Shubhanshu Shukla Axiom 4 Launch: ભારતના શુભાંશુ શુકલા અન્ય 3 અવકાશયાત્રી સાથે Axiom 4 સેટેલાઇટે અંતિરક્ષમાં સફળ ઉડાન ફરી છે. Axiom 4 ઉપગ્રહ સ્પેક્સ અને નાસાનું સંયુક્ત ભાગીદારીમાં અવકાશયાન છે. આ Axiom 4 સેટેલાઇટ કેનેડી સ્પેસ સેન્ટરના કોમ્પ્લેક્ષ 39એ માંથી લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે શુભાંશુ શુકલા રાકેશ શર્મા બાદ અવકાશમાં જનાર બીજા અને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બની જશે. સેટેલાઇટમાં ઉડાન ભર્યા બાદ શુભાંશુ શુક્લા એ પ્રથમ સંદેશ પણ મોકલ્યો છે.
Axiom 4 સેટેલાઇટમાં ઉડાન ભર્યા બાદ શુભાંશુ શુક્લાએ અવકાશયાનની અંદરથી એક સંદેશ પણ મોકલ્યો છે. તેમણે કહ્યું કે, આ મારી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન યાત્રાની શરૂઆત જ નથી, તે ભારતના હ્યુમન સ્પેસ પ્રોગ્રામની શરૂઆત છે. અને હું ઇચ્છું છે કે, તમામ દેશવાસી આ યાત્રાનો હિસ્સો બને છે. તમારી છાતી પણ ગર્વથી ગદગદીત થવી જોઇએ. તમે પણ એટલા જ રોમાંચિત થાવો. ચાલો આપણે બધા સાથે મળી ભારતની માનવ અવકાશ યાત્રાની શરૂઆત કરીયે, ધન્યવાદ, જય હિંદ, જય ભારત.
શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જનાર પ્રથમ ભારતીય
શુભાંશુ શુકલા ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર જનાર પ્રથમ ભારતીય છે. ઉપરાંત વર્ષ 1984માં રાકેશ શર્મા બાદ અવકાશ યાત્રા કરનાર બીજા ભારતીય નાગરિક છે. શુભાંશુ શુકલા એક્સિઓમ મિશન 4 ના પાયલોટ છે, જે એક ખાનગી અંતરિક્ષ મિશન છે. અંતરિક્ષ મિશન નાસા, ઇસરો અને સ્પેસએક્સ દ્વાર સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું છે.

શુભાંશુ શુક્લા કેટલા દિવસ ISS માં રહેશે?
એક્સિઓમ મિશન 4 સેટેલાઇટનું લોન્ચ અગાઉ 2 થી 3 વખત વિવિધ કારણોસર સ્થગિત રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 25 જૂન, 2025 બુધવારના રોજ Axiom 4 સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. 28 કલાકની મુસાફરી બાદ આ અવકાશયાન ગુરુવારે સાંજે લગભગ 4.30 વાગેની આસપાસ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પહોંચવાની અપેક્ષ છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા ત્યા 14 દિવસ સુધી રહેશે.
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ 400 કિમીની ઉંચાઇ પર નીચી પૃથ્વી ભ્રમણકક્ષા (Low Earth Orbit) માં 28000 કિમી પ્રતિ કલાકની ઝડપે ભ્રમણ કરી રહ્યું છે.
એક્સિઓમ મિશન 4ની સફળ ઉડાન બાદ ઈન્ડિયન એરફોર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી ખુશી વ્યક્ત કરી છે. IAF એ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, આકાશને જીતવાથી લઇ તારાને સ્પર્શવા સુધી, ભારતીય વાયુસેનાના વાયુ યોદ્ધાની અદમ્ય ભાવનાથી પ્રેરિત એક યાત્રા, ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા એક ઐતિહાસિક અવકાશયાત્રા પર રવાના થવા, જે દેશના ગૌરવને ધરતી પરથી ઉંચે લઇ જશે. આ ભારત માટે એવ એક ક્ષણ છે, જે સ્ક્વાઇન લીડર રાકેશ શર્માના મિશનના 41 વર્ષ બાદ આવી છે, જેમણે પહેલીવાર આપણા ત્રિરંગાને ધરતી થી ઉંચે લઇ ગયા હતા. આ એક મિશન થી વધુ મોટી બાબત છે.