Bangladesh Crisis : શા માટે બાંગ્લાદેશી નાગરિકો ભારત આવી રહ્યા છે? ત્રિપુરામાં BSFએ 15 લોકોનું ગ્રૂપ પકડ્યું, સુરક્ષા વધારાઈ

Bangladesh Crisis : ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને 12 થી 15 બાંગ્લાદેશી નાગરિકોના જૂથે પહરમુરા બોર્ડર ચોકી પાસે દિવસ દરમિયાન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

Written by Ankit Patel
August 13, 2024 07:15 IST
Bangladesh Crisis : શા માટે બાંગ્લાદેશી નાગરિકો ભારત આવી રહ્યા છે? ત્રિપુરામાં BSFએ 15 લોકોનું ગ્રૂપ પકડ્યું, સુરક્ષા વધારાઈ
ભારતીય સીમા સુરક્ષા ફોર્સ photo- facebook

Bangladesh Crisis : બાંગ્લાદેશમાં સ્થિતિ સુધરતી જણાતી નથી. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે પણ લઘુમતીઓ પર વધી રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મોટી સંખ્યામાં લોકો સરહદ પાર કરીને ભારતમાં આવવા માંગે છે, પરંતુ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ઘૂસણખોરીના આવા ઘણા પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. સોમવારે ત્રિપુરાના ખોવાઈ જિલ્લામાં બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરી રહેલા કેટલાક લોકો ઝડપાયા હતા. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને 12 થી 15 બાંગ્લાદેશી નાગરિકોના જૂથે પહરમુરા બોર્ડર ચોકી પાસે દિવસ દરમિયાન ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતમાં પ્રવેશવાના સતત પ્રયાસો શા માટે?

એવી પણ માહિતી છે કે પોલીસે રવિવારે રાત્રે અગરતલાની સીમમાં આવેલા નંદનનગર ક્વાર્ટર ચૌમુહાનીમાં ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. પત્રકારો સાથે વાત કરતા ન્યુ કેપિટલ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનના પ્રભારી સુશાંત દેબે જણાવ્યું હતું કે પોલીસને આ વિસ્તારમાં ચાર અજાણ્યા લોકો ફરતા હોવાની બાતમી મળી હતી અને તેઓને પકડી લેવામાં આવ્યા હતા.

હવે સવાલ એ થાય છે કે લોકો ભારત તરફ કેમ આગળ વધી રહ્યા છે? તો આનો એક જવાબ ‘અસુરક્ષાની લાગણી’ તરીકે ગણી શકાય. બાંગ્લાદેશમાં જે ઝડપે પરિસ્થિતિ બદલાઈ છે તે જોતાં ત્યાં સ્થિરતા લાવવાનું સરળ નથી લાગતું. લઘુમતીઓ પર વધતા હુમલા અંગે પણ ચિંતા વધી રહી છે.

દરમિયાન, બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર કહે છે કે તે વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી હિન્દુઓ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ પરના હુમલાઓને રોકવા માટે કામ કરી રહી છે. મુસ્લિમ બહુમતી ધરાવતા બાંગ્લાદેશમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી ધર્મ છે અને તેમાંથી ઘણા હસીનાની પાર્ટી અવામી લીગના સમર્થકો છે. જેમના પર સતત હુમલા વધ્યા છે.

આ પણ વાંચોઃ- Iran Israel Tension: મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા, અમેરિકા એ મિસાઇલ થી સજ્જ યુદ્ધ જહાજ મોકલ્યા

અગરતલામાં અટકાયતમાં લેવાયેલા શખ્સોએ શરૂઆતમાં ભારતીય નાગરિક હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં પૂછપરછ દરમિયાન તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓ છપાઈ નવાબગંજ જિલ્લાના બાંગ્લાદેશી નાગરિકો છે. તેમની ઓળખ અબ્દુલ કલામ, કમરૂલ ઝમાન, નબીર હુસૈન અને મોહમ્મદ ઝુબેર તરીકે થઈ હતી. તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

BSFએ સરહદની સુરક્ષા વધારી

બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખીને BSFએ આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ વધારી દીધી છે. BSF (ત્રિપુરા ફ્રન્ટિયર્સ)ના ઈન્સ્પેક્ટર જનરલ પટેલ પીયૂષ પુરુષોત્તમ દાસે પણ પાડોશી દેશમાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને ગયા અઠવાડિયે ઉત્તર ત્રિપુરા અને ઉનાકોટી જિલ્લાના સરહદી વિસ્તારોની બે દિવસીય મુલાકાત લીધી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ