બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 સીટો પર મતદાન, જાણો બધી માહિતી

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટેનું મતદાન ગુરુવારને 6 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં, 3.75 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.98 કરોડ પુરુષો, 1.76 કરોડ મહિલાઓ અને 758 થર્ડ જેન્ડર મતદાતાઓનો સમાવેશ થાય છે.

Written by Ashish Goyal
Updated : November 05, 2025 23:39 IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 સીટો પર મતદાન, જાણો બધી માહિતી
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટેનું મતદાન ગુરુવારને 6 નવેમ્બરે થશે (તસવીર - financialexpress)

Bihar Assembly Election 2025 First Phase Voting : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કા માટેનું મતદાન ગુરુવારને 6 નવેમ્બરે થશે. પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા મતવિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે મતદાન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પ્રથમ તબક્કામાં, 3.75 કરોડ મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.98 કરોડ પુરુષો, 1.76 કરોડ મહિલાઓ અને 758 થર્ડ જેન્ડર મતદાતાઓનો સમાવેશ થાય છે.

1314 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ જશે

મતદાન સાથે 1314 ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થઈ જશે, જેમાં 122 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. પાંચ વિધાનસભા મતવિસ્તારો સિમરી બખ્તિયારપુર, મહિસી, તારાપુર, મુંગેર અને જમાલપુરના તમામ મતદાન મથકો પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણી પંચે આ મતદાન મથકોને સંવેદનશીલ મતદાન મથકો તરીકે નિયુક્ત કર્યા છે.

આ દિગ્ગજોની સીટો પર મતદાન

ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદારો વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા તેમજ બિહાર સરકારના 14 મંત્રીઓનું ભાવિ નક્કી કરશે. JDU પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા અને RLSP પ્રમુખ મદન ચૌધરીની બેઠકો ઉપર પણ મતદાન થશે.

આ પણ વાંચો – બિહારમાં કોની બનશે સરકાર? મતદાન પહેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો

પહેલા તબક્કામાં કઈ બેઠકો પર મતદાન થશે?

સીરીયલ નંબરસીટનું નામ
1આલમનગર
2બિહારીગંજ
3સિંહેશ્વર (SC)
4મધેપુરા
5સોનબરસા (SC)
6સહરસા
7સિમરી બખ્તિયારપુર
8મહિસી
9કુશેશ્વર અસ્થાન (SC)
10ગૌરા બૈરામ
11બેનીપુર
12અલીનગર
13દરભંગા ગ્રામીણ
14દરભંગા
15હયાઘાટ
16બહાદુરપુર
17કેઓટી
18જલે
19ગાયઘાટ
20ઓરાઈ
21મીનાપુર
22બોચાહન (SC)
23સકરા (SC)
24કુર્હાની
25મુઝફ્ફરપુર
26કાંતિ
27બરુરાજ
28પારુ
29સાહેબગંજ
30બૈકુંઠપુર
31બરૌલી
32ગોપાલગંજ
33કુચાઈકોટ
34ભોર (SC)
35હથુઆ
36સિવાન
37જીરાદેઈ
38દારૌલી (SC)
39રઘુનાથપુર
40દારુંડા
41બારહરિયા
42ગોરીયાકોઠી
43મહારાજગંજ
44એક્મા
45માંઝી
46બનિયાપુર
47તરૈયા
48મધૌરા
49છાપરા
50ગરખા (SC)
51એમનૂર
52પારસા
53સોનપુર
54હાજીપુર
55લાલગંજ
56વૈશાલી
57મહુઆ
58રાજા પાકર (SC)
59રાઘોપુર
60મહનાર
61પાતેપુર (SC)
62કલ્યાણપુર (SC)
63વારિસનગર
64સમસ્તીપુર
65ઉજિયારપુર
66મોરવા
67સરાયરંજન
68મોહિઉદ્દીનનગર
69વિભૂતિપુર
70રોસેરા (SC)
71હસનપુર
72ચેરીયા-બરીયારપુર
73બછવારા
74તેઘરા
75માટીહાની
76સાહેબપુર કમાલ
77બેગુસરાય
78બખરી (SC)
79અલૌલી (SC)
80ખાગરીયા
81બેલદૌર
82પરબત્તા
83તારાપુર
84મુંગેર
85જમાલપુર
86સૂર્યગઢ
87લખીસરાય
88શેખપુરા
89બારબીઘા
90અસ્થાવન
91બિહાર શરીફ
92રાજગીર (SC)
93ઇસ્લામપુર
94હિલ્સા
95નાલંદા
96હરનોટ
97મોકામા
98બાર
99બખ્તિયારપુર
100દિઘા
101બાંકીપુર
102કુમ્હરર
103પટના સાહિબ
104ફતુહા
105દાનાપુર
106મનેર
107ફુલવારી (SC)
108મસૌરી (SC)
109પાલીગંજ
110બિક્રમ
111સંદેશ
112બારહારા
113અરા
114આગિયાઓન (SC)
115તારારી
116જગદીશપુર
117શાહપુર
118બ્રહ્મપુર
119બક્સર
120ડુમરાવ
121રાજપુર (SC)

પ્રથમ તબક્કામાં ઇન્ડિયા ગઠબંધન તરફતી RJD 73, કોંગ્રેસ 24, CPI(ML) 14 બેઠકો, CPI 5 બેઠકો પર, CPI(M) 3 બેઠકો, VIP 5 બેઠકો પર અને IIP 3 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું છે. NDA તરફથી જેડીયુ 57 બેઠકો, ભાજપ 48 બેઠકો, LJP (R) 14 બેઠકો અને RLSP 2 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આ તબક્કામાં જનસુરાજ પાર્ટી 119 બેઠકો પર અને AIMIM 8 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ