Attack on Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કરી ગોળી મારવાના મામલામાં ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઈ) એ રવિવારે જણાવ્યું હતું કે, પેન્સિલવેનિયાના બટલરમાં એક ચૂંટણી રેલી દરમિયાન પેન્સિલવેનિયાના 20 વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે પૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળીબાર કર્યો હતો.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની હત્યાના થોડા સમય પહેલા જ અંદર આવેલા ક્રૂક્સને રક્ષક દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી. આ ઘટનામાં એક 50 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું, અન્ય બે ઉપસ્થિત લોકો પણ ઘાયલ થયા હતા અને ટ્રમ્પના જમણા કાનને ઈજા પહોંચી હતી.
સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ જ્યાં બોલતા હતા તે સ્ટેજથી 150 યાર્ડ્સ (140 મીટર) પર ક્રૂક્સ રુફટોપ પર સરકી પડ્યો હતો અને તેણે AR-15-શૈલીની સેમીઓટોમેટિક રાઇફલ ચલાવવાનું શરૂ કર્યું, જે તેના પિતાની કાયદેસરની માલિકીની હથિયાર હતું.
થોમસ મેથ્યુ ક્રૂક્સ કોણ છે?
પેન્સિલવેનિયાના બેથેલ પાર્કનો રહેવાસી થોમસ મેથ્યુ ક્રૂક્સ, એક રજિસ્ટર્ડ રિપબ્લિકન હતો, જેઓ આ વર્ષની 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેનો પ્રથમ પ્રમુખપદનો મત આપવા માટે લાયક બન્યો હોત.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, તે 2022 માં બેથેલ પાર્ક હાઇ સ્કૂલમાંથી સ્નાતક થયો, જ્યાં તેની છબી તેજસ્વી અને શાંત સહપાઠીની હતી. તેના હાઈસ્કૂલના કાઉન્સેલરે તેને “આદરણીય” વ્યક્તિ તરીકે વર્ણવ્યો, જે મોટે ભાગે “પોતાની મસ્તીમાં જ મસ્ત રહેતો” હતો અને કહ્યું કે, તેમણે ક્યારેય ક્રૂક્સને રાજકીય માન્યો નથી.
એફબીઆઈએ જણાવ્યું હતું કે, તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં પણ ધમકીભરી ભાષા શામેલ નથી, કે તે માનસિક બિમાર હોય તેવી પણ કોઈ સમસ્યા કે ઇતિહાસ શોધી શકતા નથી. સત્તાવાળાઓ તેના રાજકીય દુશ્મનાવટને શોધી શક્યા નથી, કારણ કે તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સમાં હિંસા અથવા સમાન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી કોઈપણ પોસ્ટ પણ જોવા મળી નથી.
વધુમાં, ક્રૂક્સે તેના શાળાના દિવસોમાં રાઈફલ ટીમ માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નબળો શૂટર હોવાને કારણે આગળ વધી શક્યો ન હતો, ટીમના વર્તમાન કેપ્ટને સમાચાર એજન્સી એપીને જણાવ્યું હતું. તેના એક સહપાઠીએ પણ એક મુલાકાતમાં કહ્યું હતું કે, ક્રૂક્સની રુચિ હંમેશા કમ્પ્યુટર બનાવવા અને ગેમ રમવા પર કેન્દ્રિત હતી.
ઘરના સંચાલક દ્વારા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ક્રૂક્સ એક નર્સિંગ હોમમાં આહાર સહાયક તરીકે કામ કરતો હતો. સાર્વજનિક રેકોર્ડ્સ અનુસાર, તેના પિતા રજિસ્ટર્ડ રિપબ્લિકન છે અને તેની માતા રજિસ્ટર્ડ ડેમોક્રેટ છે.
ટ્રમ્પની ચૂંટણી રેલીમાં શું થયું?
ન્યૂઝ એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે, ટ્રમ્પ ના ચૂંટણી અભિયાન કાર્યક્રમ ના બહાર ક્રૂક્સ સુરક્ષા અધિકારીઓના ધ્યાન પર આવ્યો હતો, જ્યારે દર્શકોએ તેને “વિચિત્ર વર્તન કરતો” જોયો હતો.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઉપસ્થિત અન્ય લોકોએ તેને સીડી પર ચડતા જોયો હતો, ત્યારબાદ અધિકારીઓએ તેને શોધવાનું શરૂ કર્યું, પરંતુ ટેરેસ પર પહોંચતા તે મળી આવ્યો ન હતો.
ત્યારબાદ એક અધિકારી રુફટોપ પર ક્રૂક્સનો સામનો કરે છે, ત્યારે તે સંજોગોમાં તે પોતાની બંદૂકને ફાયર કરી શક્યો ન હતો, ત્યારબાદ શૂટરે ટ્રમ્પ તરફ ગોળીબાર કરે છે. એપીએ બે અધિકારીઓના હવાલે કહ્યું છે કે, સિક્રેટ સર્વિસના સ્નાઈપર્સે ક્રૂક્સને ગોળી મારી દીધી.
એફબીઆઈએ જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનાની સ્થાનિક આતંકવાદના સંભવિત કૃત્ય તરીકે તપાસ કરી રહ્યા છે, અને તેઓ માને છે કે, ક્રૂક્સ “એકલો આ ઘટનામાં સામેલ હતો”, પરંતુ તેનો ઈરોદો, હેતુ અને રાજકીય માન્યતાઓ અંગે હજુ અનિશ્ચિતતા છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ અને સમાચાર એજન્સી એપી દ્વારા ભૌગોલિક સ્થાને બનાવેલ એક વિડિયો બતાવે છે કે, ક્રૂક્સ તેના જમણા હાથ પર કાળો અમેરિકન ધ્વજ સાથેનો ગ્રે ટી-શર્ટ પહેરેલી છે, જે બટલર ફાર્મ્સ શો ગ્રાઉન્ડની બિલકુલ ઉત્તરમાં એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની છત પર બેભાન અવસ્થામાં પડેલો છે, જ્યાં ટ્રમ્પની રેલી આયોજિત કરવામાં આવી હતી, વોશિંગ્ટન, ડીસી. સમાચાર એજન્સી દ્વારા સમીક્ષા કરાયેલા ક્રૂક્સના શરીરના ફોટાથી ખબર પડે છે કે, તેને ડિમોલિશન રાંચની ટી-શર્ટ પહેરેલી જોવા મળે છે, જે એક લોકપ્રિય YouTube ચેનલ છે. આ ચેનલ જે નિયમિતપણે તેના નિર્માતા દ્વારા માનવ પૂતળા સહિત લક્ષ્યો પર હેન્ડગન અને અસોલ્ટ રાઇફલ્સથી ગોળીબારના વીડિયો પોસ્ટ કરે છે.