કેન્દ્ર સરકારે મેસેજિંગ એપ્લિકે્શન વોટ્સઅપ (WhatsApp)એ ભારતનો ખોટો નકશો દર્શાવવાના મામલે ચેતવણી આપી છે. કેન્દ્રીય આઇટી મંત્રી રાજીવ ચંદ્રશેખર (Union IT Minister Rajeev Chandrasekhar) એ 31 ડિસેમ્બર, શનિવારના રોજ કંપનીને એક ચેતવણી આપીને આ ભૂલને તાત્કાલિક સુધારવા માટે આદેશ કર્યો હતો.
વોટ્સએપ દ્વારા જે ગ્રાફિટ ટ્વિટ કરવામાં આવ્યો હતો તેમાં વિશ્વમાં ભારતને દર્શાવતા સમયે સેટેલાઇટ ઇમેજમાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર અને ચીન દ્વારા દાવા કરાયેલા કેટલાંક ભારતીય વિસ્તારને કાપી નાંખવામાં આવ્યો હતો. વોટ્સઅપના આ ગ્રાફિક્સ અંગે પ્રતિક્રિયા આપતા ભારતના કેન્દ્રીય આઇટી મંત્રી ચંદ્રશેખરે એક ટ્વીટમાં કહ્યું કે જે પણ ઓનલાઇન પ્લેટફોર્મ ભારતમાં તેમનો બિઝનેસ ચલાવવા માંગે છે અથવા તેમનો બિઝનેસ વધુ આગળ ચલાવવા ઇચ્છે છે, જો તેમણે આવી ભૂલો કરવાથી બચવું જોઇએ અને હંમેશા ભારતના સાચા નકશાનો ઉપયોગ કરો.
ચંદ્રશેખરે ટ્વીટમાં ‘મેટા’ને પણ ટેગ કર્યું છે. વોટ્સએપની મૂળ કંપની મેટા ઇન્ક એટલે ફેસબુક છે. વોટ્સએપે નવા વર્ષની પૂર્વસંધ્યાએ તેના મલ્ટી-લોકેશન લાઇવસ્ટ્રીમનો પ્રચાર કરતી ટ્વિટ મોકલ્યાના કલાકોમાં, કેન્દ્રીય મંત્રીએ ભૂલ પકડી લીધી અને તેને મેટાનું ધ્યાન દોર્યુ હતુ.