Babasaheb Ambedkar Jayanti : બાબાસાહેબ આંબેડકર જયંતિ દર વર્ષે 14 એપ્રિલે દેશભરમાં ઉજવવામાં આવે છે. ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જાણકાર હતા. તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. માત્ર ભારત જ નહીં, વિશ્વના અનેક દેશોમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ પર તેમના જીવન, કાર્ય અને ભારતીય સંવિધાનમાં યોગદાન વિશે જાણીયે
ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકરનું જીવન
ડો. ભીમરામ બાબાસાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891માં મધ્યપ્રદેશના મહુમાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામજી માલોજી સક્યાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું. તેઓ 14 ભાઈ બહેનમાં સૌથી છેલ્લા હતા. તેઓ એક દલિત સમાજમાંથી આવતા હતા બાળપણથી ઘણી મુશ્કેલીઓનો સામનો પડ્યો હતો. આંબેડકર 6 વર્ષના હતા ત્યારે માતાનું અવસાન થયુ.
ભીમરાવના પિતાની મૂળ અટક આમ તો સક્પાલ હતી,જો કે તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના રહેવાસી હતા. આથી શાળામાં ભીમરાવની અટક આંબેડકર રાખવામાં આવેલી. ભીમરામ આંબેડકરના પિતા મિલિટરીમાં સુબેદાર હોદ્દા પર હતા અને લશ્કરી શાળામાં હેડ માસ્ટર હતા. નાનાપણથી તેમને સારા સંસ્કાર મળ્યા હતા. તેમની પત્નીનું નામ રમાબાઈ હતુ.
ભીમરાવ આંબેડકરનું જીવન સંઘર્ષ
ભીમરામ આંબેડકરને જીવનમાં નાનપણથી ઘણા સંધર્ષ કરવા પડ્યા છે. તેઓ એક દલિત પરિવારમાંથી આવતા હોવાથી શાળામાં અભ્યાસ દરમિયાન ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમનું સાથે જોડાયેલા ડો.આંબેડકરે બાળપણમાં અનેક યાતનાઓ સહન કરી હતી જેની તેમના વ્યક્તિત્વ પર ઊંડી અસર પડી હતી. તેમણે મુંબઇની એલિફન્સ્ટન હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો અને 1907માં મેટ્રીકની પરીક્ષા પાસ કરી. 1912માં અંગ્રેજી વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાં બીએની પરીક્ષા પાસ કરી.
ભીમરાવ આંબેડકરને વડોદરાના મહારાજ ગાયકવાડે ભણવા વિદેશ મોકલ્યા
ભીમરાવ આંબેડકરને 1913માં વડોદરાના તત્કાલિન મહારાજ સયાજીરાવ ગાયકવાડે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલ્યા હતા. તેમણે વિદેસમાંથી 1915માં કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી એમએ અને ત્યારબાદ પીએચડીની ડિગ્રી મેળવી હતી. વિદેશથી પરત આવતા તેમને વડોદરા રાજ્યના મિલિટરી સેક્રેટરી બનાવવામાં આવ્યા. ત્યારબાદ તેમણે ઘણી કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી.
ભારતના બંધારણના પિતા – ડો. બાબાસાહેસ આંબેડકર
ડો. બાબાસાહેસ આંબડેકર કાયદાશાસ્ત્રી હતા. ભારતના બંધારણી રચનામાં તેમનું અમૂલ્ય યોગદાન છે. આથી તેમને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. આંબેડકર આઝાદી પછી ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન બન્યા.
1946માંમાં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. દિલ્હીમાં યોજાયેલી પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં આંબેડકર ભારતના બંધારણના માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા હતા. 29 એપ્રિલ 1947માં બંધારણ સભાએ અશ્પૃશ્યતા કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ કર્યો.
બાબાસાહેબને ઘણા યુનિવર્સિટીઓએ ઉંચી પદવીથી નવાજ્યા છે. 5 જૂન 1952માં કોલમ્બિયા યુનિવર્સીટીએ તેમને ડોક્ટર એટ લોની પદવીથી સમ્માનિત કર્યા હતા. 12 જાન્યુઆરી 1953માં ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને ડોક્ટર ઓફ લીટરેચરની પદવીથી સમ્માનિત કર્યા હતા.
બૌદ્ધ ધર્મ અંગીકાર
ડૉ. બાબાસાહેસ આંબેડકરે દુનિયાન તમામ મહાન ધર્મોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમણે બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખ્યા હતા. બાબાસાહેસ આંબેડકરે 14 ઓક્ટોબર 1956માં નાગપુર દીક્ષાભૂમિ માં 6 લાખ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.
આ પણ વાંચો | ભારતના પ્રથમ અબજોપતિ કોણ હતા? જેમની ખાણમાંથી નીકળ્યો હતો કોહીનૂર, સંપત્તિ જાણી ચોંકી જશો
બાબાસાહેસ આંબેડકરનું નિધન
આઝાદી બાદ વર્ષ સ્વતંત્ર ભારતમાં 1952માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં બાબાસાહેબ આંબેડકર મુંબઇથી સાંસદ તરીકે ઉભા રહ્યા હતા જો કે કાજરોલકર સામે તેમની હાર થઈ. ત્યારબાદ માર્ચ 1952માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા હતા. ખરાબ તબિયતને કારણે આંબેડકર બહુ લાંબુ જીવી શક્યા નહી. બાબાસાહેબ આંબેડકરે 6 ડિસેમ્બર 1956માં દિલ્લીમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભીમરાવ આંબેડકરે પોતાનું આખું જીવન અસ્પૃશ્યતા અને જાતિવાદ જેવા સામાજિક દૂષણો સામેના સંઘર્ષમાં વિતાવ્યું હતું. તેમની માનવાધિકાર ચળવળો, તેમની વિદ્વત્તા સમગ્ર વિશ્વમાં જાણીતી છે.





