BGMI ગેમ્સના પ્રેમીઓ માટે એક ખુશખબર છે. ભારતમાં ઓનલાઇન મોબાઇલ ગેમ્સના લેવર્સ ફરી PUBG રમવાની મજા માણી શકશે. જો કે હાલ ટેકનિકલ કારણસર તાત્કાલિક BGMI ગેમ રમવાની તક મળશે નહીં. BGMI ગેમ્સ ડેવલપ કરનાર કંપની ક્રાફ્ટન (Krafton) જણાવે છે કે, BGMI હાલ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી. કંપની તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.
BGMI ગેમ હાલ ડાઉનલોડ થશે નહીં
જેમાં જણાવાયું છે કે, “હાલમાં, BGMI માટેનો ક્લોઝ્ડ ટેસ્ટ ટ્રેક છે અને તેને અપડેટ કરવામાં આવ્યો છે. જે યુઝર્સે આ ગેમની લૉન્ચિંગ પહેલાં પબ્લિક ટેસ્ટ માટે પસંદગી કરી હતી તેઓને એક મેસેજ મળ્યો હોવાની અપેક્ષા છે. આ મેસેજ યુઝર્સને ગેમ ડાઉનલોડ કરવા માટે Play Store પર લઈ જશે.
જો કે, લિંક કામ કરશે નહી અને સર્વર બંધ હોવાના કારણે ગેમ ડાઉનલોડ પણ કરી શકાશે નહીં. અમે એ પણ સમજીએ છીએ કે કેટલાક અન્ યુઝર્સ જેમણે ક્લોઝ્ડ ટેસ્ટ ટ્રેક માટે પસંદગી કરી ન હતી તેમને પણ આ મેસેજ મળી ગયો છે. આ એક ટેકનિકલ ભૂલ છે અને અમે તેનો ઉકેલ લાવવા પર પ્રયત્ન કરી રહ્યા છીએ.”
થોડાક દિવસ અગાઉ ભારતમાં સૌથી વધુ પ્રખ્યાત ઓનલાઇન મોબાઇલ ગેમ પબજીની વાપસી થવાના અહેવાલ આવતા પબજી પ્રેમીઓમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર Battlegrounds Mobile India, જે ચાહકોમાં BGMI તરીકે પ્રખ્યાત છે, તે હવે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
યુઝર્સને કદાચ એપ સ્ટોર દ્વારા સીધું જ લિસ્ટિંગ ન મળે, જો કે જો તમે BGMI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેશો અને પ્લે બટન પર ક્લિક કરશો, તો તમને સીધા જ ડાઉનલોડ પેજ પર લઇ જવામાં આવશે. ત્યાંથી, તમે ગેમને મફતમાં ડાઉનલોડ કરી શકો છો. હાલમાં, iOS માટે Apple App Store પર આ BGMI ગેમ્સ ઉપલબ્ધ નથી, જોકે આગામી દિવસોમાં તે ઉપલબ્ધ થઈ શકે છે.
હાલ ટેકનિકલ ખામીને BGMI રમી શકાશે નહી
જો કે, એવું લાગે છે કે હાલ સર્વર-સંબંધિત સમસ્યાઓને કારણે યુઝર્સ હજી પણ BGMI ગેમ ડાઉનલોડ કરવામાં અસક્ષમ છે. આ સમસ્યા ટૂંક સમયમાં ઠીક થઈ જશે તેવી શક્યતા છે. ઇન્ડિયા ટુડે ટેક વધુ વિગતો માટે ક્રાફ્ટનનો સંપર્ક કર્યો છે.
10 મહિના પહેલા PUBG ગેમ પર પ્રતિબંધ મૂકાયો
નોંધનિય છે કે, ભારત સરકારે સુરક્ષા સંબંધિત કારણોનો હવાલો આપી લગભગ 10 મહિના પહેલા PUBG ગેમ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ ગૂગલ પ્લે સ્ટોક અને એપલ પ્લે સ્ટોરમાંથી પણ ગેમને હટાવી દેવામાં આવી હતી.
આ મોબાઇલ ગેમની કંપની Krafton પર PUBG mobile india માટે માત્ર ચાઇનીઝ કર્મચારઓની નિમણુંક કરવાનો આરોપ મૂકાયો હતો. પ્રતિબંધ મૂકાયો ત્યા સુધીમાં BGMI એ ભારતીય બજારમાં એન્ડ્રોઇડ પર રહેલી સૌથી વધારે કમાણી કરનાર એન્ડ્રોઇડ એપ્સ પૈકીની એક હતી.
નવા ફેરફારો અને શરતો સાથે BGMIની ભારતમાં વાપસી
PUBG ની વાપસી નવા ફેરફારો અને ભારત સરકારની નવી શરતો સાથે થઇ રહી છે. બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઇન્ડિયા (BGMI) ભારતમાં મોબાઇલ પર રમવા માટે ફરી ઉપલબ્ધ થશે. પ્રતિબંધ ઉઠાવવા બદલ કંપનીના સીઇઓ સીન હ્યૂનિલ સોહને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે, BGMIના કામગીરી ફરીથી શરૂ કરવા માટે અમે ભારત સરકારના બહુ આભારી છીએ. આ સમાચાર બાદ પબજી ગવર્સમાં ખુશીની લહેર ફેલાઇ ગઇ હતી.
PUBGના રીબ્રાન્ડેડ વર્ઝન સ્વરૂપે ક્રાફ્ટન કંપનીએ થોડાક ફેરફારો સાતે તેને રિલોન્ચ કરી છે. સરકારે BGMIને જણાવ્યું કે, જો સર્વર લોકેશ અને ડેટા સિક્યોરિટીને લઇને હવે કોઇ સમસ્યા નથી. તો તમે ત્રમ મહિનાનું ટ્રાયલ કરી શકો છો.
ત્રણ મહિનાની ટ્રાયલ દરમિયાન સરકાર યુઝર્સની સુરક્ષા અને લતનું ધ્યાન રાખશે. નોંધનિય છે કે, Krafton કંપનીએ ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સ ઇકોસિસ્ટમ્સમાં 10 કરોડ ડોલરનું રોકાણ કર્યુ છે. કંપનીએ એવો દાવો કર્યો હતો કે જુલાઇ 2022માં 10 કરોડ રજિસ્ટર્ડ પ્લેયર્સ હતા.