અતુલ સુભાષ અને નિકિતાએ કર્યા હતા લવ મેરેજ, કેવી રીતે થઇ હતી મુલાકાત, કેમ બગડ્યો સંબંધ? જાણો

Atul Subhash Nikita Singhania Marriage : બેંગ્લોરમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા એન્જિનિયર અતુલ સુભાષ કથિત રીતે પત્નીથી પરેશાન થઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. અતુલ સુભાષની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. આ મામલાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે

Written by Ashish Goyal
December 11, 2024 18:02 IST
અતુલ સુભાષ અને નિકિતાએ કર્યા હતા લવ મેરેજ, કેવી રીતે થઇ હતી મુલાકાત, કેમ બગડ્યો સંબંધ? જાણો
બિહારના સમસ્તીપુરના અતુલ અને યુપીના જૌનપુરની નિકિતા સિંઘાનિયાની મુલાકાત 2019માં એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા થઇ હતી (તસવીર - જનસત્તા)

Atul Subhash Nikita Singhania Marriage Story : અતુલ સુભાષની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. એક-એક કરીને ઘણી વાતો સામે આવી રહી છે. અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. પુરુષો પર અત્યાચારની ચર્ચા થઈ રહી છે. લોકો અતુલ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. લોકો જાણવા માંગે છે કે અતુલ સાથે શું થયું? તેની પત્ની નિકિતા સાથે મુલાકાત કેવી રીતે થઇ, લગ્ન કેવી રીતે થયા અને લગ્ન પછી એવું શું થયું કે આજે આવો દિવસ જોવા પડ્યો છે?

અતુલ સુભાષ અને નિકિતાની મુલાકાત મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા થઇ હતી

બિહારના સમસ્તીપુરનો અતુલ અને યુપીના જૌનપુરની નિકિતા સિંઘાનિયાની મુલાકાત 2019માં એક મેટ્રિમોનિયલ સાઇટ દ્વારા થઇ હતી. બંને એકબીજાને મળ્યા, પછી ઘણી મુલાકાતો થઈ અને પછી વાત લગ્ન સુધી પહોંચી હતી. અતુલના પિતરાઇ ભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે નિકિતાએ કમ્પ્યુટર સાયન્સ અને ફાઇનાન્સમાં બીટેક એમબીએ કર્યું હતું. અતુલ સોફ્ટવેર એન્જિનિયર હતા. નિકિતાનો પરિવાર જલ્દી લગ્ન કરવા માંગતો હતો કારણ કે તેના પિતાની તબિયત ખરાબ હતી અને તે બીમાર રહેતા હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમના જીવતા જીવ પુત્રીના લગ્ન થઇ જાય.

આ પછી બંનેએ વારાણસીની એક હોટલમાં લગ્ન કરી લીધા હતા. આ પછી નિકિતા તેના સાસરે આવી હતી અને ત્યાં માત્ર બે દિવસ રોકાયા બાદ તે અતુલ સાથે બેંગ્લોર ગઈ હતી. અતુલની નોકરી બેંગ્લોરમાં હતી, શરૂઆતમાં બધું બરાબર હતું, પરંતુ બાળક થયા બાદ વિવાદો શરૂ થઈ ગયા હતા.

આ પછી નિકિતા તેના પુત્ર સાથે જૌનપુર સ્થિત તેના પિયર આવી ગઇ હતી. બંને વચ્ચેના સંબંધો વણસ્યા હતા. અતુલે કથિત સુસાઇડ નોટના પેજ નંબર 7 માં તેના લગ્નની કહાની વિશે જણાવ્યું છે. અતુલે જણાવ્યું હતું કે નિકિતા સાથે મુલાકાત લગ્નની ઓનલાઇન વેબસાઇટ દ્વારા થઇ હતી. બંનેએ 2019માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ 2021માં નિકિતાએ બેંગ્લોરુનું ઘર છોડી દીધું હતું. અતુલે એમ પણ કહ્યું છે કે નિકિતા તેની સાથે તમામ સોનું અને દાગીના લઈ ગઈ હતી. અતુલ પાસે એક જ રિંગ રહી હતી.

અતુલ અને નિકિતાએ કર્યા હતા લવ મેરેજ

અતુલ સુભાષના ગામના રહેવાસી મનોજ રાયે મીડિયાને જણાવ્યું હતું કે અતુલે નિકિતા સાથે લવ મેરેજ કર્યા હતા. તેઓ ખૂબ સારા લોકો હતા, તેની પત્ની તેને નકલી કેસમાં ફસાવી રહી હતી. તે ન્યાયિક પ્રક્રિયાથી કંટાળી ગયો હતો. અતુલે કથિત વીડિયોમાં કહ્યું છે કે હું તારા માટે મારો જીવ આપી શક્યો હોત, પરંતુ અફસોસ મારે આજે તારા કારણે જીવ દેવો પડી રહ્યો છે.

અતુલે શું-શું આરોપ લગાવ્યા?

સુસાઇડ નોટમાં અતુલે આરોપ લગાવ્યો છે કે તેની પત્નીના પરિવારના સભ્યો તેને પૈસા માટે વારંવાર પરેશાન કરતા હતા અને લાખો રૂપિયાની માંગ કરતા હતા. જ્યારે તેણે પૈસા આપવાની ના પાડી હતી ત્યારે તેની પત્ની 2021માં પુત્ર સાથે ઘર છોડીને ચાલી ગઇ હતી. અતુલે આરોપ લગાવ્યો હતો કે મારી પત્ની મારા બાળકને અલગ રાખશે અને મને, મારા વૃદ્ધ માતાપિતા અને મારા ભાઈને પરેશાન કરવા માટે વધુ કેસ દાખલ કરશે. હું તેને ભરણપોષણ માટે જે પૈસા આપું છું તે પૈસાનો ઉપયોગ અમારા બાળકના કલ્યાણને બદલે મારા અને મારા પરિવાર સામે એક હથિયાર તરીકે ઉપયોગ કરી રહી છે.

આ પણ વાંચો – કરોડોની ડિમાન્ડ, 24 પાનાની સુસાઇડ નોટ, મરતા પહેલા વીડિયો બનાવી અંતિમ ઇચ્છા જણાવી, Video Viral

અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા દોઢ કલાકનો વીડિયો બનાવ્યો હતો જેમાં તેણે તે બધી પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો જેના કારણે તેને આ પગલું ભરવાની ફરજ પડી હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક વીડિયોમાં સુભાષ કહેતો જોવા મળી રહ્યો છે કે મને લાગે છે કે મારે આત્મહત્યા કરવી જોઈએ કારણ કે હું જે પૈસા કમાઇ રહ્યો છું તેનાથી મારા દુશ્મનો વધુ મજબૂત થઇ રહ્યા છે. આ જ પૈસાનો ઉપયોગ મને બરબાદ કરવા માટે કરવામાં આવી રહ્યો છે અને આ ચક્ર આ રીતે જ ચાલુ રહેશે. મારા દ્વારા ચુકાવેલા પૈસાથી આ કોર્ટ અને પોલીસ તંત્ર મને, મારા પરિવારને અને અન્ય સજ્જન લોકોને પરેશાન કરશે.

સુભાષે માંગ કરી હતી કે તેમના મૃત્યુ પછી તેની પત્ની અને તેના પરિવારજનોને તેમના મૃતદેહની નજીક જવાની મંજૂરી ન આપવી જોઈએ. વીડિયોમાં તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું હતું કે જ્યાં સુધી મને હેરાન કરનારાઓને સજા ન થાય ત્યાં સુધી મારી અસ્થિઓનું વિસર્જન ન કરતા. જો ન્યાય ન મળે તો મારા મૃત્યુ પછી મારી અસ્થિઓ કોર્ટ સામે ગટરમાં ફેંકી દેજો. પોલીસ અતુલની પત્ની અને પરિવાર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ