AMU Minority Status: CJI ચંદ્રચુડના નિર્ણય સાથે અસહમત સાથી ન્યાયાધીશોની શું છે દલીલો?

AMU Minority Status: સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે એસ. અઝીઝ બાશા વિ. યુનિયન ઓફ ઈન્ડિયામાં તેના 1967ના ચુકાદાને પલટી નાખ્યો. અઝીઝ બાશા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે AMU લઘુમતી સંસ્થા નથી.

Written by Ankit Patel
November 09, 2024 13:29 IST
AMU Minority Status: CJI ચંદ્રચુડના નિર્ણય સાથે અસહમત સાથી ન્યાયાધીશોની શું છે દલીલો?
સુપ્રીમ કોર્ટ ફાઈલ તસવીર - Photo - Jansatta

AMU Minority Status: અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (એએમયુ) લઘુમતી સંસ્થા છે કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે એસ. અઝીઝ બાશા વિ. યુનિયન ઓફ ઈન્ડિયામાં તેના 1967ના ચુકાદાને પલટી નાખ્યો. અઝીઝ બાશા કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે AMU લઘુમતી સંસ્થા નથી. સુપ્રીમ કોર્ટની બેન્ચે 4-3ની બહુમતીથી ચુકાદો સંભળાવ્યો હતો. અસંમતિ દર્શાવનારા ત્રણ જજોના નામ છે જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એસસી શર્મા. જ્યારે CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાએ પોતાના નિર્ણયમાં કહ્યું કે AMUનો લઘુમતી દરજ્જો અકબંધ રહેશે.

એએમયુના લઘુમતી દરજ્જા સાથે અસંમતિ દર્શાવનારા સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશોમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ સ્પષ્ટપણે કહ્યું કે એએમયુ કોઈ લઘુમતી શૈક્ષણિક સંસ્થા નથી.

અસંમત ન્યાયાધીશોનું માનવું હતું કે 1981માં બે ન્યાયાધીશોની બેન્ચ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં એસ. અઝીઝ બાશા વિ. યુનિયન ઓફ ઈન્ડિયા (1967) ટાંકવામાં આવેલો ખોટો હતો. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે આ આદેશમાં ઘણી ગેરરીતિઓ છે.

પહેલા આપણે સમજવું પડશે કે 1981નો કેસ શું છે. આ મામલો અંજુમન-એ-રહેમાનિયા વિરુદ્ધ જિલ્લા શાળા નિરીક્ષકનો છે. આ મામલામાં કોર્ટે કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ઓછામાં ઓછા 7 જજોની બેંચ દ્વારા ચીફ જસ્ટિસ સમક્ષ કરવામાં આવે જેથી એસ. અઝીઝ બાશા કેસમાં આપેલા નિર્ણય પર પણ વિચાર કરી શકાય છે.

જસ્ટિસ સૂર્યકાંતે શું કહ્યું?

જસ્ટિસ સૂર્યકાન્તે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે બે જજની બેન્ચ પાસે સાત જજોની બેંચ સમક્ષ કેસ મોકલવાની સત્તા નથી, પરંતુ આવી બેંચ જ આ કેસને મોટી બેંચ સમક્ષ લાવવાનું સૂચન કરી શકે છે. મોટી બેંચ બનાવવાનો નિર્ણય ભારતના મુખ્ય ન્યાયાધીશ પર રહેલો છે, જે રોસ્ટરના માસ્ટર છે અથવા બેન્ચ બનાવવાનો નિર્ણય લે છે.

એએમયુ કેસમાં, બેન્ચે બહુમતીથી કહ્યું હતું કે લઘુમતી શૈક્ષણિક સંસ્થાએ એવું દર્શાવવાની જરૂર નથી કે તેનો વહીવટ લઘુમતી સમુદાયના હાથમાં છે. સાથે જ જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું કે લઘુમતીનો દરજ્જો મેળવવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે તે શૈક્ષણિક સંસ્થાનો વહીવટ લઘુમતી સમુદાય પાસે છે.

ન્યાયાધીશ દત્તાએ આવી પ્રથાને મંજૂરી આપવાના પરિણામો અને તેનાથી જે ખતરનાક દાખલો સેટ થઈ શકે છે તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ દત્તાએ કહ્યું, “આવતીકાલે બે જજની બેંચ કહી શકે છે કે તેને મૂળભૂત માળખા પર શંકા છે અને તેને 15 જજની બેંચને મોકલીશું અને જો અમે બહુમતીના અભિપ્રાયને સ્વીકારીશું તો તે જ થશે.” જસ્ટિસ દત્તાએ સ્પષ્ટ કહ્યું કે AMU લઘુમતી શૈક્ષણિક સંસ્થા નથી.

આ પણ વાંચોઃ- India Canada Row: PM જસ્ટિન ટ્રુડોએ આખરે કબૂલાત કરી, કહ્યું- ખાલિસ્તાનીઓ કેનેડામાં હાજર છે

જસ્ટિસ શર્માએ શું દલીલો આપી?

જસ્ટિસ એસસી શર્માએ કહ્યું કે આ નિર્ણય તેમનો “વ્યક્તિગત અભિપ્રાય” હતો અને તે “ન તો સહમતિ કે અસંમતિ” હતો. તેમણે કહ્યું કે 1981માં આ કેસ સીધો 7 જજની બેન્ચને મોકલવો જોઈતો ન હતો. જસ્ટિસ શર્માએ એ દલીલને પણ નકારી કાઢી હતી કે AMU માટે “લઘુમતી વિદ્યાર્થીઓ માટે સલામત જગ્યા” તરીકે કામ કરવા માટે લઘુમતીનો દરજ્જો જરૂરી છે. તેમણે કહ્યું કે AMU જેવી રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ “હંમેશા લઘુમતીઓના હિતોની રક્ષા કરે છે અને શિક્ષણનું કેન્દ્ર છે”.

જસ્ટિસ શર્માએ જણાવ્યું હતું કે લઘુમતી સમુદાય દ્વારા સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી કે કેમ તે નક્કી કરવા માટે કેટલાક “વ્યાપક પરિમાણો” હોવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે લઘુમતી સમુદાયના હિતોની સેવા કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થાની રચના થવી જોઈએ અને તમામ વહીવટી બાબતોમાં “અંતિમ સત્તા” લઘુમતી સમુદાય સાથે રહેવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ