Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં આવું હતું પરિણામ, જાણો કોને મળી હતી કેટલી બેઠકો

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ શુક્રવારને 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. મતદાન પછી બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે તેવી આગાહી કરાઇ છે

Written by Ashish Goyal
Updated : November 13, 2025 17:59 IST
Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2020 માં આવું હતું પરિણામ, જાણો કોને મળી હતી કેટલી બેઠકો
બિહાર વિધાનસભાની ચૂંટણી -photo - jansatta

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ શુક્રવારને 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. વિધાનસભાની કુલ 243 બેઠકો માટે 66.91 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પ્રથમ તબક્કામાં કુલ 65.08 ટકા મતદાન થયું હતું, જ્યારે બીજા તબક્કામાં 68.76 ટકા મતદાન થયું હતું. મતદાન પછી બહાર આવેલા મોટાભાગના એક્ઝિટ પોલમાં ફરી એકવાર એનડીએની સરકાર બનશે તેવી આગાહી કરાઇ છે. આ પરિણામ પહેલા આપણે જાણીએ કે 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ આવ્યું હતું.

NDA ગઠબંધને કુલ 125 બેઠકો જીતી સરકાર બનાવી હતી

2020 ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કુલ 243 બેઠકો પર ચૂંટણી લડાઈ હતી. તે ચૂંટણીમાં NDA ગઠબંધને બહુમતી મેળવીને સરકાર બનાવી હતી. NDA ગઠબંધને કુલ 125 બેઠકો જીતી હતી અને નીતિશ કુમારે 16 નવેમ્બર 2020 ના રોજ સાતમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

NDA માં ભાજપે સૌથી વધારે બેઠકો જીતી હતી

NDA માં ચાર પાર્ટી સામેલ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP), જનતા દળ યુનાઇટેડ (જેડીયુ), હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) હતી. ભાજપે 110 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 74 બેઠકો પર જીત મેળવી હતી. JDU એ 115 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને 43 બેઠકો પર જીત મેળવી હતી. જીતન રામ માંઝીની HAM પાર્ટીએ 7 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 4 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે મુકેશ સાહનીની VIP પાર્ટીએ 11 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 4 સીટ પર જીત મેળવી હતી.

મહાગઠબંધને કુલ 110 બેઠકો જીતી હતી

બીજી તરફ મહાગઠબંધને કુલ 110 બેઠકો જીતી હતી. રાષ્ટ્રીય જનતા દળ (RJD) સૌથી મોટો પક્ષ હતો, જેણે 144 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 75 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 70 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 29 બેઠકો પર જીત મેળવી હતી. CPI (ML) એ 19 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 12 બેઠકો પર જીત મેળવી હતી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) એ 6 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે CPI (M) એ 4 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 2 બેઠકો પર જીત મેળવી હતી.

આ પણ વાંચો – આરજેડીના MLC નું વિવાદિત નિવેદન, કહ્યું – ચૂંટણીમાં છેતરપિંડી થશે તો બિહાર બીજું નેપાળ, બાંગ્લાદેશ બની જશે

AIMIM એ 5 બેઠકો પર જીત મેળવી હતી

2020માં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM, માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (RLSP) એ સાથે મળીને ચૂંટણી લડી હતી. AIMIM એ બિહારમાં 20 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 5 બેઠકો પર જીત મેળવી હતી, સીમાંચલ ક્ષેત્રમાં પોતાનો પ્રભાવ દર્શાવ્યો હતો. BSP એ 78 બેઠકો પર ચૂંટણી લડી હતી અને માત્ર એક બેઠક જીતી હતી. RLSP એ 99 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ એક પણ બેઠક જીતી શક્યા ન હતા.

ચિરાગ પાસવાનની LJP એ 135 બેઠકો પર ચૂંટણી લડી હતી

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (LJP) એ 2020 માં પોતાના દમ પર 135 બેઠકો પર ચૂંટણી લડી હતી. એલજીપી એક જ બેઠક જીતી શક્યું હતું.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ