શિંદે સરકારમાં નાણામંત્રી બનતા જ અજિત પવારે અચાનક એનસીપી પ્રમુખ શરદ પવારની મુલાકાત કરી હતી. શરદ પવારના ઘરે જ તેમણે મુલાકાત કરી હતી. મહારાષ્ટ્રની રાજકીય મેદાનમાં જે પ્રકારનો ખેલ થયો છે. ત્યારબાદ આ મુલાકાતે ચર્ચાની બજારને ગરમ કરી દીધી છે. જોકે, આ મીટિંગનું સાચું કારણ સામે આવ્યું નથી.
શરદ પવારને મળવા કેમ ગયા અજિત પવાર?
અસલમાં શરદ પવારની પત્ની પ્રતિભા પવારન શુક્રવારે બ્રીચ કેંડી હોસ્પિટલમાં હાથનું ઓપરેશન કર્યું હતું. આ ઓપરેશન બાદ તેમને ડિસ્ચાર્જ કરી દીધા છે. માનવામાં આવી રહ્યું છે કે કાકીના હાલચાલ પૂછવા માટે અજીત પવાર તેમના ઘરે ઘયા હતા. જ્યાં તેમની શરદ પવારની વાતચીત થયાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ મુલાકાતને રાજકીય ચસમાથી જોવાઈ રહી છે. પરંતુ અજિત જૂથ આ મુલાકાતને માત્ર શિષ્ટાચાર મુલાકાત તરીકે સરખાવે છે.
અજિત પવાર નાણામંત્રી બનતા જ શિંદે જૂથ પરેશાન
મળતી માહિતી પ્રમાણે શુક્રવારે શિંદે સરકારમં અજિત પવારને નામામંત્રી સોંપવામાં આવ્યું છે. જે મંત્રાલય છે જેના ઉપર શિંદે જૂથના ધારાસભ્યોની નજર હતી. માનવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવથી શિવસૈનિકોનો સંબંધ પણ આ કારણે ટૂટ્યો હતો. કારણે મહા વિકાસ અઘાડી સરકારમાં અજિતે નાણામંત્રી રહેતા યોગ્ય પ્રકારના ફંડ મળતા ન્હોતા. અનેક વિકાસ કાર્યો રોકાયેલા હતા. આ તર્કોના કારણે શિંદે સરકારમાં નાણામંત્રાલય ન આપવાની માંગ ઉઠી હતી. પરંતુ હવે આને રાજકીય પ્રેશર કહેવામાં આવે કે બીજું કંઈ.. શિંદે જૂથના ધારાસભ્યોની માંગને માનવામાં ન આવી.
બીજેપી કેવી રીતે કરશે બેલેન્સ
સંદીપન ભૂમરેનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ એકનાથ શિંદે ક્યારે ન્હોતા. જે અજિત પવારનો વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે અજિત પવારનો વિરોદ કરે છે. તેમનું કહેવું છે અજિત પવાર જે પ્રકારે ધારાસભ્યોને ફંડ આપી રહ્યા છે તેનાથી શિવસેના નબળી પડી જશે. તેઓ એમવીએની બહાર આવ્યા હતા તો માત્ર એનસીપીના કારણે.