કેટલાક બાળકો બાળપણથી જ ટેલેંન્ટેડ હોય છે. હવે આ 12 વર્ષના બાળકને જ જોઈ લો જેણે નાની ઉંમરમાં પોતાના જ ઘરમાં ન્યૂક્લિયર રિએક્ટર બનાવી નાંખ્યું. એ પણ એટલા માટે કે તે લોકોને દેખાડવા માંગતો હતો કે તે નાની ઉંમરમાં જ મોટા-મોટા કામ કરી શકે છે. આ છોકરાએ પોતાના બેડરૂમમાં આ ન્યૂક્લિયર રિએક્ટરને તૈયાર કર્યું. જેના માટે તેને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પણ મળ્યો પરંતુ FBI એ તના ઘરે દરોડો પાડ્યો હતો.
12 વર્ષની ઉંમરે બનાવ્યું ન્યૂક્લિયર રિએક્ટર
છોકરાની આ કહાની સોશિયલ મીડિયામાં હાલ ચર્ચાનો વિષય બની છે. સોશિયલ સાઇટ એક્સ પર આ બાળકે પોતે આ કહાનીને પોતાના હેન્ડલ @JacksonOswalt પર શેર કરી છે. જ્યાં બાળકે જણાવ્યું કે તેનું નામ જેક્સન ઓસવાલ્ટ છે અને 11 વર્ષની ઉંમરમાં જ તેને વિચારી લીધુ હતું કે તે ન્યૂક્લિયર રિએક્ટર બનાવીને જ રહેશે. કહાનીમાં જણાવવામાં આવ્યું છે કે, તે જ્યારે 11 વર્ષનો હત ત્યારે તેણે ટેલર વિલ્સનનો TED Talks શો જોયો હતો. જેમાં વિલ્સને જણાવ્યું હતું કે, તેણે 14 વર્ષની ઉંમરમાં ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવવામાં સફળતા મેળવી હતી.
બાળકના ઘરે FBI પહોંચી
સૌથી પહેલા જેક્સને પોતાના પ્રોજેક્ટ માટે માતા-પિતા પાસેથી પૈસા લઈને ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવવા માટે જરૂરી ઉપકરણ ખરિદ્યા અને 1 વર્ષ સુધી મહેનત કર્યા બાદ તેણે પોતાનું ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવી લીધુ. જેના પછી જેક્સન ઓસવાલ્ટનું નામ સૌથી નાની ઉંમરમાં ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું. જ્યારે બાળકની આ ખબર સામે આવી કે બાળકે પોતાના ઘરમાં ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર બનાવીને તૈયાર કરી દીધુ છે. ત્યારે એક દિવસે તેના ઘરે તપાસ માટે FBI ના બે એજન્ટ પહોંચી ગયા અને તેના દ્વારા બનાવવામાં આવેલ ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટરની તપાસ કરવા લાગ્યા. તેમણે સુરક્ષાની દ્રષ્ટિએ એ તપાસ કરી કે તના દ્વારા બનાવવામાં આવેલ રિએક્ટરથી રેડિએશનનો કોઈ ખતરો છે કે નહીં.
આ પણ વાંચો: ગુજરાતમાં આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે, વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
FBI એ શું કહ્યું
FBIના એજન્ટ તેમની સાથે હીહર કાઉન્ટર નામનું એક મશીન લઈને પહોંચ્યા હતા. જેથી તેમણે જેક્સન ઓસ્વાલ્ચના રૂમ અને તેની આસપાસના વિસ્તારમાં રેડિએશન સ્તરની તપાસ કરી અને જાણકારી મેળવી કે ક્યાંય કોઈ જોખમ છે કે નહીં. તપાસ પૂર્ણ થયા બાદ FBI એજન્ટે કે વાતની પુષ્ટિ કરી કે જેક્સન દ્વારા બનાવવામાં આવેલ ન્યૂક્લિયર ફ્યૂઝન રિએક્ટર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને કોઈ પણ પ્રકારનો કોઈ ખતરો નથી અને ન તો તેના મશીનમાંથી કોઈ રેડિએશન લીકેજ જેવી કોઈ સમસ્યા છે.





