/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/X-account-.jpg)
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ બૈરી સ્ટેંટનના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે (તસવીર - સોશિયલ મીડિયા)
Who is Barry Stanton : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ બેરી સ્ટેન્ટનના એક્સ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે. બતાવવામાં આવી રહ્યું છે કે Barry Stanton એ પોતાના એકાઉન્ટ પરથી ભારતીયો વિરુદ્ધ નસ્લભેદી પોસ્ટ કરી હતી. આ સિવાય તેણે કેટલાક એવા કાર્ટુન પણ પોસ્ટ કર્યા હતા. જે આપત્તિજનક હતા. આ પોસ્ટ પછી Barry Stanton નો જબરજસ્ત વિરોધ થયો હતો, જે પછી X એ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો હતો.
ભારતમાં ઘણો વિરોધ થતા એકાઉન્ટ પર એક્શન લેવામાં આવી
Barry Stanton એ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ભારતીયોને ખુલ્લામાં શૌચ કરતા બતાવવામાં આવ્યા છે. તેમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે વેસ્ટર્ન દેશોથી ભારતીયોને દૂર ભગાવવામાં આવે. આ પોસ્ટ ઘણી વાયરલ થઇ હતી અને ભારતમાં તેનો ઘણો વિરોધ થયો હતો. આ પછી એકાઉન્ટ પર એક્શન લેવામાં આવી છે.
બૈરી સ્ટેંટન ભારતીયો વિરુદ્ધ નસ્લભેદી પોસ્ટ શેર કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સનો ઉપયોગ કરતો હતો. તેના એક લાખથી વધારે ફોલોઅર્સ છે. આ એકાઉન્ટને એક્સ દ્વારા વેરિફાઇ પણ કરવામાં આવ્યું છે. વિવાદિત પોસ્ટ પછી હજારો વખત રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને મેઇલ કરવામાં આવ્યા હતા. જે પછી એક્સે એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દીધો હતો.
આ પણ વાંચો - પૂર પછી હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ, 1964 પછી ઓગસ્ટમાં પ્રથમ વખત અરબી સમુદ્રમાં ચક્રવાત
કોણ છે Barry Stanton
Barry Stanton ના એક્સ બાયોમાં દાવો કરવામાં આવ્યો છે કે તે બ્રિટીશ નાગરિક છે અને પાંચ બાળકનો પિતા છે. જોકે એકાઉન્ટની ગતિવિધિઓ બીજી તરફ ઇશારો કરે છે. એવું લાગે છે કે Barry Stanton એક નકલી નામ છે અને તેનો ઉપયોગ કોઇ અજ્ઞાત ટ્રોલ દ્વારા કરવામાં આવી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us