Bihar Assembly Election 2025 Phase 1 Constituency- Wise Polling : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કા માટે મતદાન સમાપ્ત થઇ ગયું છે. પહેલા તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન થયું છે. પહેલા તબક્કા માટે મતદાન મથકોની સુરક્ષા માટે આશરે 4.5 લાખ સુરક્ષા દળો તૈનાત કરાયા છે. બિહાર સરકારના 14 મંત્રીઓનું ભાવિ પ્રથમ તબક્કામાં EVM માં સીલ થઇ ગયું છે. વિપક્ષી નેતા તેજસ્વી યાદવ, ભાજપના સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાનું ભાવિ પણ EVM માં સીલ થઇ ગયું છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં 64.46 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે પટનામાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મતદાનનો પહેલો તબક્કો શાંતિપૂર્ણ રહ્યો હતો. અત્યાર સુધીમાં મતદાન 64.46 ટકા થયું છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ મતદાન ચાલુ છે.





