Antyodaya Diwas 2024 : અંત્યોદય દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ

Antyodaya Diwas 2024 : અંત્યોદય દિવસ દર વર્ષે 25 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. જાણો આ દિવસ કોના માનમાં ઉજવવામાં આવે છે અને શું છે તેનો ઇતિહાસ

Written by Ashish Goyal
September 24, 2024 21:32 IST
Antyodaya Diwas 2024 : અંત્યોદય દિવસ કેમ મનાવવામાં આવે છે, જાણો ઇતિહાસ અને મહત્વ
અંત્યોદય દિવસ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને સમર્પિત દિવસ છે. આ દિવસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે (તસવીર - બીજેપી)

Antyodaya Diwas 2024 Date : અંત્યોદય દિવસ દર વર્ષે 25 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતીય સમાજમાં ગરીબ અને વંચિતોના ઉત્થાન પ્રત્યેના સમર્પણને ચિહ્નિત કરે છે. અંત્યોદયનો અર્થ છે “છેવાડાના વ્યક્તિનો ઉદય”, એટલે કે સમાજના સૌથી ગરીબ અને પછાત વ્યક્તિને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા. અંત્યોદયના વિચારને પોતાના જીવનનું મુખ્ય લક્ષ્ય બનાવનાર મહાન સમાજ સુધારક અને ભારતીય જનસંઘના સહ-સંસ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે આ દિવસ જોડાયેલો છે.

અંત્યોદય દિવસ ઇતિહાસ

અંત્યોદય દિવસ પંડિત દીનદયાળ ઉપાધ્યાયને સમર્પિત દિવસ છે. આ દિવસે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ છે. અંત્યોદય સમાજને તેમના વિચારોથી વાકેફ કરવાના હેતુથી ઉજવવામાં આવે છે. આ દિવસ સૌ પ્રથમ વખત 2014માં ઉજવવામાં આવ્યો હતો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 25 સપ્ટેમ્બર 1916ના રોજ ઉત્તર પ્રદેશના મથુરામાં થયો હતો. તેઓ એક મહાન ભારતીય ચિંતક, સંગઠનકર્તા અને રાજકીય નેતા હતા. જેમણે ભારતીય સમાજના મૂળિયાને મજબૂત કરવા અને દેશના ગરીબ અને વંચિત લોકોના ઉત્થાન માટે જીવનભર કામ કર્યું હતું. તેમણે અંત્યોદયનો સિદ્ધાંત પ્રસ્તુત કર્યો હતો, જેનો અર્થ સમાજના નીચલા સ્તરે વ્યક્તિનું ઉત્થાન એવો થતો હતો.

1960 અને 1970ના દાયકામાં તેમણે પોતાની વિચારધારા દ્વારા ગરીબો અને આર્થિક સુધારાના સશક્તિકરણ પર ભાર મુક્યો હતો. પંડિત દીનદયાળ ઉપાધ્યાયે માન્યું કે જ્યાં સુધી સમાજના છેવાડાના વ્યક્તિનો વિકાસ નહીં થાય ત્યાં સુધી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય નથી. આ વિચારધારા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને કારણે તેમનો જન્મદિવસ અંત્યોદય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અંત્યોદય દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

અંત્યોદય દિવસનો મુખ્ય ઉદ્દેશ સમાજના ગરીબ, વંચિત અને પછાત વર્ગો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે સરકાર અને સામાજિક પ્રયાસોને વેગ આપવાનો છે. આ દિવસનું લક્ષ્ય એ છે કે સમાજમાં જેમને સૌથી વધુ જરૂર હોય તેમને મદદ કરવી, જેથી તેમનું જીવનધોરણ સુધરી શકે અને તેઓ આત્મનિર્ભર બની શકે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દેશનો સાચો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સમાજના દરેક વર્ગને સમાન તકો મળે.

અંત્યોદય દિવસનું મહત્વ

મહત્વ ભારતીય સમાજના વિકાસમાં ખૂબ જ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસ આપણને એ જવાબદારીઓની યાદ અપાવે છે જે આપણે સમાજના સૌથી પછાત વર્ગ પ્રત્યે નિભાવવાની છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની ફિલોસોફીમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે, જ્યાં સુધી સમાજનો દરેક વર્ગ આર્થિક અને સામાજિક રીતે મજબૂત નહીં હોય, ત્યાં સુધી એક મજબૂત અને ઉન્નત રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી.

આ દિવસે સરકાર અને સામાજીક સંસ્થાઓ દ્વારા ગરીબો માટે વિશેષ સહાય યોજનાઓ, રોજગારીની તકો, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર ભાર મુકીને વિવિધ કાર્યક્રમો અને સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ અંત્યોદયના મહત્વ વિશે લોકોને જાગૃત કરવા માટે રાષ્ટ્રીય સ્તરે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ