scorecardresearch

કોણ છે IPS જ્યોતિ યાદવ? પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સ સાથે ટૂંક સમયમાં કરશે લગ્ન

Who is IPS Jyoti Yadav : હરજોત બેન્સ (Harjot Bains) ની દુલ્હન બનવા જઈ રહેલી ડૉ. જ્યોતિ યાદવ (IPS Jyoti Yadav) ભારતીય પોલીસ સેવાની 2019 બેચના આઈપીએસ અધિકારી છે. ટ્વિટર પર તેના 10,000 થી વધુ ફોલોઅર્સ પણ છે.

કોણ છે IPS જ્યોતિ યાદવ? પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સ સાથે ટૂંક સમયમાં કરશે લગ્ન
આઈપીએસ જ્યોતિ યાદવના લગ્ન પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સ સાથે થશે (ફોટો – @DrJY_IPS)

પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સની સગાઈ થઈ ગઈ છે. તેની સગાઈ આઈપીએસ અધિકારી ડૉ. જ્યોતિ યાદવ સાથે થઈ છે. જ્યોતિ યાદવને પંજાબના ખૂબ જ તેજ આઈપીએસ ઓફિસર માનવામાં આવે છે અને તે ફેમસ પણ છે. હવે તે તેની સગાઈને લઈને ચર્ચામાં છે. જ્યોતિ યાદવના લગ્ન પણ માર્ચ મહિનામાં જ થવાના છે.

તમને જણાવી દઈએ કે, હરજોત બેન્સની દુલ્હન બનવા જઈ રહેલી ડૉ. જ્યોતિ યાદવ ભારતીય પોલીસ સેવાની 2019 બેચના આઈપીએસ અધિકારી છે. જ્યોતિનો આખો પરિવાર ગુરુગ્રામમાં રહે છે. હાલમાં જ્યોતિ યાદવ માનસામાં એસપી હેડક્વાર્ટર તરીકે તૈનાત છે. આ પહેલા જ્યોતિ યાદવ લુધિયાણામાં ADCPનું પદ સંભાળી ચુક્યા છે.

જ્યોતિ યાદવ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 70,000 થી વધુ ફોલોઅર્સ છે. તો, ટ્વિટર પર તેના 10,000 થી વધુ ફોલોઅર્સ પણ છે. જ્યોતિ યાદવ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે અને તેના પર અનેક લાઈક્સ આવે છે. આમ આદમી પાર્ટીના લુધિયાણા દક્ષિણના ધારાસભ્ય રાજીન્દર પાલ કૌરની સામે ઉભા હતા અને તેના કારણે તે પણ ચર્ચામાં આવ્યા હતા.

જ્યોતિ યાદવના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તે સોશિયલ મીડિયા પર પોલીસ યુનિફોર્મ સિવાયના કપડાંમાં ફોટા પોસ્ટ કરતી રહે છે. જ્યોતિ યાદવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીંટી પહેરેલો તેનો ફોટો પણ શેર કર્યો છે.

આ હાઈપ્રોફાઈલ લગ્નમાં ઘણી મોટી હસ્તીઓ આવવાની આશા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ તેમના પરિવાર સાથે લગ્ન સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ સિવાય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, રાઘવ ચઢ્ઢા, સંજય સિંહ અને AAPના ઘણા ધારાસભ્યો, સાંસદો અને પદાધિકારીઓ લગ્ન સમારોહમાં ભાગ લઈ શકે છે.

આ પણ વાંચો20 લાખ મોકલો, યુપીના IPSનો લાંચ માંગતો વીડિયો વાયરલ, DGPએ આપ્યો તપાસનો આદેશ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના પણ ગયા વર્ષે જુલાઈ મહિનામાં લગ્ન થયા હતા. તેમના લગ્ન પણ લાઈમલાઈટમાં હતા. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પહોંચ્યા હતા. આ પછી છેલ્લા એક વર્ષમાં આમ આદમી પાર્ટીના ઘણા ધારાસભ્યોએ પણ લગ્ન કર્યા છે.

Web Title: Who is ips jyoti yadav will get married soon to punjab education minister harjot bains

Best of Express