પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસ-આરજેડીના લોકો ઘૂસણખોરોને બચાવવામાં લાગ્યા, બિહારની અસ્મિતાને ખતરામાં મૂકી

PM Modi Rally : પીએમ મોદીએ કહ્યું - કોંગ્રેસ અને આરજેડીએ બિહારના સન્માનથી સાથે-સાથે બિહારની અસ્મિતાને પણ ખતરામાં મૂક્યું છે. આજે સીમાંચલ અને પૂર્વ ભારતમાં ઘૂસણખોરોને કારણે ઘણું મોટું ડેમોગ્રાફિક સંકટ ઉભું થયું છે

Written by Ashish Goyal
Updated : September 15, 2025 18:53 IST
પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસ-આરજેડીના લોકો ઘૂસણખોરોને બચાવવામાં લાગ્યા, બિહારની અસ્મિતાને ખતરામાં મૂકી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના પૂર્ણિયામાં જનસભા સંબોધી હતી (તસવીર @BJP4India)

PM Modi Rally : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પૂર્ણિયાથી આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે જે પણ ઘૂસણખોર હશે તેને બહાર જવું જ પડશે. તેમણે કહ્યું કે ઘૂસણખોરી પર તાળું લગાડવું એનડીએની પાકી જવાબદારી છે. ઘૂસણખોરો માટે જે નેતાઓ મેદાનમાં છે, ગમે તેટલો પ્રયાસ કરો, ઘૂસણખોરોએ બહાર નીકળવું પડશે.

પીએમ મોદીએ કહ્યું કે ભારતનો કાયદો ભારતમાં કામ કરશે, ઘૂસણખોરોની મનમાની કામ કરશે નહીં. ઘૂસણખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે અને દેશને તેના સારા પરિણામો જોવા મળશે.

‘સીમાંચલમાં ઘણું મોટું ડેમોગ્રાફિક સંકટ ઉભું થયું છે’

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને આરજેડીએ બિહારના સન્માનથી સાથે-સાથે બિહારની અસ્મિતાને પણ ખતરામાં મૂક્યું છે. આજે સીમાંચલ અને પૂર્વ ભારતમાં ઘૂસણખોરોને કારણે ઘણું મોટું ડેમોગ્રાફિક સંકટ ઉભું થયું છે. બિહાર, બંગાળ, આસામ અને ઘણા રાજ્યોના લોકો તેમની બહેનો અને દીકરીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેથી જ મેં લાલ કિલ્લા પરથી ડેમોગ્રાફી મિશનની જાહેરાત કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરંતુ વોટ બેંક ખાતર કોંગ્રેસ, આરજેડી અને તેની ઇકોસિસ્ટમ ઘૂસણખોરોની વકાલત કરવામાં, તેમને બચાવવામાં અને બેશરમીથી વિદેશમાંથી આવેલા ઘૂસણખોરોને બચાવવા માટે નારા લગાવવા અને યાત્રાઓ કાઢવામાં વ્યસ્ત છે. આ લોકો બિહાર અને દેશના સંસાધનો અને દેશની સુરક્ષા બંને દાવ પર લગાવવા માંગે છે.

આ પણ વાંચો – ‘રાહુલ ગાંધીની સકારાત્મક છબી તો બની રહી છે’, ઉપેન્દ્ર કુશવાહનો વિસ્ફોટક ઇન્ટરવ્યૂ

ઘણી યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના પૂર્ણિયા જિલ્લામાં લગભગ 36,000 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પૂર્ણિયા એરપોર્ટ પર નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણિયા-કોલકાતા રૂટ પર પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગલપુરના પીરપૈંતીમાં 25,000 કરોડ રૂપિયાની કિંમતના 3×800 મેગાવોટના થર્મલ પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. રાજ્યમાં ખાનગી ક્ષેત્રનું આ સૌથી મોટું રોકાણ છે. પ્રધાનમંત્રીએ રૂપિયા 2,680 કરોડથી વધુના મૂલ્યની કોસી-મેચી આંતર-રાજ્ય નદી લિંક પરિયોજનાના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કર્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ