Ajmer News: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની તસવીર લગાવીની ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવું એક યુવતીને ભારે પડી ગયું છે. ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હથિયારની સ્ટોરી પોસ્ટ કરનારી 19 વર્ષિય શિવાનીની અટકાયત કરવામાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં લેડી ડોન લખ્યું છે. અજમેર પોલીસે સિવિલ લાઈન પોલીસે તેના ઘરે જઈને તેને પકડી છે અને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. આ યુવતીએ 16 કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. સ્ટોરીમાં તેણે હથિયારો અને કારતૂસોથી ‘S’ લખેલી સ્ટોરી શેર કરી હતી.
પોતાની ગણાવી લેડી ડોન
આ યુવતીએ પોતાની એક અન્ય સોશિયલ મીડિયા પ્રોફાઈલમાં પોતાને લેડી ડોન લખ્યું છે. આ સિવાય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કવર ફોટો લગાવીને રીલ બનાવીને અપલોડ કર્યો હતો.
આ પણ વાંચો: મહિલા સબ ઈન્સપેક્ટરે યુવકને તમાચો માર્યો, બદલામાં લોકોએ મહિલા પોલીસને ધડાધડ લાફા માર્યા
પોલીસે કરી ધરપકડ
આ મામલે વધુ જાણકારી આપતા એડિશનલ એસપી હિમાંશુ જાંડિગે જણાવ્યું કે, સિવિલ લાઈન પોલીસે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પોલીસની ટીમ મંગળવારે સવારે શિવાની નામની યુવતીના ઘરે પહોંચી હતી અને તેને ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લઈ આવી છે.
પહેલા પણ થઈ છે ધરપકડ
10 મહિના પહેલા પણ ક્રિશ્ચિયનગંજ પોલીસે યુવતીની ધરપકડ કરી હતી. આ યુવતીએ પ્રખ્યાત થવા માટે પિસ્ટલ સાથે અજમેરની આનાસાગર ચોપાટી પર રીલ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. વીડિયોમાં ગેંગસ્ટર લખ્યું હતું. આ પહેલા પણ અજમેર પોલીસે બે યુવકોને લોરેન્સ બિશ્નોઈને ફોલો કરવાના આરોપસર અટકાયત કરી હતી.





