જમ્મુ કાશ્મીરમાં આર્મીનું વાહન ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત

Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના સરહદી પૂંચ જિલ્લામાં એલઓસી પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે

Written by Ashish Goyal
December 24, 2024 20:31 IST
જમ્મુ કાશ્મીરમાં આર્મીનું વાહન ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત
Jammu Kashmir : જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન (ફાઇલ ફોટો)

Jammu Kashmir : જમ્મુ કાશ્મીરના સરહદી પૂંચ જિલ્લામાં એલઓસી પાસે મંગળવારે સાંજે એક મોટી દુર્ઘટનામાં પાંચ સૈનિકોના મોત થયા છે. જ્યારે 3 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માત બાલનોઈ વિસ્તારમાં થયો હતો જ્યારે આર્મીનું વાહન ખીણમાં પડી ગયું હતું.

સૂચના મળતા જ સેનાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે. ઇજાગ્રસ્ત સૈનિકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વાહનમાં 8થી 9 સૈનિકો હતા, જેમાંથી 5ના મોત થયા છે અને બીજા જવાનોની સારવાર કરવામાં આવી રહી છે.

વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યું

નીલમ મુખ્ય મથકથી બાલનોઇ ઘોરા પોસ્ટ તરફ જઇ રહેલા 11 એમએલઆઈની સૈન્ય ગાડી ઘોરા પોસ્ટ પર પહોંચતાની સાથે જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વાહન લગભગ 300-350 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું હતું.

ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે પોતાના સત્તાવાર ટ્વિટર પર લખ્યું કે જમ્મુ-કાશ્મીર પુંછ સેક્ટરમાં સેનાના વાહનને અકસ્માત નડતાં પાંચ જવાનો શહીદ થયા હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ