ભારતની પહેલી 5G એમ્બ્યુલન્સ : દર્દી પહોંચે તે પહેલા જ તેની વિગતો હોસ્પિટલને મળી જશે

5g ambulance in India : 5G એમ્બ્યુલન્સ (5g ambulance)ના ઉપયોગથી તબીબી ક્ષેત્રે (medical services) નવી ક્રાંતિ આવશે. હવે ગામડાના લોકોને એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરોની અલગ-અલગ હોસ્પિટલો (hospital)માં ભટકવું નહીં પડે અને રિપોર્ટ પણ ઘરે બેઠા મળી શકશે.

5g ambulance in India : 5G એમ્બ્યુલન્સ (5g ambulance)ના ઉપયોગથી તબીબી ક્ષેત્રે (medical services) નવી ક્રાંતિ આવશે. હવે ગામડાના લોકોને એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરોની અલગ-અલગ હોસ્પિટલો (hospital)માં ભટકવું નહીં પડે અને રિપોર્ટ પણ ઘરે બેઠા મળી શકશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update

5g ambulance : ટેકનોલોજીનો ઉપયોગ તબીબી ક્ષેત્રે (medical sector) પણ વધી રહ્યો છે. ભારતની પહેલી 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સ (5g connected ambulance) ની રજૂઆત કરવામાં આવી છે. આ અદ્યતન 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સના ડેમોની રજૂઆત દિલ્હી ખાતે ચાલી રહેલા ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ (indian mobile congress) માં કરવામાં આવી છે.

Advertisment
publive-image

આ એક એવી 5G એમ્બ્યુલન્સ (5g ambulance) છે જે ડિજિટલ રીતે દર્દીની તમામ મહત્વપૂર્ણ માહિતીને વાસ્તવિક સમયમાં હોસ્પિટલ (hospital) સુધી પહોંચાડશે અને તે પણ દર્દીના આગમન પહેલા. તબીબી કટોકટીના કિસ્સામાં, હોસ્પિટલમાં હાજર ડોકટરો દર્દી (doctor patients)ના આગમન પહેલા જ તમામ જરૂરી વ્યવસ્થા કરી શકે છે. આ એમ્બ્યુલન્સ જોઈને ભવિષ્યમાં મેડિકલ ઈન્ડસ્ટ્રીનો ચહેરો કેટલો બદલાઈ જશે તેનો અંદાજ તમે લગાવી શકો છો.

દર્દીને સારવાર માટે ભટકવું નહી પડે, ઘરે બેઠાં રિપોર્ટ મળશે

રિલાયન્સ જિયો (reliance joi) એ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં 5G કનેક્ટેડ એમ્બ્યુલન્સના ડેમોની રજૂઆત કરી છે. અહીંયા એક રોબોટિક આર્મ (robotic doctor) ની રજૂઆત કરવામાં આવી છે, જે એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં નિષ્ણાત છે. 5G નેટવર્ક સર્વિસથી સેંકડો માઇલ દૂર બેઠેલા રેડિયોલોજિસ્ટ અથવા સોનોગ્રાફર તેને સરળતાથી ચલાવી શકે છે. આ રોબોટિક આર્મ શહેરમાં બેઠેલા રેડિયોલોજિસ્ટને ગ્રામીણ દર્દીઓ સાથે સીધા જોડી દેશે.

publive-image

હવે ગામડા કે દૂર અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને એક્સ-રે (x ray) અને અલ્ટ્રાસાઉન્ડ જેવી પ્રાથમિક તબીબી જરૂરિયાતો માટે શહેરોની અલગ-અલગ હોસ્પિટલોમાં ભટકવું નહીં પડે અને રિપોર્ટ (medical report) પણ ઘરે બેઠા મળી શકશે.

Advertisment

તબીબી ક્ષેત્રે રોબોટ્સનો ઉપયોગ વધશે

publive-image
publive-image

ટેકનોલોજીના વિકાસની સાથે જ મેડિકલ ક્ષેત્રે રોબોટ્સનો ઉપયોગ વધી રહ્યો છે. ક્લાઉડ આધારિત 5G નિયંત્રિત રોબોટ્સના ઉપયોગને કારણે ભૂલ થવાની શક્યતા નહિવત્ હશે. તેની જાળવણી અને સેનિટાઈઝેશન પણ રોબોટિક ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે માણસો કરતાં વધુ સરળ બનશે અને સૌથી અગત્યનું, હજારો ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને દર્દીઓના જીવન બચાવી શકાશે.

દેશ