અયોધ્યા રેલી સ્થગિત, WFIના ચીફ બ્રિજ ભૂષણ સિંહ 11 જૂને ઉત્તર પ્રદેશમાં ભાજપની રેલીને સંબોધશે

Wrestlers Protest : 2024ની લોકસભા ચૂંટણી માટે ભાજપના 'મહા સંપર્ક અભિયાન'ના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે

Written by Ashish Goyal
June 04, 2023 17:19 IST
અયોધ્યા રેલી સ્થગિત, WFIના ચીફ બ્રિજ ભૂષણ સિંહ 11 જૂને ઉત્તર પ્રદેશમાં ભાજપની રેલીને સંબોધશે
ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ (Express file photo by Vishal Srivastav)

Brij Bhushan Sharan Singh : રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (WFI)ના વિદાય લઇ રહેલા પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના લોકસભાના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ 11 જૂને પાર્ટીની રેલીને સંબોધિત કરશે. આ રેલી ઉત્તર પ્રદેશના કૈસરગંજના કટરા વિસ્તારમાં યોજાશે. 2024ની ચૂંટણી માટે ભાજપના ‘મહા સંપર્ક અભિયાન’ના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ 5 જૂને અયોધ્યામાં જન ચેતના રેલી કરવાના હતા પરંતુ તેમણે તે રેલી રદ કરી દીધી. બ્રિજ ભૂષણે રેલી રદ કરવા પાછળનું કારણ મહિલા રેસલર્સે કરેલા ઉત્પીડનના આરોપોની પોલીસ તપાસને ટાંકી હતી. ભાજપના સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે પોલીસ તપાસને કારણે આ રેલીને હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી રહી છે. બ્રિજ ભૂષણ શરણ સિંહે જાહેરાત કરી હતી કે 5 જૂનના રોજ યોજાનારી ‘જન ચેતના મહારેલી, અયોધ્યા ચલો’ થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પોલીસ તપાસ ચાલી રહી છે અને સુપ્રીમ કોર્ટની ગંભીર નિર્દેશોનું સન્માન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રિજ ભૂષણ અયોધ્યામાં 5 જૂનની રેલીમાં શક્તિ બતાવવા માંગતા હતા

બ્રિજ ભૂષણ શરણસિંહે 5 જૂને અયોધ્યામાં ‘જન ચેતના મહારેલી’માં સાધુ અને સંતોને પણ સામેલ થવાની અપીલ કરી હતી. રેસલર્સ દ્વારા લગાવવામાં આવેલા ગંભીર આરોપો વચ્ચે બ્રિજ ભૂષણ શરણસિંહે અયોધ્યાથી પોતાની શક્તિ બતાવવાની યોજના બનાવી હતી. જોકે અયોધ્યા જિલ્લા વહીવટીતંત્રે ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહને 5 જૂને રેલી યોજવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. એક અધિકારીએ શુક્રવારે કહ્યું હતું કે ભાજપના સાંસદને અયોધ્યામાં રેલી કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

આ પણ વાંચો – બ્રિજભૂષણ સિંહે કહ્યું – જો મારી સામે એક પણ આરોપ સાબિત થશે તો હું પોતે ફાંસી પર લટકી જઇશ

9 જૂન સુધીમાં બ્રિજ ભૂષણની ધરપકડ કરો: રાકેશ ટિકૈત

ખેડૂત નેતાઓએ રેસલર્સના સમર્થનમાં ખાપ પંચાયતનું આયોજન કર્યું હતું અને કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે 9 જૂન સુધીમાં બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે અથવા દિલ્હીમાં તીવ્ર વિરોધનો સામનો કરવા તૈયાર રહે. ખાપ પંચાયતમાં કહ્યું હતું કે 9 જૂન પછી જંતર-મંતર ખાતે ધરણા કરવામાં આવશે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે સરકારે કુસ્તીબાજોની ફરિયાદોનું સમાધાન કરવું જોઈએ અને બ્રિજ ભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. નહીંતર અમે કુસ્તીબાજો સાથે 9 જૂને દિલ્હીના જંતર-મંતર જઈશું અને દેશભરમાં પંચાયતો યોજીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ