કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લદ્દાખ પ્રવાસ પર છે. તેઓ શનિવારે પેંગોંગ ઝીલ ગયા હતા જ્યાં તેમણે બાઇક ચલાવી હતી. સોશિયલ મીડિયા ઉપર તેમની તસવીરો વાયરલ થઈ હતી. આ તસવીરોમાં રાહુલ ગાંધી બાઇક ચલાવતા દેખાઈ રહ્યા છે. તેમણે સ્પોર્ટ્સ વિયર પણ પહેરેલું છે. આ તસવીરો પર રાહુલ ગાંધીએ પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને યાદ કર્યા છે.
રાહુલ ગાંધીનો અલગ અંદાજ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે પેંગોંગ લેક જઈ રહ્યો છું. મારા પિતા કહેતા હતા કે દુનિયાની સૌથી ખૂબસૂરત જગ્યા પૈકી એક છે. જોકે,આવું પહેલીવાર નથી કે જ્યારે રાહુલ ગાંધીનો આવો અંદાજ જોવા મળ્યો હોય. તેમણે બાઇક ચલાવી છે. ક્યારેક ટ્રક ચલાવ્યો છે. તો ક્યારેક ખેતરમાં હળ ચલાવવાનું કામ પણ કર્યું છે. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
લદ્દાખમાં કેમ રાહુલ ગાંધી?
જાણકારી માટે જણાવી દઈએ કે લદ્દાખ પ્રવાસ દરમિયાન પૂર્વ કોંગરેસ અધ્યક્ષ કારગિલ સ્મારક પણ જશે. તેઓ 20 ઓગસ્ટે પોતાના પિતા અને પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના જન્મદિવસ લદ્દાખની પેંગોંગ ઝીલ પર ઉજવશે. 25 ઓગસ્ટે 30 સદસ્યીય લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ કારગિલ ચૂંટણીની બેઠકમાં સામેલ થશે. આ બેઠક 10 સપ્ટેમ્બરે થનારી છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે કારગિલ પરિષદ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પહેલા ગઠબંધન બનાવ્યું છે.
એક સમય સુધી લદ્દાખ કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી બીજેપી મજબૂત થઈ છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી ફરીથી લદ્દાખમાં પોતાને સક્રિય કરીને જનતાનું દિલ જીતવા માંગે છે.