દિવાળીનો તહેવાર આવી ગયો છે અને ફરી ફટાકડા તેમજ તેનાથી ફેલાતા હવા પ્રદૂષણની ચર્ચા છેડાઇ છે. કેમિકલ વાળા ફટાકડાના બદલે હાલ ગ્રીન ક્રેકર્સ એટલે કે ગ્રીન ફટાકડા ફોડાવાનું ચલણ વધી રહ્યુ છે. હાલ મોટાભાગના લોકોમાં ગ્રીન ફટાકડા એટલે કેવા ફટાકડા અને તેને કેવી રીતે ઓળખવા તે અંગેની જાણકારીનો અભાવ છે. તો ચાલો જાણીયે ફટાકડા વિશે…
પીજીઆઈના ડૉ રવિન્દ્ર ખાઈવાલ, પર્યાવરણ, આરોગ્ય, સામુદાયિક દવા વિભાગ અને જાહેર આરોગ્ય વિભાગના એડિશનલ પ્રોફેસરની સાથે સાથે ભારતના અગ્રણી પર્યાવરણ વૈજ્ઞાનિકો પૈકીના એક છે. તો ડૉ સુમન મોર – પંજાબ યુનિવર્સિટીના એન્વાયર્મેન્ટ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ અને હિના રોહતકી એ જણાવ્યુ કે, ગ્રીન ક્રેકર્સને અને માંથી નીકળતી હાનિકારક ઝેરી હવાને કેવી રીતે ઓળખવી જોઈએ .
ગ્રીન ક્રેકર્સ અને પરંપરાગત ફટાકડા વચ્ચે શું તફાવત છે?
ડૉ. ખાઇવાલ અને પ્રોફેસર સુમન મોરના જણાવ્યા અનુસાર, ગ્રીન ફટાકડા અને પરંપરાગત ફટાકડા બંને પ્રદૂષણ ફેલાવે છે અને લોકોએ બંનેમાંથી એક પણ પ્રકારના ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ. જો કે, ફરક એટલો જ છે કે ગ્રીન ક્રેકર્સ પરંપરાગત ફટાકડાની સરખામણીમાં 30 ટકા ઓછું હવા પ્રદૂષણ ફેલાવે છે. “ગ્રીન ક્રેકર્સ પ્રદૂષણનું ઉત્સર્જન નોંધપાત્ર રીતે ઘટાડે છે અને ધૂળને શોષી લે છે અને તેમાં બેરિયમ નાઈટ્રેટ જેવા જોખમી તત્વો હોતા નથી. પરંપરાગત ફટાકડામાં ઓછા જોખમી સંયોજનોના સ્થાને ઝેરી ધાતુઓ-કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે.
ડો. ખાઈવાલે જણાવ્યું કે, ‘‘નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના મતાનુસાર, માત્ર એવા જ શહેરો અને નગરોમાં ગ્રીન ક્રેકર્સ ફોડવાની મંજૂરી આપવામાં આવે છે જ્યાં હવા મધ્યમ અથવા નબળી ગુણવત્તાવાળી છે,” તો ડૉ સુમન મોરે ઉમેર્યું કે, ગ્રીન ફટાકડા ફોડવાથી અવાજ પ્રદૂષણ ઘટે છે. એનજીટી દ્વારા માત્ર ગ્રીન ક્રેકર્સ જ ફોડવાની મંજૂરી આપવામાં આવે છે.
ગ્રીન ફટાકડાને કેવી રીતે ઓળખી શકાય અને તે કેવી રીતે અલગ પાડે છે?
ઉપરોક્ત નિષ્ણાંતોએ જણાવ્યું કે, માત્ર કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) દ્વારા વિકસિત આ ત્રણ કેટેગરી- SWAS, SAFAL અને STAR વાળા જ ગ્રીન ફટાકડા શોધવા જોઇએ. પ્રોફેસર મોરે કહ્યું કે, “SWAS – એટલે “સેફ વોટર રીલીઝર” માં એક નાનું વોટર પોકેટ/ટીપું હોવું જોઈએ જે ફાટવા ત્યારે વરાળ બનીને ઉડી જાય છે.
“SWAS એ સેફ વોટર રિલિઝ છે, જે હવામાં પાણીની વરાળને મુક્ત કરીને ધૂળને દબાવી દે છે. તેમાં પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો સમાવેશ થતો નથી અને ઉડતી ધૂળની રજકણ લગભગ 30 ટકા ઘટી જશે.
આવી જ રીતે, ‘STAR – એટલ ‘સેફ થર્માઈટ ક્રેકર’, જેમાં પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફરનો સમાવેશ થતો નથી, તે ઉડેલી રજકણોને ડામવા અને અવાજની તીવ્રતામાં ઘટાડો કરે છે. SAFAL એટલે ‘સેફ મિનિમલ એલ્યુમિનિયમ ’ – જેમાં એલ્યુમિનિયમનો ન્યૂનતમ ઉપયોગ થાય છે અને તેના બદલે મેગ્નેશિયમ વપરાય છે. તે પરંપરાગત ફટાકડાની તુલનામાં અવાજમાં ઘટાડાની ખાતરી કરે છે,” એવું પ્રોફેસર સુમન મોરે જણાવ્યું હતું.
તેમણે લોકોને માત્ર લાઇસન્સ ધરાવતા વિક્રેતાઓ પાસેથી જ ગ્રીન ક્રેકર્સ ખરીદવાની સલાહ આપી છે.
ડૉ ખાઈવાલે ઉમેર્યું હતુ કે, “હું એવું પણ સૂચન કરીશ કે જો કેમિકલને ઓળખી ન કરી શકાય તો CSIR NEERI લોગો પરથી ગ્રીન ફટાકડાને ઓળખી શકાય છે. Google Playstore પરથી CSIR NEERI ગ્રીન QR કોડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને સ્કેનર ડાઉનલોડ કરી શકાય છે,”
પરંપરાગત ફટાકડામાં કેવા પ્રકારના ઝેરી કેમિકલ હોય છે?
ફટાકડામાંથી અનેક પ્રકારના ઝેરી કેમિકલો નીકળે છે જે હવા-પાણી- જમીન પ્રદૂષણ ફેલાવવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે. ફટાકડામાંથી નીકળતો સફેદ કલર એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમ હોય છે, જ્યારે ઓરેન્જ કલર કાર્બન અથવા આયર્ન હોય છે. એવી જ રીતે પીળા કલર સોડિયમનું સંયોજન છે જ્યારે વાદળી અને લાલ કલર એ કોપર અને સ્ટ્રોન્ટિયમ કાર્બોનેટ હોય છે. લીલો કલર એ બેરિયમ મોનો ક્લોરાઇડ સોલ્ટ અથવા બેરિયમ નાઈટ્રેટ અથવા બેરિયમ ક્લોરેટ હોય છે.
તેના સંપર્કમાં આવતા વ્યક્તિને શું નુકસાન થઇ શકે છે? તેનાથી કોને જોખમ હોઇ શકે?
ડૉ. ખાઈવાલના જણાવ્યા મુજબ, ફટાકડામાં રહેલ સીસું નર્વસ સિસ્ટ એટલે કે ચેતાતંત્ર પર અસર કરે છે જ્યારે તાંબુ શ્વસન માર્ગમાં બળતરા પેદા કરે છે, સોડિયમ ચામડીની સમસ્યાઓનું કારણ બને છે અને મેગ્નેશિયમ માનસિક તાવ તરફ દોરી જાય છે.
કેડમિયમ એનિમિયાની બીમારીનું કારણ બનવાની સાથે સાથે કિડનીને પણ નુકસાન પહોંચાડે છે જ્યારે નાઈટ્રેટ સૌથી વધુ હાનિકારક છે જેનાથી મગજને નુકસાન થઇ શકે છે. નાઈટ્રાઈટની હાજરીથી મ્યુકોસ મેમ્બ્રેન, આંખો અને ચામડીમાં બળતરા થાય છે.
તેમણે ઉમેર્યું કે, ફટાકડાની સૌથી વધારે પ્રતિકુળ અસર નાના શિશુઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને થાય છે.
ગ્રીન ક્રેકર્સ ફોડતી વખતે લોકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?
અમે લોકોને ભારપૂર્વક જણાવીયે છીએ કે, તેમણે લારીમાં વેચાતા ફટાકડાના બદલે માત્ર લાઇસન્સવાળી દુકાનમાંથી જ ગ્રીન ફટાકડા ખરીદવા જોઇએ. લોકોએ આ ફટાકડાને સળગાવવા માટે લાંબી મીણબત્તી અથવા તારામંડળનો ઉપયોગ કરવો જોઈએ તેમજ શરીર અને ફટાકડા વચ્ચેનું અંતર વધારવા માટે કોણીથી હાથને સીધો રાખીને જ ફટાકડા ફોડવા જોઈએ. “હું ફટાકડા ફોડતી વખતે પગમાં બૂટ પહેરવાની અને રમતના મેદાન જેવી ખુલ્લી જગ્યાઓ પર ફોડવાની સલાહ આપીશ. ગ્રીન ક્રેકર્સ પણ ફોડતી વખતે પાણીની બે ડોલ પાસે રાખવી જોઇએ.” પ્રોફેસર મોરે ઉમેર્યું હતું કે ગ્રીન ફટાકડા ભીડભાડવાળા વિસ્તારોમાં ફોડવા જોઈએ નહીં અને ફોડતી વખતે લાંબા ઢીલા સિન્થેટિક કપડા પહેરવા જોઈએ નહીં.
પરંપરાગત ફટાકડાના બદલે ગ્રીન ક્રેકર્સ શા માટે પસંદ કરવામાં આવે છે?
ડૉ. ખાઈવાલે જણાવ્યું હતું કે, “ખોખાનું કદ ઘટાડવા, રાખના ઉપયોગને નાબૂદ કરવા, કાચા માલનો ઓછો વપરાશ, એકસમાન સ્વીકાર્ય ગુણવત્તા વગેરે સાથે બનેલા ફટાકડા ધૂળ અને હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડે છે તેથી જ ગ્રીન ક્રેકર્સને પસંદ કરવામાં આવી રહ્યા છે”.