Bihar Assembly Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા છે. રાજ્યમાં સૌથી હોટ સીટ રાધાપુર છે. અહીંથી આરજેડી નેતા અને મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ મેદાનમાં હતા. જેની સામે ભાજપના ઉમેદવાર સતીશ કુમાર હતા. આ સીટ પર પ્રતિષ્ઠાનો જંગ છે. આ લાલુ પ્રસાદ યાદવની પરંપરાગત સીટ છે.
મતગણતરી દરમિયાવન તેજસ્વી અને સતીશ કુમાર આગળ પાછળ જોવા મળ્યા હતા. આખરે તેજસ્વી સીટ જીતવા સફળ રહ્યા છે. તેજસ્વી યાદવ 14 હજારથી વધારે વોટથી જીત મેળવી છે. તેજસ્વી યાદવને 118597 મત મળ્યા છે. જ્યારે ભાજપના સતીશ કુમારને 104065 મત મળ્યા છે. આ બેઠક પર રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો.
તેજપ્રતાપ યાદવની મહુઆ બેઠક પર શું છે સ્થિતિ
બીજી તરફ જનશક્તિ જનતા દળના તેજ પ્રતાપ યાદવ મહુઆ વિધાનસભા બેઠક પરથી ત્રીજા સ્થાને રહ્યા છે. આ બેઠક પર લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સંજય સિંહનો 44,997 મતોથી વિજય થયો છે. સંજય સિંહને 87641 મત મળ્યા છે. જ્યારે આરજેડીના મુકેશ કુમાર રોશન 42,644 મતો સાથે બીજા સ્થાને રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ 35,703 મતો સાથે ત્રીજા સ્થાને રહ્યા છે. આ બેઠક પર ત્રિકોણિયો મુકાબલો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – ખેસારી લાલ યાદવથી મૈથિલી ઠાકુર સુધી, કોણ આગળ અને કોણ પાછળ?
2015માં તેજ પ્રતાપ યાદવ પહેલી વાર મહુઆથી ધારાસભ્ય બન્યા હતા. તે સમયે તેજ પ્રતાપને 66,927 વોટ મળ્યા હતા અને 28,155 મતોથી જીત મેળવી હતી





