દિવાળી પહેલા જ ખેડૂતો માટે ખુશખબર… મોદી સરકારે આપી ભેટ, આ પાક પર MSP વધારવાનો નિર્ણય

મોદી સરકારે ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રવિ પાક પર મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) વધારવાનો નિર્ણય લીધો છે. આ તહેવારાની સિઝનમાં ખેડૂતો માટે ખુશખબર છે.

Written by Rakesh Parmar
October 16, 2024 18:23 IST
દિવાળી પહેલા જ ખેડૂતો માટે ખુશખબર… મોદી સરકારે આપી ભેટ, આ પાક પર MSP વધારવાનો નિર્ણય
આ નિર્ણયને ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. (Express File Photo)

મોદી સરકારે ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતા રવિ પાક પર મિનિમમ સપોર્ટ પ્રાઈસ (MSP) વધારવાનો નિર્ણય લીધો છે. આ તહેવારાની સિઝનમાં ખેડૂતો માટે ખુશખબર છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો (DA Hike) ની પણ જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે 2026-26 માટે આ પાક પર વધારી એમએસપી

  • ઘઉં – 2277 રૂપિયાથી 2425 રૂપિયા
  • જવ – 1850 રૂપિયાથી 1980 રૂપિયા
  • ચણા – 5440 રૂપિયાથી 5650 રૂપિયા
  • મસૂર – 6425 રૂપિયાથી 6700 રૂપિયા
  • રેપસીડ/સરસો – 5650 રૂપિયાથી 5950 રૂપિયા
  • ગલગોટો – 5800 રૂપિયાથી 5940 રૂપિયા

આ નિર્ણયને ખેડૂતો માટે રાહતભર્યો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. મોદી સરકારની કેબિનેટ બેઠકમાં થયેલા ફેંસલા બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી છે. જાણકારી માટે જણાવી દઈએ કે, રવિ પાક ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાની ઋતુમાં થાય છે અને ઉનાળામાં કાપવામાં આવે છે. તેના પાકનો સમયગાળો ઓક્ટોબરથી એપ્રિલ સુધી ચાલે છે. હવે સરકારના નિર્ણયથી આ પાકની ખેતી કરનારા લોકોને ઘણી રાહત મળશે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને બિહાર જેવા રાજ્યોમાં આ પાકની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.

અશ્વિની વૈષ્ણવે કરી ઘણી જાહેરાત

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, માલવીય બ્રિજ, જે ઘણો જૂનો બ્રિજ છે તેને હવે નવા રૂંગરૂપમાં ઢાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 150 વર્ષ સુધી ચાલશે. અવરજવરના મામલે આ દુનિયાના સૌથી મોટા પુલમાં ગણાશે. તેને 2,642 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ