વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવ ક્રૂર ગ્રહની શ્રેણીમાં આવે છે. શનિદેવને કળિયુગમાં ન્યાયના દેવતાનું બિરુદ પણ મળ્યું છે. જે રાશિના લોકો પર સાડાસાતી અને ઢૈય્યાની પનોતી ચાલી રહી હોય છે, તેમને શનિદેવ બહુ જ વધારે કષ્ટ આપે છે. જેમ કે, ધંધામાં ખોટ, નોકરીમાં તકલીફ, બીમારી વગેરે જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની સાડાસાતીની પનોતી અને ઢૈય્યાની પનોતીથી રાહત મેળવવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. સાડાસાતી પનોતી એટલે સાત વર્ષની પનોતી અને ઢૈયાની પનોતી એટલે અઢી વર્ષની પનોતી. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી શનિદેવ વ્યક્તિને પીડા નથી પહોંચાડતા અને મુશ્કેલીઓમાં પણ રાહત મળે છે. તો ચાલો જાણીએ કે એવા કયા ઉપાય છે, જે શનિદેવની સાડાસાતી અને ઢૈયાની પનોતીમાં રાહત આપે છે.
હનુમાનજીની પૂજા કરો, શનિ પીડામાં રાહત મેળવો
એવું માનવામાં આવે છે કે જે લોકો પર શનિદેવની સાડાસાતી અને ઢૈય્યાની પનોતી ચાલી રહી છે તેમણે શનિવારે દરરોજ હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ ઘરમાં કે મંદિરમાં કરવો જોઈએ. એવી માન્યતા છે કે, આ ઉપાય કરવાથી શનિદેવની પીડામાંથી મુક્તિ મળે છે.
શનિદેવની શાંતિ માટેના ઉપાય
શનિદેવની શાંતિ માટે શનિવારે શનિદેવની પૂજા કરો. શનિવારના દિવસે સાંજે શનિ મંદિરમાં સરસવના તેલ દીવો પ્રગટાવો અને કાળા તલનું દાન કરો. શનિવારે સાત મુખી રુદ્રાક્ષને ગંગા જળમાં ધોઈને ધારણ કરો.
ગરીબ લોકોને દાન કરો
શનિદેવની શાંતિ માટે કાળા રંગના વસ્ત્રોનું દાન કરો. કૂતરા અને ગાયને રોટલી ખવડાવવાથી લોકોને શનિદેવની પીડામાંથી મુક્તિ મળે છે. શનિવારે પીપળના ઝાડમાં જળ ચઢાવો. શનિવારે દારૂ વગેરેનું સેવન ન કરવું. એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે દારૂ વગેરેનું સેવન કરવાથી શનિદેવ ક્રોધિત થાય છે.
શનિવારનો ઉપવાસ કરો
શનિદેવની શાંતિ માટે શનિવારે ઉપવાસ કરવાની પણ માન્યતા છે. એવું માનવામાં આવે છે કે શનિવારે વ્રત રાખવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે સાથે સાથે જ શનિદેવનો પ્રકોપથી પણ શાંત થાય છે.