Bihar Election Results 2025 : બિહાર ચૂંટણી પરિણામ, NDAનો ઐતિહાસિક વિજય, બીજેપી સૌથી મોટી પાર્ટી બની

Bihar Vidhan Sabha Chunav 2025 Results : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં એનડીએએ 202 સીટો પર ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે મહાગઠબંધનનો પરાજય થયો છે. ફક્ત 35 બેઠકો મળી છે

Written by Ankit Patel
Updated : November 14, 2025 23:46 IST
Bihar Election Results 2025  : બિહાર ચૂંટણી પરિણામ,  NDAનો ઐતિહાસિક વિજય, બીજેપી સૌથી મોટી પાર્ટી બની
Bihar Assembly Election Results 2025 LIVE

Bihar Vidhan Sabha Election Results 2025 Updates : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં એનડીએએ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે મહાગઠબંધનનો કારમો પરાજય થયો છે. 243 વિધાનસભા બેઠકોમાંથી એનડીએ 202 બેઠકો જીતી છે અને મહાગઠબંન ફક્ત 35 બેઠકો મળી છે. જ્યારે અન્યને 6 સીટો પર મળી છે.

એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપે 89 બેઠકો પર જીત મેળવી છે. જેડીયુએ 84 બેઠકો પર જીત મેળવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 19 બેઠકો પર જીત મેળવી છે. જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)એ 5 બેઠક પર જીત મેળવી છે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM)એ 4 બેઠક પર જીત મેળવી છે.

બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડીએ 25 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 6 બેઠકો પર જીત મેળવી છે. ડાબેરીઓને 3 બેઠક પર જીત મળી છે. અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ને 5 બેઠકો મળી છે. મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP), પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી અને તેજ પ્રતાપ યાદવની જનશક્તિ જનતા દળ (JJD) ને એકપણ બેઠક મળી નથી.

Read More
Live Updates

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : ભાજપ સૌથી મોટી પાર્ટી બન્યું, આ 89 સીટો પર જીત મેળવી, જુઓ લિસ્ટ

Bihar Assembly Election Result 2025 : બિહારમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 89 બેઠકો જીતી છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 101 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ વખતે પાર્ટીનો સ્ટ્રાઇક રેટ પ્રભાવશાળી રહ્યો છે. જુઓ કઇ સીટ પરથી કોણ જીત્યું …સંપૂર્ણ વાંચો

Bihar Election Results Live: એનડીએએ ઐતિહાસિક 202 બેઠકો જીતી

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઇ ગયા છે. જેમાં એનડીએએ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે મહાગઠબંધનનો કારમો પરાજય થયો છે. 243 વિધાનસભા બેઠકોમાંથી એનડીએ 202 બેઠકો જીતી છે અને મહાગઠબંન ફક્ત 35 બેઠકો મળી છે. જ્યારે અન્યને 6 સીટો પર મળી છે. એનડીએમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપે 89 બેઠકો પર જીત મેળવી છે. જેડીયુએ 84 બેઠકો પર જીત મેળવી છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)એ 19 બેઠકો પર જીત મેળવી છે. જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (HAM)એ 5 બેઠક પર જીત મેળવી છે. રાષ્ટ્રીય લોક મોરચા (RLM)એ 4 બેઠક પર જીત મેળવી છે. બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડીએ 25 બેઠકો પર જીત મેળવી છે. કોંગ્રેસે 6 બેઠકો પર જીત મેળવી છે. ડાબેરીઓને 3 બેઠક પર જીત મળી છે. અસદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ને 5 બેઠકો મળી છે. મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP), પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી અને તેજ પ્રતાપ યાદવની જનશક્તિ જનતા દળ (JJD) ને એકપણ બેઠક મળી નથી.

Bihar Election Results Live: બિહારમાં લોકોએ જંગલ રાજને નકારી કાઢ્યું - એકનાથ શિંદે

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બિહારમાં NDAની જીત પર કહ્યું કે લોકોએ જંગલ રાજને નકારી કાઢ્યું છે, વિકાસ સ્વીકાર્યો છે અને વડા પ્રધાન મોદીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નોટ ચોરી કરનારાઓ વોટ ચોરીનો આરોપ લગાવે છે. બિહારના લોકોને મળેલ જીત વડા પ્રધાનમાં તેમના વિશ્વાસનું પ્રતીક છે અને નીતિશ કુમારે જંગલ રાજને ખતમ કરવાનું કામ કર્યું છે, તેથી લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું છે અને આ જીત મેળવી છે. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાયુતિ બધે જીતશે.

હવે બંગાળથી પણ જંગલરાજને ઉખાડી ફેંકીશું, બિહાર જીત પછી મમતા બેનર્જીને પીએમ મોદીનો પડકાર

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી …વધુ માહિતી

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : શા માટે તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનનો થયો પરાજય, જાણો કારણ

Bihar Assembly Election Result 2025 : આરજેડી અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ સ્વાભાવિક છે કે જ્યારે મહાગઠબંધને આ વખતે નોકરીના આટલા મોટા વચનો આપ્યા હતા, નીતિશ કુમાર સામે એન્ટી ઇન્કમબેન્સી હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે તેમનો કારમો પરાજય કેવી રીતે થયો? એવી કઈ ભૂલો હતી જેના કારણે તેજસ્વી યાદવ ફરી એકવાર સત્તાની ખુરશીથી દૂર રહ્યા?
વધુ વાંચો

પીએમ મોદીએ કહ્યું - આ પ્રચંડ જીત છે

Bihar Election Results Live: એનડીએ 202 બેઠકો પર આગળ

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઇ રહ્યા છે. જેમાં એનડીએએ ઐતિહાસિક જીત મેળવી છે. જ્યારે મહાગઠબંધનનો પરાજય થયો છે. 243 બેઠકોમાંથી 202 બેઠકો પર આગળ છે અને મહાગઠબંન ફક્ત 35 બેઠકો પર આગળ છે. જ્યારે અન્ય 6 સીટો પર આગળ છે.

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : સમ્રાટ ચૌધરીથી લઇને તેજસ્વી યાદવ સુધી, આ 9 હોટ સીટો પર શું રહ્યું પરિણામ

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએ પ્રચંડ જીત મેળવી છે. 243 વિધાનસભા બેઠકોમાં એનડીએ 201 સીટો પર આગળ છે. અહીં અમે તમને બિહારની હોટ સીટો પર શું રહ્યું પરિણામ તેની વિગતો જણાવી રહ્યા છીએ
વધુ વાંચો

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2025 : શું તેજસ્વી યાદવ વિપક્ષ નેતા પણ નહીં બની શકે? જાણો કેટલી સીટો જોઇએ

Bihar Assembly Election Result 2025 : બિહારમાં એનડીએએ પ્રચંડ વિજય મેળવ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીના ટ્રેન્ડ મુજબ એનડીએ 206 બેઠકો પર આગળ છે. જ્યારે મહાગઠબંધન માત્ર 30 બેઠકો પર આગળ છે. જો અમુક નિશ્ચિત સંખ્યામાં સીટ નહીં આવે તો વિપક્ષના નેતા પણ બની શકશે નહીં …વધુ માહિતી

Bihar Election Results Live: મહાગઠબંધનની ખરાબ સ્થિતિમાં

મત ગણતરીમાં NDA 209 બેઠકો પર આગળ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. મહાગઠબંધનના વિનાશક પ્રદર્શનનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેના તમામ પક્ષો ફક્ત 29 બેઠકો પર આગળ છે. AIMIM જેવા પ્રાદેશિક પક્ષો પણ તેમની પહોંચ વધારી રહ્યા છે. ઓવૈસીની પાર્ટી સાથે જોડાયેલા ઉમેદવારો છ બેઠકો પર આગળ છે.

Bihar Election Results Live: જનતા દળના ઉમેદવાર મહેશ્વર હઝારીની જીત

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો વચ્ચે જનતા દળના ઉમેદવાર મહેશ્વર હઝારીની જીત થઈ છે. મહેશ્વર હજારીએ કલ્યાણપુર 131 બેઠક ઉપરથી 38,586 મતના માર્જીન સાથે જીત નોંધાવી છે.

Bihar Election Results Live: પીએમ મોદી સાંજે 6 વાગ્યે ભાજપ મુખ્યાલય પહોંચશે, બિહારમાં પ્રચંડ જીત બાદ દિલ્હીમાં ઉજવણી

બિહારમાં NDA પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. પટનાથી દિલ્હી સુધી ઉજવણી ચાલી રહી છે. આ દરમિયાન, સૂત્રો સૂચવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે ભાજપ મુખ્યાલય પહોંચશે અને પક્ષના કાર્યકરોને સંબોધિત કરશે. પીએમ મોદી વિપક્ષ, મોટે ભાગે કોંગ્રેસ અને RJD પર વધુ એક જોરદાર હુમલો કરે તેવી અપેક્ષા છે. તેઓ મત ચોરીના મુદ્દા પર રાહુલ ગાંધી પર પણ હુમલો કરી શકે છે. આ બધા વચ્ચે, દિલ્હી ભાજપ મુખ્યાલયમાં લિટ્ટી-ચોખા મિજબાનીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાથી પક્ષના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Bihar Election Results Live: દાનાપુરમાં રામકૃપાલ યાદવ નિર્ણાયક લીડ પર

દાનાપુરમાં, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને વર્તમાન ઉમેદવાર રામકૃપાલ યાદવે આરજેડીના રિતલાલ યાદવ પર નોંધપાત્ર લીડ મેળવી છે. 25 રાઉન્ડની મતગણતરી પછી, રામકૃપાલ યાદવ 22,490 મતોની લીડ પર છે. તેમને 1,01,658 મત મળ્યા. ગણતરીના ફક્ત પાંચ રાઉન્ડ બાકી છે.

Bihar Election Results Live: બિહારમાં બીજેપી તોડશે પોતાનો જૂનો રેકોર્ડ?

બિહારમાં ભાજપ 95 સીટો ઉપર આગળ ચાલી રહી છે. જો આ આંકડો સ્પર્શી જાય તો આ ભાજપ દ્વારા બિહારમાં જીતેલી સૌથી મોટી સંખ્યાની સીટો હશે. રાજ્યમાં જદયુ 82 સીટો ઉપર અને રાજદ 25 સીટો ઉપર આગળ ચાલી રહી છે.

Bihar Election Results Live: બિહાર ચૂંટણીમાં NDAએ બેવડી સદી ફટકારી

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ બેવડી સદી ફટકારી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, ભાજપ 90 બેઠકો પર, JDU 81 બેઠકો પર, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 21 બેઠકો પર, રાષ્ટ્રીય લોક મોરચા 4 બેઠકો પર અને હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) 4 બેઠકો પર આગળ છે. આનો અર્થ એ થયો કે NDA કુલ 200 બેઠકો પર આગળ છે.

Bihar Election Results Live: બિહારમાં NDAને ઐતિહાસિક સમર્થન મળ્યું : નીતિન ગડકરી

બિહારમાં NDAએ બહુમતીના આંકડાને પાર કર્યા અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “બિહારના લોકોએ NDAને જે સમર્થન આપ્યું છે તે ઐતિહાસિક છે. બિહારના લોકોએ ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ માટે પોતાનો ટેકો વ્યક્ત કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં PM મોદી અને નીતિશ કુમારના નેતૃત્વમાં કરવામાં આવેલ કાર્ય સફળ રહ્યું છે, અને લોકોએ અમને વિજયી બનાવ્યા છે. હું આ માટે બિહારના લોકોનો આભાર માનું છું.”

Bihar Election Results Live: કોંગ્રેસ માત્ર ચાર બેઠકો પર આગળ

બપોરે 3 વાગ્યે ECI દ્વારા શેર કરાયેલા ડેટા શાસક NDA ની તરફેણમાં વલણો દર્શાવે છે, જેમાં ભાજપ 92 બેઠકો પર, JDU 83 બેઠકો પર અને ચિરાગ પાસવાન 29 બેઠકોમાંથી 20 બેઠકો પર આગળ છે. દરમિયાન, મહાગઠબંધન પાછળ છે, જેમાં RJD માત્ર 26 બેઠકો પર અને કોંગ્રેસ માત્ર ચાર બેઠકો પર આગળ છે.

Bihar Election Results Live: મત ગણતરી વચ્ચે આ વિસ્તારો પર લોકોની નજર

મત ગણતરી ચાલી રહી છે ત્યારે બધાનું ધ્યાન રાઘોપુર, મહુઆ, તારાપુર, મોકામા, અલીગંજ, સિવાન અને છાપરા વિધાનસભા મતવિસ્તારના પરિણામો પર કેન્દ્રિત છે. તેજસ્વી યાદવ રાઘોપુરમાં પાછળ છે. દરમિયાન, આરજેડીના ખેસારી લાલ યાદવ પણ છાપરામાં પાછળ છે. જનતા દળ (યુનાઇટેડ) એ આ વખતે અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું છે. પરિણામે, જેડીયુના વડા અને રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેલા નીતિશ કુમાર સતત પાંચમી વખત ચૂંટાશે તે નિશ્ચિત લાગે છે.

Bihar Election Results Live: એલજેપી રામવિલાસ પાર્ટીના ભવ્ય વિજય વિશે સાંસદ શામ્ભવી ચૌધરી શું કહે છે?

એલજેપી રામવિલાસ પાર્ટીના ભવ્ય વિજય વિશે સાંસદ શામ્ભવી ચૌધરી શું કહે છે? આ સાંભળો

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : શું AIMIM ચીફ અસબુદ્દીન ઓવૈસીને ‘કટ્ટરપંથી’ કહેવો તેજસ્વી યાદવને ભારે પડ્યું?

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : મહાગઠબંધનમાં સ્થાન ન મળતા ઓવૈસી અન્ય કેટલાક પક્ષો સાથે મળીને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઉતર્યા હતા, પરંતુ ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે ઓવૈસીને કટ્ટરપંથી કહેવાથી તેજસ્વી યાદવને નુકસાન થયું છે …વધુ વાંચો

Bihar Election Results Live: આ બેઠકો પર આગળ ચાલી રહેલા ભાજપના ઉમેદવારો, સંપૂર્ણ સૂચિ જુઓ

રામનગર (2)- નંદ કિશોર રામ

નરકટિયાગંજ (3)- સંજય કુમાર પાંડે

બગાહા (4)- રામ સિંહ

લૌરિયા (5)- વિનય બિહારી

નૌતન (6)- નારાયણ પ્રસાદ

ચાણપટિયા (7)- ઉમાકાંત સિંહ

બેતિયા (8)- રેણુ દેવી

રક્સૌલ (10) – પ્રમોદ કુમાર સિંહા

હરસિદ્ધિ (13)- કૃષ્ણનંદન પાસવાન

કલ્યાણપુર (16)- સચિન્દ્ર પ્રસાદ સિંહ

પિપરા (17)- શ્યામ બાબુ પ્રસાદ યાદવ

મધુબન (18) – રાણા રણધીર

મોતિહારી (19)- પ્રમોદ કુમાર

ચિરૈયા (20)- લાલ બાબુ પ્રસાદ ગુપ્તા

ઢાકા (21)- પવન કુમાર જયસ્વાલ

રીગા (23)- બૈદ્યનાથ પ્રસાદ

બથનાહા (24)- અનિલ કુમાર

પરિહાર (25) – ગાયત્રી દેવી

સીતામઢી (28)- સુનિલ કુમાર પિન્ટુ

બેનીપટ્ટી (32)- વિનોદ નારાયણ ઝા

ખજૌલી (33)- અરુણ શંકર પ્રસાદ

રાજનગર (37)- સુજીત કુમાર

ઝાંઝરપુર (38)- નીતિશ મિશ્રા

છતપુર (45)- નીરજ કુમાર સિંહ

નરપતગંજ (46)- દેવાંતી યાદવ

ફરીદપુર (48)- વિદ્યા સાગર કેશરી

સિક્તિ (51)- વિજય કુમાર મંડલ

બનમંખી (59)- કૃષ્ણકુમાર ઋષિ

પૂર્ણિયા (62)- વિજય કુમાર ખેમકા

કટિહાર (63)- તારકિશોર પ્રસાદ

પ્રાણપુર (66)- નિશા સિંહ

કોડા (69)- કવિતા દેવી

સહરસા (75)- આલોક રંજન

ગૌડાબૌરમ (79)- સુજીત કુમાર

અલીનગર (81)- મૈથિલી ઠાકુર

દરભંગા (83)- સંજય સરોગી

હયાઘાટ (84) – રામ ચંદ્ર પ્રસાદ

કેવતી (86)- મુરારી મોહન ઝા

જલે (87)- જીવેશ કુમાર

ઔરાઈ (89) – રામા નિષાદ

મુઝફ્ફરપુર (94)- રંજન કુમાર

બરુરાજ (96)- અરુણ કુમાર સિંહ

સાહેબગંજ (98)- રાજુ કુમાર સિંહ

બૈકુંથપુર (99)- મિથિલેશ તિવારી

ગોપાલગંજ (101)- સુભાષ સિંહ

સિવાન (105)- મંગલ પાંડે

દારુંડા (109) – કર્ણજીત સિંહ ઉર્ફે વ્યાસ સિંહ

ગોરૈયાકોઠી (111) – દેવેશકાંત સિંહ

બનિયાપુર (115)- કેદારનાથ સિંહ

તરૈયા (116) – જનક સિંહ

છપરા (118) – છોટી કુમારી

એમનૌર (120) – કૃષ્ણ કુમાર મન્ટુ

સોનપુર (122)- વિનય કુમાર સિંહ

હાજીપુર (123)- અવધેશ સિંહ

લાલગંજ (124)- સંજય કુમાર સિંહ

રાઘોપુર (128)- સતીશ કુમાર

પાતેપુર (130)- લખેન્દ્રકુમાર રોશન

રોસેરા (139)- બિરેન્દ્ર કુમાર

બછવારા (142)- સુરેન્દ્ર મહેતા

તેઘરા (143)- રજનીશ કુમાર

બિહપુર (152)- કુમાર શૈલેન્દ્ર

પીરપેન્ટી (154) – મુરારી પાસવાન

ભાગલપુર (156)- રોહિત પાંડે

બંકા (161)- રામ નારાયણ મંડળ

તારાપુર (164)- સમ્રાટ ચૌધરી

મુંગેર (165)- કુમાર પ્રણય

લખીસરાય (168) – વિજય કુમાર સિંહા

બિહાર શરીફ (172)- ડૉ.સુનિલ કુમાર

બારહ (179)- સિયારામ સિંહ

દિઘા (181) – સંજીવ ચૌરસિયા

બાંકીપુર (182)- નીતિન નવીન

કુમ્હરાર (183) – સંજય કુમાર

પટના સાહિબ (184) – રત્નેશ કુમાર

દાનાપુર (186)- રામ કૃપાલ યાદવ

બિક્રમ (191)- સિદ્ધાર્થ સૌરવ

બરહારા (193) – રાઘવેન્દ્ર પ્રતાપ સિંહ

આરા (194) – સંજય સિંહ (ટાઈગર)

આગિયાં (195)- મહેશ પાસવાન

તારારી (196) – વિશાલ પ્રશાંત

શાહપુર (198)- રાકેશ રંજન

બક્સર (200)- આનંદ મિશ્રા

મોહનિયા (204)- સંગીતા કુમારી

ભાબુઆ (205) – ભારત બંધ

અરવાલ (214)- મનોજ કુમાર

ઔરંગાબાદ (223)- ત્રિવિક્રમ નારાયણ સિંહ

ગુરુઆ (225)- ઉપેન્દ્ર પ્રસાદ

ગયા ટાઉન (230)- પ્રેમ કુમાર

વજીરગંજ (234)- વીરેન્દ્ર સિંહ

હિસુઆ (236)- અનિલ સિંહ

વારિસલીગંજ (239) – અરુણા દેવી

જમુઈ (241)- શ્રેયસી સિંહ

બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ 2025, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવની સીટ પર કેવું છે પરિણામ

Bihar Assembly Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી હોટ સીટ રાધાપુર છે. અહીંથી આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ મેદાનમાં છે. જેની સામે ભાજપના ઉમેદવાર સતીશ કુમાર છે. બીજી તરફ તેજ પ્રતાપ યાદવ મહુઆ સીટ પરથી ચૂંટણી લડી રહ્ય છે …વધુ માહિતી

Bihar Election Results Live: મહુઆ વિધાનસભા ક્ષેત્રમાં તેજ પ્રતાપ યાદવ ચોથા સ્થાને

મહુઆ વિધાનસભા ક્ષેત્રમાં એલજેપીના સંજય કુમાર સિંહ 14,534 મતો સાથે આગળ છે. સિંહને 34,541 મતો મળ્યા, જ્યારે આરજેડીના મુકેશ રોશન 19,998 મતો સાથે બીજા સ્થાને રહ્યા. મહુઆ વિધાનસભા ક્ષેત્રમાં અમિત કુમાર ઉર્ફે બચ્ચા યાદવ ત્રીજા સ્થાને છે અને તેજ પ્રતાપ યાદવ ચોથા સ્થાને છે.

Bihar Election Results Live: ગાયઘાટ મતવિસ્તારમાં JDU ઉમેદવાર કોમલ સિંહ 14,765 મતોથી આગળ

મુઝફ્ફરપુર જિલ્લાના ગાયઘાટ વિધાનસભા મતવિસ્તારમાં JDU ઉમેદવાર કોમલ સિંહ 14,765 મતોથી આગળ છે. 13 રાઉન્ડની મતગણતરી પછી, JDU ઉમેદવાર કોમલ સિંહને 45,373 મત મળ્યા, જ્યારે RJD ઉમેદવાર નિરંજન રાયને 30,608 મત મળ્યા. આમ, JDU ઉમેદવાર કોમલ સિંહ 14,765 મતોથી આગળ છે.

Bihar Election Results Live:તારાપુર વિધાનસભા ક્ષેત્રમાં સમ્રાટ ચૌધરી 25,000 મતોથી આગળ

નીતિશ કુમારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તારાપુર વિધાનસભા ક્ષેત્રમાં પોતાની લીડ મજબૂત કરી લીધી છે. 18 રાઉન્ડની ગણતરી પછી, તેઓ 25,376 મતોથી આગળ છે.

Bihar Election Results Live: 2005 પહેલાના બિહારને યાદ કરો... NDAની મજબૂત લીડ પર મંત્રી શ્રવણ કુમારનું નિવેદન

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં NDAની સતત લીડ વચ્ચે, મંત્રી શ્રવણ કુમારે કહ્યું કે આજનો જનાદેશ ૨૦૦૫ પછી શરૂ થયેલી વિકાસ યાત્રાની પુષ્ટિ છે. તેમણે કહ્યું કે 2005 પહેલા બિહારની સ્થિતિ કોઈ રહસ્ય નથી. જંગલ રાજમાંથી મુક્ત કરાવવા અને વિકાસના માર્ગ પર પાછા ફરવામાં આપણી મહિલા શક્તિ સૌથી મોટી શક્તિ રહી છે. મહિલાઓએ રેકોર્ડ મતદાન કરીને NDA સરકારમાં પોતાનો વિશ્વાસ ફરીથી વ્યક્ત કર્યો.

Bihar Election Results Live: NDA 196 બેઠકો પર આગળ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) સુનામીમાં આગળ છે. NDA 243 બેઠકોમાંથી 196 બેઠકો પર આગળ છે. આમાંથી, ભાજપ 88 બેઠકો પર, JDU 79 બેઠકો પર, LJP (રામવિલાસ) 21 બેઠકો પર અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને HAM ચાર-ચાર બેઠકો પર આગળ છે.

Bihar Election Results Live: તેજસ્વી યાદવનો આરજેડી ફક્ત 31 બેઠકો પર આગળ છે

ભારતીય ચૂંટણી પંચ અનુસાર, રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) 31 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશન ચાર-ચાર બેઠકો પર આગળ છે. એઆઈએમઆઈએમ પાંચ બેઠકો પર આગળ છે. સીપીઆઈ(એમ) અને બીએસપી એક-એક બેઠક પર આગળ છે.

Bihar election results: "ટાઇગર અભી જીંદા હૈ" પટણામાં JDU કાર્યાલયની બહાર નીતિશ કુમારના સમર્થનમાં લાગ્યા પોસ્ટ

Nitish Kumar poster : બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ વચ્ચે “ટાઇગર અભી જીંદા હૈ”ના પોસ્ટરોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો મોટો ફોટો પણ છે. બિહાર સરકારના ભૂતપૂર્વ મંત્રી રણજીત સિંહાએ આ પોસ્ટરો લગાવ્યા છે. …વધુ વાંચો

Bihar Election Results Live: નીતિશ કુમારના સમર્થકોએ ઉજવણી કરી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સમર્થકોએ પટણામાં જેડી(યુ) કાર્યાલયની બહાર ઉજવણી કરી. જેડીયુના નેતા છોટુ સિંહે કહ્યું, “અમે નીતિશ કુમારને અભિનંદન આપીએ છીએ. બિહારના લોકોએ નીતિશ કુમારને જીતાડ્યા છે. અમે અહીં હોળી અને દિવાળી ઉજવીશું.” એનડીએ બહુમતીનો આંકડો પાર કરી ચૂક્યું છે અને 185 બેઠકો પર આગળ છે (જેડી(યુ) 76, ભાજપ 83, એલજેપી(આરવી) 22, એચએમએસ 4). મત ગણતરી ચાલુ છે.

Bihar Election Results Live: રાઘોપુરથી હેટ્રિક તરફ આગળ વધી રહ્યા છે તેજસ્વી યાદવ

રાઘોપુર મતવિસ્તારમાં તેજશ્વી યાદવ સતત આગળ ચાલી રહ્યા છે. રાઘોપુરમાં યાદવ સમુદાય સૌથી મોટો છે, અને તેમના સમર્થન વિના ક્યારેય કોઈ ઉમેદવાર જીતી શક્યો નથી. હાલમાં વિપક્ષના નેતા તેજસ્વીનું કદ વધવાથી, આ સમુદાય પોતાનું રાજકીય વર્ચસ્વ પાછું મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે એક સમયે આરજેડીના શાસન દરમિયાન હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ હાઇ-પ્રોફાઇલ બેઠક પરથી કુલ 13 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. તેમાં તેજપ્રતાપ યાદવના નજીકના સહયોગી પ્રેમ કુમારનો પણ સમાવેશ થાય છે, જેમણે પોતાના પરિવારથી અલગ થઈને જનશક્તિ જનતા દળની રચના કરી છે.

Bihar Election Results Live: લાલુ પ્રસાદ યાદવ તેજસ્વી યાદવને મળવા પહોંચ્યા

RJD ચીફ લાલુ પ્રસાદ યાદવ પટનામાં પાર્ટીના નેતા અને મહાગઠબંધનના સીએમ ઉમેદવાર તેજસ્વી યાદવના ઘરે પહોંચ્યા.

Bihar Election Results Live: પવન સિંહના પત્ની જ્યોતિ સિંહ કરાકટમાં પાછળ

રોહતાસ કરાકટ વિધાનસભા બેઠક પર, મહાબલી સિંહ 1,501 મતોની લીડ સાથે આગળ છે. જ્યોતિ સિંહ (અપક્ષ) ને અત્યાર સુધીમાં 4,457 મત મળ્યા છે. અરુણ કુમાર (CPIML) 4,163 મતો સાથે આગળ છે.

Bihar Election Results Live: કોંગ્રેસ ફરી એકવાર મહાગઠબંધન માટે નબળી સાબિત થઈ છે, જેમાં ડાબેરી પક્ષોનો પણ નબળો દેખાવ

બિહાર ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, મહાગઠબંધન ફરી એકવાર સત્તાથી દૂર રહેતું દેખાય છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વખતે પણ કોંગ્રેસ ગઠબંધનમાં નબળી કડી દેખાય છે. અત્યાર સુધી 213 બેઠકો માટેના વલણોમાં કોંગ્રેસ ફક્ત 9 બેઠકો પર આગળ છે. દરમિયાન, ડાબેરી પક્ષો ફક્ત 4 બેઠકો પર આગળ છે. આરજેડી 40 બેઠકો પર આગળ છે.

Bihar Election Results Live: JDU ભાજપ અને RJD ને પાછળ છોડીને આગળ નીકળી

JDU ભાજપ અને RJD ને પાછળ છોડીને આગળ નીકળી; જુઓ દરેક પાર્ટી પાસે કેટલી બેઠકો છે.

JDU-58

BJP-50

RJD-30

LJP(RV)-15

કોંગ્રેસ-10

Bihar Election Results Live: ભાગલપુરમાં કોંગ્રેસના અજિત શર્મા આગળ

ભાગલપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના અજિત શર્મા આગળ છે. રાજ્યભરમાં કોંગ્રેસ 20 બેઠકો પર આગળ છે. વલણો દર્શાવે છે કે કોંગ્રેસ મહાગઠબંધનમાં બીજા ક્રમની સૌથી મોટી પાર્ટી છે. દરમિયાન, આરજેડી 58 બેઠકો પર આગળ છે. એકંદરે, એનડીએ મહાગઠબંધન પર પ્રભુત્વ મેળવી રહ્યું હોય તેવું લાગે છે.

Bihar Election Results Live: ભગવાનની કૃપાથી, અમને જીતનો 100 ટકા વિશ્વાસ છે - AIMIM નેતા મુર્શીદ આલમ

AIMIM નેતા મુર્શીદ આલમે કહ્યું, “અલ્લાહની કૃપા અને ભગવાનના આશીર્વાદથી, અમને જીતનો 100 ટકા વિશ્વાસ છે. બપોરે 12 વાગ્યા સુધીમાં, બધું સ્પષ્ટ થઈ જશે અને પરિણામો સર્વસંમતિથી આવશે.”

Bihar Election Results Live: બપોરે 12 કે 1 વાગ્યા સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે - કોંગ્રેસ નેતા મનોજ કુમાર

કોંગ્રેસ નેતા મનોજ કુમાર કહે છે, “પહેલા, EVM ખોલવા દો. અત્યારે, જેમ તમે સમાચારમાં જોઈ શકો છો, તફાવત બહુ મોટો નથી. મારું માનવું છે કે એકવાર EVM ખોલ્યા પછી, બિહારમાં પરિવર્તન માટે મતદાન કરનારા યુવા મતદારોનું ચિત્ર બદલાઈ જશે. મને વિશ્વાસ છે કે આ વખતે બિહારમાં પરિવર્તન માટે જનતાનો મૂડ ચોક્કસપણે પરિવર્તન લાવશે. મતગણતરી શરૂ થઈ ગઈ છે, અને બપોરે ૧૨ કે ૧ વાગ્યા સુધીમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે.”

Bihar Election Results Live: બિહાર ચૂંટણી પરિણામના શરુઆતના વલણોમા ભાજપને બહુમતી જ્યારે મહાગઠબંધન નજીકની સ્પર્ધામાં

બિહાર ચૂંટણી માટે ચાલી રહેલી મત ગણતરીમાં NDA બહુમતી મેળવે છે. NDA 124 બેઠકો પર આગળ છે. દરમિયાન, મહાગઠબંધનના ઉમેદવારો 68 બેઠકો પર આગળ છે. અન્ય પક્ષો 5 બેઠકો પર આગળ છે.

Bihar Election Results Live: મિથિલામાં ભાજપ 10 બેઠકો પર આગળ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે ભાજપ મિથિલામાં આગળ છે. ભાજપ મિથિલામાં 10 બેઠકો પર આગળ છે. એકંદરે, અત્યાર સુધીના વલણોમાં ભાજપ આગળ છે.

Bihar Election Results Live: સીમાંચલમાં ઓવૈસીની પાર્ટી 2 બેઠકો પર આગળ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી ચાલુ છે. પ્રારંભિક વલણો દર્શાવે છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સીમાંચલમાં આગળ છે. બે AIMIM ઉમેદવારો પોતપોતાની બેઠકો પર તેમના નજીકના હરીફોથી આગળ છે. ઓવૈસી સીમાંચલ ક્ષેત્રમાં RJD માટે મુશ્કેલીઓ ઉભી કરી રહ્યા હોય તેવું લાગે છે. ઓવૈસીની ઉમેદવારી મુસ્લિમ મતોને વિભાજીત કરવાનો એક ચોક્કસ માર્ગ હોવાનું જણાય છે.

Bihar Election Results Live: મહુઆ મતવિસ્તારમાં તેજ પ્રતાપ યાદવ પાછળ

મહુઆ વિધાનસભા બેઠક હંમેશા બિહારના રાજકારણમાં ચર્ચાનો વિષય રહી છે. તે લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવનું રાજકીય ગૃહભૂમિ છે. નોંધનીય છે કે, તેજ પ્રતાપ યાદવ આ બેઠક પર પાછળ છે. રસપ્રદ વાત એ છે કે, તેજ પ્રતાપ હવે તેમના પિતાની પાર્ટી, આરજેડીના ઉમેદવાર મુકેશ કુમાર રોશન સામે ચૂંટણી લડી રહ્યા છે.

Bihar Election Results Live: આ બેઠકો પર ભાજપ આગળ છે

  • સહરસા
  • લખીસરાય
  • દરભંગા
  • બેટીયા
  • તારાપુર
  • બગાહા
  • બાથનાહા
  • બાંકા
  • જમુઈ
  • દાનાપુર
  • બેનીપટ્ટી
  • આગિયાઓન
  • Bihar Election Results Live: છ વખત ધારાસભ્ય રહ્યા છે શ્યામ રજક

    ફુલવારી વિધાનસભા બેઠકનો ઇતિહાસ શ્યામ રજકના નામ વિના અધૂરો છે. રજકે અહીંથી છ વખત ધારાસભ્ય તરીકે સેવા આપી છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. તેઓ એક વખત જનતા દળની ટિકિટ પર, ત્રણ વખત આરજેડીની ટિકિટ પર અને બે વાર જેડીયુની ટિકિટ પર જીત્યા હતા. બિહારના રાજકારણમાં અનેક ફેરફારો છતાં, બેઠક પર તેમની પકડ હંમેશા મજબૂત રહી છે. તેઓ હવે આરજેડીમાં પાછા ફર્યા છે. 2020ના ડેટા અનુસાર, ફુલવારીમાં 23.45 ટકા મતદારો અનુસૂચિત જાતિના હતા, જેમાં પાસવાન અને રવિદાસ સમુદાયો પ્રભુત્વ ધરાવે છે.

    Bihar Election Results Live: એક્ઝિટ પોલ શું કહે છે?

    મંગળવારે સાંજે પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણી બાદ, ઓછામાં ઓછા 10 પોલર્સના એક્ઝિટ પોલના અંદાજોમાં બિહારમાં NDA સત્તામાં પાછા ફરવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે ફક્ત એક જ પોલરે શાસક અને વિપક્ષી ગઠબંધન વચ્ચે નજીકની સ્પર્ધાની આગાહી કરી છે. એક્ઝિટ પોલના પરિણામોના આધારે NDAના ઘટક પક્ષો સંભવિત વિજય પર આનંદ કરી રહ્યા છે, ત્યારે મહાગઠબંધન પક્ષોએ તેમને ફગાવી દીધા છે. દરમિયાન, જન સૂરજ પાર્ટીના વડા પ્રશાંત કિશોરે એક્ઝિટ પોલને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે બિહાર એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે.

    Bihar Election Results Live: મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

    ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યના 38 જિલ્લાઓમાં બનાવવામાં આવેલા કુલ 46 મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચના નિવેદન અનુસાર ઇવીએમ અને વીવીપેટ મશીનોને ખૂબ જ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.

    Bihar Election Results Live: બિહાર 2025 ની ચૂંટણીમાં કયા મુખ્ય પક્ષો લડી રહ્યા છે?

    બિહારના ચૂંટણી મેદાનમાં સ્પર્ધા NDA અને મહાગઠબંધન વચ્ચે છે. NDA માં ભારતીય જનતા પાર્ટી (BJP), નીતિશ કુમારની જનતા દળ (યુનાઇટેડ) અથવા JD(U), ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવમ મોરચા (HAM), અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM)નો સમાવેશ થાય છે. બીજી તરફ, મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP), કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી) અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી-લેનિનવાદી) લિબરેશનનો સમાવેશ થાય છે. સ્પર્ધાને રસપ્રદ બનાવતા, પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી પણ મેદાનમાં છે. તેજ પ્રતાપ યાદવનું જનશક્તિ જનતા દળ (JJD) અને અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) પણ સખત પડકાર ઊભો કરી રહ્યાં છે.

    Bihar Election Results Live: બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે

    બિહારમાં એનડીએની સરકાર બનશે કે મહાગઠબંધન તે શુક્રવારે 14 નવેમ્બરે ખબર પડી જશે. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે મતગણતરી 14 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે. વિધાનસભાની ચૂંટણી માટે 6 અને 11 નવેમ્બરના રોજ રેકોર્ડ મતદાન થયું હતું. હવે બધાની નજર ચૂંટણીના પરિણામો પર છે.

    Read More
    આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
    Show comments
    ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ