Supreme Court 2023 Big Verdict : વર્ષ 2023 ઘણા કેસમાં યાદગાર સાબિત થયું છે. સુપ્રીમ કોર્ટે પણ ઘણા એવા ઐતિહાસિક નિર્ણયો આપ્યા જેના કારણે આખી દુનિયાની નજર ભારત પર જ ટકેલી રહી હતી. કલમ 370થી લઈને સમલૈંગિક લગ્ન સુધી કોર્ટ દ્વારા જે મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરવામાં આવી, જે રીતે ઘણા વિચારમંથન બાદ નિર્ણયો સંભળાવ્યા, તેનાથી દેશના રાજકારણને લઇને અને એક સામાન્ય નાગરિકના જીવન પર પણ અસર કરવાનું કામ કર્યું છે.
આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે આ વર્ષે જમ્મુ-કાશ્મીરની કલમ 370ને લઈને મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે કેન્દ્ર સરકારના 2019ના નિર્ણયને સંપૂર્ણ રીતે માન્ય રાખ્યો હતો. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડાયા પછી આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. કોર્ટે કેન્દ્રની એ દલીલને પણ સ્વીકારી હતી જ્યાં એવું કહેવામાં આવ્યું હતું કે 370 ખરેખર એક અસ્થાયી જોગવાઈ છે અને તેને દૂર કરવી જરૂરી છે.
સમાન જાતિના લગ્ન માન્ય નથી
આ વર્ષે 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્ન પર એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો. એ ચુકાદામાં કોર્ટે એ અરજીને ફગાવી દીધી હતી જેમાં સમલૈંગિક લગ્નની કાનૂની માન્યતા માગવામાં આવી હતી. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે 3-2 બહુમતથી પોતાનો ફેસલો સંભળાવ્યો હતો. સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે આવી મંજૂરી ફક્ત કાયદા દ્વારા જ મેળવી શકાય છે અને કોર્ટને કાયદા બનાવવાનો અધિકાર નથી.
દિલ્હીમાં અધિકારોની લડાઈ પર ચુકાદો
દિલ્હીમાં હકની લડાઈનો મામલો હજુ સુધી ઉકેલાયો નથી. પરંતુ આ વર્ષે 11 મેના રોજ કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટમાંથી મોટી જીત મળી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો અધિકાર એલજી નહીં પરંતુ લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર પાસે રહેશે. ચુકાદો સંભળાવતી વખતે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો કોઈ રાજ્યમાં એક્ઝિક્યુટિવ પાવર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહેંચાઈ ગઈ હોય તો, તેવા કિસ્સામાં ધ્યાન રાખવામાં આવે કે કેન્દ્ર રાજ્ય સરકારની કામગીરી પર હાવી ન થઇ જાય. તેને લોકશાહી મૂલ્યોની વિરુદ્ધ હોવાનું કહેવાયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકાર અધ્યાદેશ લાવી હતી અને અધિકારીઓની પોસ્ટિંગમાં એલજીની ભૂમિકા ફરી નક્કી થઈ ગઇ હતી તે અલગ બાબત છે.
આ પણ વાંચો – અસામની ઉલ્ફા સમજુતી શું છે? મોદી સરકારની શાંતિ સમજુતી પછી કેવી રીતે આવશે ઉગ્રવાદનો અંત
ચૂંટણી કમિશનરોની નિમણૂંક અંગે મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે આ વર્ષે માર્ચમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો કે દેશમાં ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરશે. ત્રણ સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી, જેમાં પીએમ, વિપક્ષના નેતા અને સીજેઆઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ તે આદેશ બાદ 10 ઓગસ્ટના રોજ કેન્દ્ર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા બિલમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે પણ ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી પરંતુ કેન્દ્ર સરકાર બિલ લાવી હતી. તે બિલમાં ત્રણ સભ્યોની કમિટી બનાવવાની વાત કરવામાં આવી હતી. જેમાં પીએમ અને વિપક્ષના નેતાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ આમાં સીજેઆઈને બાકાત રાખવામાં આવ્યા હતા, જેના કારણે મોટો વિવાદ શરૂ થયો હતો.
તમિલનાડુના જલ્લીકટ્ટુને કાયદેસર
સુપ્રીમ કોર્ટે તમિલનાડુની રમત જલ્લીકટ્ટુ પર મહત્વનો નિર્ણય આપ્યો હતો. કોર્ટે એક ચુકાદામાં તેને કાયદાકીય રીતે માન્ય માન્ય ગણી હતી અને આ રમતને લઇને રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલા કાયદાને પણ સમર્થન આપ્યું હતું. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તેના નવા કાયદામાં પ્રાણીઓની ક્રૂરતાના દરેક મુદ્દા પર ધ્યાન આપ્યું છે.





