પીએમ મોદી રામ મંદિર ધ્વજારોહણ સમારોહમાં સામેલ થશે, નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું ક્યાં સુધી પૂર્ણ થશે નિર્માણ કાર્ય

Ayodhya Ram Mandir : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં હાજરી આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે

Written by Ashish Goyal
October 09, 2025 16:36 IST
પીએમ મોદી રામ મંદિર ધ્વજારોહણ સમારોહમાં સામેલ થશે, નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું ક્યાં સુધી પૂર્ણ થશે નિર્માણ કાર્ય
રામ મંદિરના ધ્વજારોહણ સમારોહ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે (Express File Photo)

Ayodhya Ram Mandir : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજારોહણ સમારોહમાં હાજરી આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીએ આ કાર્યક્રમમાં હાજરી આપવાનો સંકેત આપ્યો છે.

નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે 25 નવેમ્બરે રામ મંદિરના ધ્વજારોહણ સમારોહ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ રામ મંદિરના નિર્માણનું પૂર્ણ થવાનું પ્રતિક હશે. વડા પ્રધાને સંકેત આપ્યો છે કે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે ધ્વજની ડિઝાઇનને લઇને થયેલી પર બેઠક બાદ મહાસચિવ ચંપત રાયને અંતિમ નિર્ણય લેવાની વિનંતી કરવામાં આવી છે.

નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરનું બાંધકામ 25 નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે અને આખું સંકુલ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું રહેશે. તેમણે કહ્યું કે એવા સંકેતો મળી રહ્યા છે કે ત્યાં સુધીમાં આખું મંદિર પરિસર તૈયાર થઈ જશે અને ભક્તોને દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. બાઉન્ડ્રી વોલનું નિર્માણ દોઢ વર્ષ સુધી ચાલશે. સભાગારનું નિર્માણ 2026ના પ્રથમ 6 મહિનામાં પૂર્ણ થશે. ”

અયોધ્યામાં દક્ષિણના ત્રણ સંતોની પ્રતિમાઓનું અનાવરણ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દક્ષિણ ભારતના ત્રણ મહાન સંગીત સંતો, ત્યાગરાજ સ્વામીગલ, પુરંદર દાસ અને અરુણાચલ કવિની પ્રતિમાઓનું અનાવરણ બૃહસ્પતિ કુંડમાં કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રીએ દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર પ્રાર્થના કરીને અનાવરણ સમારોહની શરૂઆત કરી હતી. આ દરમિયાન નિર્મલા સીતારમણના માતા-પિતા પણ હાજર હતા.

નાણાં મંત્રી સીતારમણે કહ્યું કે અયોધ્યા માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ ભારતના સાંસ્કૃતિક આત્માનું પ્રતીક છે. ત્રણેય સંતોના યોગદાનને સલામ કરતા તેમણે કહ્યું કે ત્યાગરાજા સ્વામીગલ, પુરંદર દાસ અને અરુણાચલ કવિએ વિશ્વ મંચ પર ભારતીય શાસ્ત્રીય સંગીત અને ભક્તિ પરંપરાની સ્થાપના કરી હતી, તેમની કવિતા અને રચનાઓએ સમાજને પ્રેમ, ભક્તિ અને એકતાના દોરામાં ગૂંથ્યો હતો.

આ પણ વાંચો – કાનપુરમાં સ્કુટીમાં જોરદાર બ્લાસ્ટ, 6 લોકો ઇજાગ્રસ્ત, પોલીસ તપાસમાં લાગી

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે આ આદરણીય સંતોએ દક્ષિણ ભારતમાં 15મી સદીથી 18મી સદી સુધી શ્રી રામ ભક્તિના પ્રચાર માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું, આજે તેમની પ્રતિમા બૃહસ્પતિ કુંડના સ્થળે તેમના દેવતાના ચરણોમાં સ્થાપિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના અભિયાનને આગળ વધારવાની પણ એક તક છે. આજનો આ આયોજન, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધી, સમગ્ર ભારતને જોડવામાં આપણાં પૂજ્ય સંતો, આપણા અવતાર મહાપુરુષોના યોગદાન માટે આભાર વ્યક્ત કરવાની એક મહત્વપૂર્ણ કડી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ