મનિષ સાહૂ : ઉત્તર પ્રદેશના ભદોહી પોલીસે રવિવારે એક 35 વર્ષીય વેપારીને તેના વોટ્સએપ ગ્રૂપના એડમિન હોવાના આરોપમાં ધરપકડ કરી હતી. જેમાં મુખ્યમંત્રી યોગી આદિ્યનાથ વિરુદ્ધ કથિત રીતે અપમાનજક ટિપ્પણી પોસ્ટ કરી હતી. પોલીસે કહ્યું કે તેની એટલા માટે ધરપકડ કરવામાં આવી છે કારણ કે એડમિનના રૂપમાં તેણે અપમાનજક પોસ્ટ કરનાર મેમ્બર વિરુદ્ધ કોઇ પગલાં લીધા નહીં.
કોતવાલી પોલીસ સ્ટેશનના એસએચઓ અજય કુમાર સેઠે આપી જાણકારી
કોતવાલી પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસર અજય કુમાર સેઠે કહ્યું કે વોટ્સએપ ગ્રૂપ એડમિનની ઓળખ સહાબુદ્દીન અંસારીના રૂપમાં કરવામાં આવી છે. તેઓ ભદોહીમાં દારાનો વેપાર કરે છે. સેઠે કહ્યું કે તેઓ ગ્રૂપ એડમિન હોવા છતાં અપમાન જનક પોસ્ટ કરનાર સભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે ચુપ રહ્યા હતા. જોકે, સમૂહના અનેક સભ્યોએ સીએમ યોગી વિરુદ્ધ અપમાનજતક પોસ્ટ પર આપત્તિ વ્યક્ત કરી હતી.
નેપાળમાં રહે છે પોસ્ટ કરનાર મુસ્લિમ અંસારી, ત્રણ મહિનાથી ઘરે પરત ફર્યો નથી
ભદોહી પોલીસ હવે પોસ્ટ કરનાર મુસ્લિમ અંસારીને શોધી રહ્યો છે. ભદોહીમાં રહેનાર મુસ્લિમ અંસારી નેપાળમાં વેપાર કરે છે. સેઠના જણાવ્યા પ્રમાણે અમે ભદોહીમાં મુસ્લિમ અંસારીના ઘરે છાપો માર્યો હતો. તેની પત્ની અને ના બાળકો સહિત પરિવારના સભ્યોએ કહ્યું કે તે નેપાળમાં છે અને છેલ્લા ત્રણ મહિનાથી ઘરે પાછો આવ્યો નથી. તેમની ધરપકડ કરવાના પ્રયત્નો ચાલું છે.
સહાબુદ્દીન અંસારી અને મુસ્લિમ અંસારી વિરુદ્ધ આઇપીસીની અનેક કલમો લગાવાઈ
પોલીસે ગુરુવારે વોટ્સએપ ગ્રુપ એડમીન સહાબુદ્દીન અંસારી અને ત્યાં પોસ્ટ કરનાર મેમ્બર મુસ્લિમ અંસારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલ 500 (માનહાનિ), 504 (શાંતિ ભંગ કરવાના ઇરાદે જાણીજોઇને અમાન) 505 (2) (શત્રુતા, નફરતને વધારો આપતા નિવેદન) અને 506 (અપરાધિક ધમકી) અંતર્ગત એફઆઇઆર નોંધાવી છે. આ ઉપરાંત પોલીસે આ મામલે અપરાધિક કાનૂન અધિનિયમ અને સૂચના પ્રૌદ્યોગિકી અધિનિયમ લાગુ કર્યો છે.
નગર પાલિકા પરિષદ ભદોહી નામના વોટ્સ ગ્રૂપમાં હતા 418 સભ્યો
પોલીસ પ્રમાણે જે વોટ્સએપ ગ્રૂપમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપર અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી છે તેનું નામ નગર પાલિકા પરિષદ ભદોહી છે. તેનો ઉપયોગ લોકો પોતાના ક્ષેત્રોની સમસ્યાઓને રજૂ કરવા માટે કરે છે. જેમાં નગરપાલિકા કર્મચારીઓ અને સ્થાનિક નિવાસીઓ સહિત 418 સભ્ય છે. એક સભ્યએ 4 ઓગસ્ટે પોસ્ટ થકી વોટ્સએપ ગ્રૂપમાં કથિત અપમાનજક ટિપ્પણીના સ્ક્રીનશોટ પોસ્ટ કરી ફરિયાદ કરી હતી.
ભદોહી પોલીસ સાઈબર સેલની તપાસમાં ફરિયાદ યોગ્ય જણાતા કાર્યવાહી
ભદોહી પોલીસે આ મામલાને ધ્યાનમાં લઇને સાઇબર સેલની મદદથી તપાસ શરુ કરી હતી. જેમાં ફરિયાદ સાચી જણાઈ હતી. પોલીસે કહ્યું કે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આ ટિપ્પણી અન્ય વોટ્સએપ ગ્રૂપોમાં પણ શેર કરવામાં આવી હતી.પોલીસે એ વોટ્સએપ ગ્રૂપ અંગે પણ તપાસ કરી રહી છે. પુરાવા સામે આવ્યા બાદ એ ગ્રૂપ એડમિન અને મેમ્બર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.





