UP CM Yogi Adityanath : શુક્રવારે બરેલીમાં થયેલા હંગામા મામલે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ખૂબ જ આકરી ટિપ્પણી કરી છે. શનિવારે એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રીએ કહ્યું કે તમે ગઈકાલે બરેલીની અંદર જોયું હશે. તે મૌલાના ભૂલી ગયા કે સત્તામાં કોણ છે. તે માનતા હતા કે તેઓ ધમકી આપશે અને અમે બળજબરીથી જામ કરીશું. અમે કહ્યું જામ નહીં થાય, કર્ફ્યુ પણ નહીં લાગે, પરંતુ કર્ફ્યુનો પાઠ તમને એવો શીખવાડીશું કે તમારી આવનારી પેઢી રમખાણો કરવાનું ભૂલી જશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લખનૌમાં ‘વિકસિત ઉત્તર પ્રદેશ વિઝન @ 2047’ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરી રહ્યા હતા.
અમે કર્ફ્યુ પણ લાગવો દીધો નહીં
સીએમ યોગીએ વધુમાં કહ્યું કે આ કઈ રીત છે તે તમે સિસ્ટમને બ્લોક કરવા માંગો છો. 2017 પહેલા આવું જ થતું હતું અને અમે કહી શકીએ કે 2017 પછી અમે કર્ફ્યુ પણ લાગવા દીધો નથી. તે જે પ્રકારની ભાષા સમજતા હતા તે પ્રકારની ભાષાથી તેમને સમજાવીને તેમને સજા આપવાનું કામ પણ કર્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની ગ્રોથ સ્ટોરી અહીંથી શરૂ થાય છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પર્વ અને તહેવારો દરમિયાન હંગામો શરૂ થઈ જતો હતો, હવે તોફાની તત્વો અને ઉપદ્રવીઓને ખબર પડશે. તેમને સાત પેઢીઓ યાદ આવી જશે કારણ કે ક્યારેક લોકોની ખરાબ આદતો દૂર થતી નથી, તેના માટે તેમની ડેટિંગ-પેંન્ટીગ કરાવવી પડે છે. જેથી આપણે તેમની ખરાબ આદતોનો ઈલાજ કરી શકીએ.
આ પણ વાંચો – UNGA માં નેતન્યાહુએ કહ્યું – કામ ખતમ કરીશું, ઇઝરાયેલ ઝૂકશે નહીં
બરેલીમાં થઇ હતી બબાલ
શુક્રવારની નમાઝ બાદ બરેલીમાં મોટો હંગામો થયો હતો. ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝાના આહ્વાન પર એકઠા થયેલા લોકોએ જબરજસ્તી જુલૂસ કાઢ્યું હતું અને આ દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટના બની હતી. જવાબમાં પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.
પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરી હતી અને મૌલાના તૌકીર રઝા અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના નિવેદન સાથે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પોલીસ ઉપદ્રવ સર્જનારા તત્વો સામે કડક વલણ અપનાવશે.