Bihar Assembly Election 2025, BJP Bihar Candidates List : ભારતીય જનતા પાર્ટીએ બુધવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ યાદીમાં અલીનગર વિધાનસભા બેઠક પરથી લોક ગાયિકા મૈથિલી ઠાકુરનું નામ છે. આ પહેલા ભાજપે પ્રથમ યાદીમાં 71 ઉમેદવારોની જાહેરાત કરી હતી.
મૈથિલી સિવાય હાયાઘાટથી રામચંદ્ર પ્રસાદ, મુઝફ્ફરપુરથી રંજન કુમાર, ગોપાલગંજથી સુભાષ સિંહ, વાણિયાપુરથી કેદારનાથ સિંહ, છપરાથી છોટી કુમારી, સોનપુરથી વિનય કુમાર સિંહ, રોસડથી વિરેન્દ્ર કુમાર, બાઢથી સિયારામ સિંહ, અગીઆંવથી મહેશ પાસવાન, શાહપુરથી રાકેશ ઓઝા અને બક્સરથી પૂર્વ આઈપીએસ આનંદ મિશ્રાના નામની જાહેરાત કરવામાં આવી છે.
ટિકિટ મળી ત્યારે આનંદ મિશ્રાએ શું કહ્યું?
આનંદ મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે ભાજપે મારા પર વિશ્વાસ કર્યો છે અને મને જવાબદારી સોંપી છે. તેમણે કહ્યું કે તમામ કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ અને એનડીએ નેતાઓના સમર્થનથી હું નવું બક્સર બનાવવાનો પ્રયાસ શરૂ કરીશ. મને ખાતરી છે કે તે એક જમીની ક્ષણ હશે. આ માત્ર ચૂંટણી નહીં હોય, પરંતુ તેમાં જનભાગીદારી હશે. મને મારી પાર્ટીની જીતનો વિશ્વાસ છે. અમારું પુરું સંગઠન તેમાં સંપૂર્ણ તાકાત સાથે આગળ વધશે. અમને 100% વિશ્વાસ છે કે અમે અહીં જીતીશું.
જનતા દળ યુનાઇટેડે 57 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી
બિહાર ચૂંટણી માટે જનતા દળ યુનાઇટેડે 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. એનડીએ સાથે ગઠબંધન હેઠળ જેડીયુને 101 બેઠક મળી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. જેડીયુએ મંત્રી વિજય કુમાર ચૌધરીને સરાય રંજનમાંથી ટિકિટ આપી છે. આલમનગરમાંથી નરેન્દ્ર નારાયણ યાદવ, બિહારીગંજમાંથી નિરંજનકુમાર મહેતા, સિંઘેશ્વરમાંથી રમેશ ઋષિદેવ, મધેપુરામાંથી કવિતા સાહા, માહિથીમાંથી ગંધેશ્વર શાહ અને કુશેશ્વરસ્થાનમાંથી અતિરેક કુમારને ટિકિટ આપી છે.
આ પણ વાંચો – બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપના 71 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ ક્યાંથી લડશે
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) એ 14 ઉમેદવારની યાદી જાહેર કરી
લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 14 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)29 બેઠકો પર ચૂંટણી લડશે.