કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ , 5 ના મોત, 1000થી વધારે મકાનો નાશ પામ્યા

Fire in California: અમેરિકા કેલિફોર્નિયા ના જંગલોમાં ભીષણ આગ. હોલિવૂડની ઘણી હસ્તીઓએ ઘર ખાલી કરીને અહીંથી બહાર નીકળી ગયા છે

Written by Ashish Goyal
January 09, 2025 17:48 IST
કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ , 5 ના મોત, 1000થી વધારે મકાનો નાશ પામ્યા
Fire in California: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ લાગી (તસવીર - સોશિયલ મીડિયા)

Fire in California: અમેરિકાના કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ આગ લાગી છે. આગે સમગ્ર જંગલને પોતાની ચપેટમાં લઇ લીધું છે. આગમાં અત્યાર સુધી 5 લોકોના મોત થયાના સમાચાર છે. આ સાથે જ ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. આગ ફેલાવાને કારણે અલગ અલગ જગ્યાએ 1000 થી વધારે મકાનો નાશ પામ્યા છે. આગ બુઝાવવાની તમામ વ્યવસ્થા અપુરતી સાબિત થઈ રહી છે.

સ્થિતિ એ છે કે પાણીની પણ અછત છે. આ કારણે ફાયર ફાઈટરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગનો ખતરો લોસ એન્જલસ શહેર સુધી પહોંચી ગયો છે. લોકોને લોસ એન્જલસ શહેરમાં સ્થળાંતર કરીને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે. હોલિવૂડની ઘણી હસ્તીઓએ ઘર ખાલી કરીને અહીંથી બહાર નીકળી ગયા છે.

ભારે પવનને કારણે આગ સતત ફેલાઈ રહી છે

કેલિફોર્નિયામાં જંગલની આગ સતત ફેલાઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના માટે રાષ્ટ્રપતિ જો બિડેનને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું કે આ સમયે દેશમાં આગ બુઝાવવા માટે પાણી નથી અને ફેમામાં પૈસા નથી. લોસ એન્જલસના આકાશમાં આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળે છે. લોસ એન્જલસમાં આગ પહોંચવા પાછળ ભારે પવન કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો – સ્પેશિયલ ટોકન લેવાની હોડ, ખચાખચ ભીડ અને 6 લોકોના મોત, જાણો કેવી રીતે તિરુપતિમાં કેવી રીતે મચી ભાગદોડ

લોસ એન્જલસમાં ઘણું નુકસાન

આગથી લોસ એન્જલસમાં ઘણું નુકસાન થયું છે. પેસિફિક પેલિસેડ્સમાં 5000 એકરથી વધુ જમીન બળીને ખાખ થઈ ગઈ છે અને હજારો લોકોને આગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તારથી થોડીક જ દૂર ફિલ્મ, ટેલિવિઝન અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા સ્ટાર્સના ઘર છે. ટેક અબજોપતિ અને ટ્રમ્પના નજીકના સહાયક એલોન મસ્કે ઝડપથી ફેલાઈ રહેલી આગનો એક વીડિયો શેર કર્યો છે.

ઘણા ઘરોમાં વીજળી કપાઈ, શેલ્ટર પણ તૈયાર

લોસ એન્જલસ કાઉન્ટીમાં 2,50,000 થી વધુ ઘરોમાં વીજળી કાપવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. સ્થાનિક શાળાઓ, સામુદાયિક કેન્દ્રો અને અન્ય સલામત સ્થળોને ઇમરજન્સી શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને ખરાબ હવામાનને કારણે રિવરસાઇડ કાઉન્ટી, કેલિફોર્નિયાનો પ્રવાસ રદ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે કેલિફોર્નિયાની આ આગ દેશના ઇતિહાસમાં સૌથી મોંઘી આગ સાબિત થઈ શકે છે. વીમા કંપનીઓ પાસે આ ઇમરજન્સીની ચૂકવણી કરવા માટે પૈસા છે કે નહીં તેમણે એ વાતની પણ આશંકા વ્યક્ત કરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ