scorecardresearch

યોગીના મંત્રી અને પૂર્વ મંત્રી વચ્ચે છૂટાછેડા, 22 વર્ષના લગ્ન જીવનનો અંત, બંનેએ માયાવતી સામે સંભાળ્યો હતો મોરચો

Dayashankar Singh and Swati Singh Divorce : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં યોગી સરકાર (Yogi Goverment) માં મંત્રી દયાશંકર સિંહ અને સ્વાતિ સિંહ વચ્ચે 22 વર્ષના લગ્ન જીવનના અંતે છૂટાછેડા થયા છે. એબીવીપી (ABVP) ના એક કાર્યક્રમમાં બંને પ્રેમમાં પડ્યા હતા.

Dayashankar Singh and Swati Singh Divorce
દયાશંકર સિંહ અને પૂર્વ મંત્રી સ્વાતિ સિંહ વચ્ચે છૂટાછેડા

Dayashankar Singh and Swati Singh Divorce : ઉત્તર પ્રદેશની યોગી સરકારમાં મંત્રી દયાશંકર સિંહ અને પૂર્વ મંત્રી સ્વાતિ સિંહ વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. બંને વચ્ચે 22 વર્ષથી ચાલતા સંબંધોનો અંત આવી ગયો છે. રાજધાની લખનૌના એડિશનલ ચીફ જસ્ટિસ દેવેન્દ્ર નાથ સિંહે બંનેની છૂટાછેડાની અરજીને મંજૂરી આપી દીધી છે. ગયા વર્ષે જ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ફેમિલી કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.

સ્વાતિ સિંહે 2012માં છૂટાછેડાની અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. સ્વાતિએ 2022માં ફરી કેસ શરૂ કરવાની અપીલ કરી હતી, પરંતુ અરજી પાછી ખેંચીને નવી અરજી દાખલ કરવામાં આવી હતી. જ્યારે દયાશંકર કોર્ટમાં હાજર ન હતા ત્યારે કોર્ટે સ્વાતિના પુરાવા સાથે સહમત થઈ છૂટાછેડાનો ચુકાદો આપ્યો હતો.

દયાશંકર અને સ્વાતિના લગ્ન 18 મે, 2001ના રોજ થયા હતા

યુપીના મંત્રી દયાશંકર સિંહ અને પૂર્વ મંત્રી સ્વાતિ સિંહ બંને ભાજપમાં છે. દયાશંકર સિંહ હાલમાં યોગી સરકારમાં મંત્રી છે, જ્યારે સ્વાતિ સિંહ યોગીના પાછલા કાર્યકાળમાં મંત્રી રહી ચૂક્યા છે. બંનેના લગ્નની વાત કરીએ તો દયાશંકર સિંહ અને સ્વાતિ સિંહના લગ્ન 18 મે 2001ના રોજ થયા હતા. બંનેના કડવા સંબંધો કોઈનાથી છુપાયેલા નથી.

રાજકારણીઓથી લઈને સામાન્ય લોકો સુધી બધાને ખબર હતી કે, બંને પતિ-પત્ની માત્ર નામના છે અને બંને છેલ્લા 10 વર્ષથી અલગ રહેતા હતા. હવે બંને કાયદાકીય રીતે અલગ થઈ ગયા છે. મંત્રી દયાશંકર સિંહ અને સ્વાતિ સિંહને બે બાળકો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી. બંને તેમની માતા સ્વાતિ સિંહ સાથે જીવે છે, પરંતુ દયાશંકર તેના બાળકોને મળતા રહે છે.

તેમની વચ્ચે ફરી નિકટતા જોવા મળી હતી. જો કે પાર્ટીએ 2017ની યુપી વિધાનસભા ચૂંટણીમાં દયાશંકર સિંહને ટિકિટ આપી ન હતી, પરંતુ ભાજપે તેમની પત્ની સ્વાતિ સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. આ પછી સ્વાતિ સિંહ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા અને પછી યોગી સરકારે પણ તેમને મંત્રી પદથી સન્માનિત કર્યા. આ પછી બંને વચ્ચેના સંબંધોમાં ફરી ખટાશ આવી ગઈ. એટલું જ નહીં સ્વાતિ સિંહે દયાશંકર સિંહ પર ઘણી વખત મારપીટનો આરોપ પણ લગાવ્યો છે.

2022 માં, પાર્ટીએ સ્વાતિ સિંહની ટિકિટ કાપીને દયાશંકરને મેદાનમાં ઉતાર્યા, જો કે, 2022 ની યુપી વિધાનસભા ચૂંટણીમાં, પાર્ટીએ સ્વાતિ સિંહની ટિકિટ આપી અને બલિયાથી તેમના પતિ દયાશંકર સિંહને મેદાનમાં ઉતાર્યા. ધારાસભ્ય બન્યા બાદ તેઓ હાલમાં યોગી સરકારમાં મંત્રી છે. દયાશંકર સિંહ અને સ્વાતિ સિંહ વચ્ચે ઘણી વખત ઘરેલુ હિંસાના સમાચાર આવ્યા છે. સ્વાતિએ દયાશંકર પર ઘણી વખત મારપીટનો આરોપ પણ લગાવ્યો છે. ઘણી વખત પાર્ટીના નેતાઓએ બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ મામલો થાળે પડ્યો ન હતો અને આખરે મંગળવારે બંને વચ્ચે છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા.

આ પણ વાંચોમલિયાનામાં 68 લોકોનો ‘નરસંહાર’, 36 વર્ષ બાદ તમામ આરોપીઓ નિર્દોષ છૂટ્યા, રહેવાસીઓની આપવીતી, પરિવારોની હત્યા કોણે કરી?

એબીવીપીના એક કાર્યક્રમમાં બંને પ્રેમમાં પડ્યા હતા

દયાશંકર સિંહ અને સ્વાતિ સિંહ વચ્ચેના સંબંધોની વાત કરીએ તો, બંને એબીવીપીના એક કાર્યક્રમમાં મળ્યા હતા. સ્વાતિ સિંહ અલ્હાબાદથી MBA નો અભ્યાસ કરી રહી હતી અને દયાશંકર સિંહ તે સમયે લખનૌ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી રાજનીતિને કારણે ચર્ચામાં હતા. બંને બલિયાના રહેવાસી છે. એબીવીપીના કાર્યક્રમમાં બંનેનો પ્રેમ ખીલ્યો અને તે સંબંધના રૂપમાં બહાર આવ્યો, પરંતુ 22 વર્ષ પછી આ સંબંધનો અંત આવી ગયો છે.

Web Title: Yogi government minister dayashankar singh and swati singh divorce between

Best of Express