મૌન છે. કોંગ્રેસ મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા માંગે છે? રાહુલ ગાંધી કંઈ કહેશે? મમતા બેનર્જીની એવી શું મજબૂરી છે કે, દરેક ચૂંટણીમાં હિંસા, હત્યા અને ખૂન વહે છે?

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ