Today News : લોકસભાની કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગિત, બુધવારે સવારે 11 વાગે કામકાજ શરૂ થશે

Today News Update In Gujarati : સંસદ શિયાળુ સત્રમાં લોકસભામાં કાર્યવાહી બુધવાર, 3 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા SIR મુદ્દે ચર્ચા કરવાની માંગ સાતે વિપક્ષ સુત્રોચ્ચાર કરી રહ્યા છે.

Written by Ajay Saroya
Updated : December 02, 2025 23:07 IST
Today News : લોકસભાની કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગિત, બુધવારે સવારે 11 વાગે કામકાજ શરૂ થશે
Parliament : સંસદ ભવન. (Photo: @sansad_tv)

Today News Update In Gujarati : સદ શિયાળુ સત્રમાં લોકસભામાં કાર્યવાહી બુધવાર, 3 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા SIR મુદ્દે ચર્ચા કરવાની માંગ સાતે વિપક્ષ સુત્રોચ્ચાર કરી રહ્યા છે.

Read More
Live Updates

Viral Video: ભારતીય પ્રવાસી પાસેથી અફઘાનિસ્તાનમાં દુકાનદારે ના લીધા પૈસા, કહ્યું- "તમે મહેમાન છો"

Indian vlogger in Afghanistan: અફઘાનિસ્તાનના લોકો અને ત્યાંની તાલિબાન સરકાર ભારતને પોતાનો મોટો ભાઈ માને છે અને બંને ભારતીયોનું સન્માન કરે છે. આ દરમિયાન અફઘાનિસ્તાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. …અહીં વાંચો

પુતિનની ભારત યાત્રા દરમિયાન S-400 ડિફેન્સ સિસ્ટમ અને Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની ડીલ થશે ફાઇનલ? રશિયાએ શું કહ્યું

Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પુષ્ટિ કરી છે કે Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અને એસ -400 એર ડિફેન્સ સિસ્ટમ સહિતના મુખ્ય રક્ષા કરારો પર ચર્ચા થવાની અપેક્ષા છે …બધું જ વાંચો

ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમિગ્રન્ટ્સની ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે? ભારતીયો પર શું થશે અસર

અમેરિકામાં લગ્ન આધારિત ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. અચાનક ધરપકડથી ઇમિગ્રન્ટ સમુદાયો, ખાસ કરીને ભારતીયોમાં ચિંતા ઉભી થઈ છે …વધુ વાંચો

OPPO એ ઓછી કિંમતમાં શક્તિશાળી ફોન લોન્ચ કર્યો, 6500mAh બેટરી, ગેમિંગના શોખીનો માટે ખાસ, જાણો ફિચર્સ

OPPO A6x 5G Launched in India : OPPO એ ભારતમાં તેની લોકપ્રિય A-Series નો એક નવો ફોન OPPO A6x 5G લોન્ચ કર્યો છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેઓ બજેટ કિંમતે વિશ્વસનીય, લાંબી બેટરી લાઇફ વાળો, સુપર પર્ફોમન્સ આપનાર અને પ્રીમિયમ લુક વાળો સ્માર્ટફોન ઇચ્છે છે. …સંપૂર્ણ માહિતી

BJP ધારાસભ્ય પ્રેમ કુમાર બિહાર વિધાનસભાના નવા સ્પીકર

બિહાર વિધાનસભાના નવા સ્પીકર તરીકે ભાજપના ધારાસભ્ય પ્રેમ કુમારની પસંદગી કરવામાં આવી છે. પ્રેમ કુમારે કહ્યું કે, આપણી લોકશાહી પરંપરાને ધ્યાનમાં રાખતા મને મુખ્યમંત્રી અને LoP તેજસ્વ યાદવે સ્ટેપ પર સીટ ઓફર કરી હતી. હું બંને નેતાઓનું સ્વાગત કરુ છું. તેને ધન્યવાદ કહ્યું છું, અને મને જે જવાબદારી મળી છે, તેમાં સોને વિશ્વાસમાં લઇ વિધાનસભાની કાર્યવાહી ચલાવવામાં સૌને સહકાર લઇશ.

લોકસભાની કાર્યવાહી સતત બીજા દિવસે સ્થગિત, બુધવારે સવારે 11 વાગે કામકાજ શરૂ થશે

સંસદ શિયાળુ સત્રમાં સતત બીજા દિવસે હંગામો થતા કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લોકસભામાં કાર્યવાહી બુધવાર, 3 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા SIR મુદ્દે ચર્ચા કરવાની માંગ સાતે વિપક્ષ સુત્રોચ્ચાર કરી રહ્યા છે.

રાજ્યસભામાં કાર્યવાહી બપોરના 2 વાગે સુધી સ્થગિત, SIR વિશે ચર્ચા કરવા વિપક્ષની માંગણી

રાજ્યસભાની કાર્યવાહી આજે બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. SIR વિશે ચર્ચા કરવાની માંગણીને લઇ વિપક્ષ સાંસદોએ સંસદમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.

Sanchar Saathi : સંચાર સાથી એપ જાસૂસી એપ છે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન

Priyanka Gandhi On Sanchar Saathi : સંચાર સાથી એપ વિશે ટિપ્પણી કરતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, સાયબર સિક્યોરિટીની જરૂર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમ દરેક નાગરિકના ફોન પર નજર રાખવું બહાનું મળવું જોઈએ. મને નથી લાગતું કે કોઈ પણ નાગરિક ખુશ થશે. …વધુ વાંચો

કુવૈત હૈદરાબાદ ઈન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

કુવૈત હૈદરાબાદ જતી ઈન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. બોમ્બની ધમકી બાદ આ ઈન્ડિયો ફ્લાઇટનું મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

UP માં બસ અને ટ્રક વચ્ચે એક્સિડેન્ટથી આગ લાગી, 3 લોકોના મોત

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતથી બંને વાહનોમાં આગ લાગી ગઇ હતી. આ એક્સિડેન્ટમાં 3 લોકોના મોત થયા છે અને આગ લાગવાના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા છે. સોનૌલીથી દિલ્હી જઇ રહેલી બસ બલરામપુર કોતવાલી વિસ્તારમાં એક ટ્રક સાથે અથડાઇ હતી. આ ટક્કરથી બસ રોડ ઉપર લાગેતા ટ્રાન્સફોર્મરથી અથડાઇ હતી, ટ્રાન્સફોર્મરમાં વીજળીના તાર અડી જતા બસમાં આગ લાગી ગઇ હતી અને ત્યાર પછી ટ્રકમાં આગ લાગી હતી. બસમાં 25 જેટલા મુસાફરો સવાર હતા.

બંગાળની ખાડીમાં સવારે 4.2 તીવ્રતાનો ભૂકંપ

બંગાળની ખાડીમાં આજે સવારે 7.26 વાગે 4.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલીજીના રિપોર્ટ મુજબ 2 ડિસેમ્બર, 2025ના રોજ બંગાળની ખાડીમાં 7.26 વાગે 4.2 તીવ્રતનાનો ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ IST પર 35 કિમીની ઊંડાઈએ નોંધાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ, સોમવારે મોડી સાંજે હરિયાણાના કેટલાક ભાગોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ રાત્રે લગભગ 9.22 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ હરિયાણાના સોનીપતમાં 5 કિલોમીટરની ઊંડાઈએ હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ