બાંગ્લાદેશ હિંસા : હિન્દુઓની સુરક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહે બનાવી કમિટી, પીએમ મોદીએ વ્યક્ત કરી હતી ચિંતા

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ છે. આવી સ્થિતિમાં સરહદ પર નજર રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે

Written by Ashish Goyal
August 09, 2024 17:05 IST
બાંગ્લાદેશ હિંસા : હિન્દુઓની સુરક્ષા માટે ગૃહમંત્રી અમિત શાહે બનાવી કમિટી, પીએમ મોદીએ વ્યક્ત કરી હતી ચિંતા
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તણાવપૂર્ણ સ્થિતિ છે. આવી સ્થિતિમાં સરહદ પર નજર રાખવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે, જેની જાણકારી ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી છે. આ કમિટીની અધ્યક્ષતા એડીજી, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇસ્ટર્ન કમાન્ડ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી સમિતિના સભ્યો બાંગ્લાદેશમાં તેમના સમકક્ષો સાથે વાતચીત કરશે, જેથી ત્યાં વસતા હિન્દુઓ સહિત લઘુમતીઓની સલામતી સુનિશ્ચિત કરી શકાય.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલી સ્થિતિને જોતા મોદી સરકારે ભારત-બાંગ્લાદેશ સીમા પર સ્થિતિ પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં તેના સમકક્ષો સાથે સંવાદ જાળવી રાખશે, જેથી ત્યાં વસતા ભારતીય નાગરિકો, હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરી શકાય.

બાંગ્લાદેશની કટોકટી પર અમિત શાહ એક્શનમાં

બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરોમાં ઘૂસીને બદમાશો દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી છે. એટલું જ નહીં અનેક હિંદુઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. ઉપદ્રવીઓ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી રહ્યા છે, જેના કારણે ત્યાંના હિન્દુઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો – બાંગ્લાદેશ ભારત સરહદ પર હાઇ એલર્ટ, આતંકવાદીઓ ઘૂસણખોરીની ફિરાકમાં

આવી ભયાવહ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માત્ર સમિતિની જાહેરાત જ નથી કરી, પરંતુ એ પણ જણાવ્યું છે કે તે સમિતિના વડા કોણ હશે. તેમણે કહ્યું છે કે આ સમિતિની અધ્યક્ષતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ ઇસ્ટર્ન કમાન્ડના એડીજી કરશે.

પીએમ મોદીએ વ્યક્ત કરી હતી ચિંતા

બાંગ્લાદેશના નોબેલ પુરસ્કાર વિજેતા અને જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ યુનુસને તેમની નવી જવાબદારી સંભાળવા માટે શુભેચ્છા પાઠવી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ