પંજાબના ફિરોઝાબાદમાં લગ્ન સમારંભ દરમિયાન દુલ્હનના માથામાં ગોળી વાગી ગઈ, જેના કારણે તે ત્યાં જ ઢળી પડી. હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે, જ્યાં તેની હાલત ગંભીર છે. લગ્નનો ઉત્સવ ચાલી રહ્યો હતો, લગ્ન પણ સારી રીતે થઈ ગયા અને વિદાયની વેળા આવી ગઈ હતી. આ દરમિયાન કોઈએ ફાયરિંગ કરી દીધો, ગોળી સીધી દુલ્હનના માથાને અડીને નિકળી ગઈ. ગોળી વાગવાથી તે ગંભીર રૂપે ઘાયલ થઈ ગઈ. દુલ્હનના માથામાંથી લોહી નિકળવા લાગ્યું, જેને જોઈ પરિવારજનો અને મહેમાનો ઘભરાઈ ગયા અને લોકોમાં બૂમાબૂમ થઈ ગઈ.
જે દુલ્હનની વિદાય થવાની હતી તે હાલ હોસ્પિટલમાં પોતાની જિંદગીની જંગ લડી રહી છે. જે ઘરમાં થોડા સમય પહેલા જ ખુશી હતી ત્યાં માતમ ફેલાઈ ગયો છે. આ ઘટના ફિરોઝાપુરના ખાઈ ખેમે ગામની છે.
આ પણ વાંચો: આજથી શરૂ થયો કચ્છનો ‘રણ ઉત્સવ’, જાણો ખાસિયત અને સમાપનની તારીખ
અહીં લગ્ન બાદ વિદાયની વિધિ ચાલી રહી હતી, જ્યારે દુલ્હનની વિદાય થવાની હતી ત્યારે જ કોઈએ ફાયરિંગ કરી દીધુ, ગોળી દુલ્હનના માથાને અડીને નિકળી ગઈ. આજ કારણે દુલ્હન ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. તેને તાત્કાલિક પ્રાયવેટ હોસ્પિટલ લઈ લઈ જવાઈ, હાલમાં પણ તે જિંદગી માટે જંગ લડી રહી છે. દુલ્હનને ગોળી વાગતા જ હોબાળો થઈ ગયો, કન્યા અને વરરાજાના પરિવારો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ, હાલમાં તમામ લોકો દુલ્હનના સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
દુલ્હનના માથામાં ગોળી વાગી
આ મામલે પોલીસનું કહેવું છે કે લગ્ન થઈ રહ્યા હતા અને વિદાયના સમયે કોઈએ ગોળી ચલાવી દીધી અને તે ઘાયલ થઈ ગઈ. હાલમાં આ મામલે તપાસ કરાઈ રહી છે કે ગોળી કોણે ચલાવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે, ગોળી માથામાં વાગી છે અને સ્થિતિ ગંભીર છે.