બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : શા માટે તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનનો થયો પરાજય, જાણો કારણ

Bihar Assembly Election Result 2025 : આરજેડી અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ સ્વાભાવિક છે કે જ્યારે મહાગઠબંધને આ વખતે નોકરીના આટલા મોટા વચનો આપ્યા હતા, નીતિશ કુમાર સામે એન્ટી ઇન્કમબેન્સી હોવાનો દાવો કરવામાં આવ્યો ત્યારે તેમનો કારમો પરાજય કેવી રીતે થયો? એવી કઈ ભૂલો હતી જેના કારણે તેજસ્વી યાદવ ફરી એકવાર સત્તાની ખુરશીથી દૂર રહ્યા?

Written by Ashish Goyal
Updated : November 14, 2025 20:24 IST
બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ : શા માટે તેજસ્વી યાદવની આગેવાનીમાં મહાગઠબંધનનો થયો પરાજય, જાણો કારણ
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં આરજેડી અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે (તસવીર -સોશિયલ મીડિયા)

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો અપ્રત્યાક્ષિત હતા છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં એનડીએએ બેવડી સદી ફટકારી છે, જ્યારે મહાગઠબંધન માત્ર 37 બેઠકો પર આગળ જોવા મળી રહ્યું છે. આરજેડી અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ સ્વાભાવિક છે કે જ્યારે મહાગઠબંધને આ વખતે નોકરીના આટલા મોટા વચનો આપ્યા હતા, નીતિશ કુમાર સામે એન્ટી ઇન્કમબેન્સી હોવાન દાવો કરવામાં આવ્યો ત્યારે તેમનો કારમો પરાજય કેવી રીતે થયો? એવી કઈ ભૂલો હતી જેના કારણે તેજસ્વી યાદવ ફરી એકવાર સત્તાની ખુરશીથી દૂર રહ્યા?

મહાગઠબંધનમાં તાલમેલનો ભારે અભાવ

આ ચૂંટણીમાં મહાગઠબંધનની હારનું સૌથી મોટું કારણ તેમના પક્ષો વચ્ચે તાલમેલનો અભાવ હતો. શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે રાહુલ ગાંધી તેજસ્વી યાદવને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવા માંગતા નથી. વિરોધીઓએ પણ આ મુદ્દો ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો. આ પછી ઘણા દિવસો સુધી બેઠકોની વહેંચણીમાં વિલંબ થયો હતો અને સર્વસંમતિ સધાઈ શકી ન હતી. આશ્ચર્યની વાત એ છે કે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ સુધી અનેક બેઠકો પર મહાગઠબંધનની અંદર મૈત્રીપૂર્ણ લડાઈઓ જોવા મળી હતી. ચૂંટણીના પરિણામોમાં મહાગઠબંધનને આ અંધાધૂંધીનો ભોગ બનવું પડ્યું હતું.

રણનીતિમાં સમન્વય જોવા મળ્યો નહીં

મહાગઠબંધન ચૂંટણીની રણનીતિમાં પણ એકતા બતાવી શક્યું ન હતું. તેજસ્વી યાદવ માત્ર નોકરીના વચન પર ફોક્સ કરતા રહ્યા હતા, જ્યારે કોંગ્રેસ તેની અલગ ગેરંટી અને મુદ્દાઓ પર ચાલી રહી હતી. એક કોમન મિનિમમ પ્રોગ્રામ જોવા મળ્યો ન હતો. કોંગ્રેસ વોટ ચોરી અને નકલી મતદાન જેવા મુદ્દાઓ પર વધુ બોલી રહી હતી, જ્યારે તેજસ્વીએ મુખ્ય હુમલો નીતીશ કુમાર પર કેન્દ્રિત હતો. આ વિભાજનને કારણે એનડીએ વિરુદ્ધ મહાગઠબંધનની પ્રચાર ક્ષમતા નબળી પડી હતી.

આ પણ વાંચો –  સમ્રાટ ચૌધરીથી લઇને તેજસ્વી યાદવ સુધી, આ 9 હોટ સીટો પર શું રહ્યું પરિણામ

તેજસ્વી જંગલ રાજની છાપમાંથી બહાર નીકળી શક્યો નહીં

આ વખતે પણ એનડીએએ ‘જંગલ રાજ’ને ચૂંટણીનો મોટો મુદ્દો બનાવ્યો હતો. આ તે શબ્દ છે જેનો ઉપયોગ કોર્ટ દ્વારા ઘણા વર્ષો પહેલા અલગ સંદર્ભમાં કરવામાં આવ્યો હતો, પરંતુ નીતિશ કુમારથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ શબ્દને કાયદો અને વ્યવસ્થા સાથે જોડીને આરજેડીની નકારાત્મક છબી તરીકે પ્રચાર કરવામાં આવ્યો હતો. જ્યારે પણ “સુશાસન વિરુદ્ધ આરજેડી” ની સરખામણી કરવામાં આવે છે ત્યારે જંગલ રાજનું પાસું તેજસ્વી યાદવ માટે નબળી કડી બની જાય છે. આ વખતે પણ આવું જ થયું હતું.

સીમાંચલમાં મુસ્લિમોએ વિશ્વાસ દાખવ્યો નહીં

મહાગઠબંધનની અપ્રત્યાક્ષિત હારનું એક મોટું કારણ સીમાંચલ ક્ષેત્ર પણ છે. આ વિસ્તારને પરંપરાગત રીતે મહાગઠબંધનનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. પરંતુ આ વખતે એનડીએ 24માંથી 18 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. વલણ પરથી સ્પષ્ટ થાય છે કે આ વખતે મુસ્લિમ મતોનો એક ભાગ એનડીએના ખાતામાં ગયો છે. તેનું એક કારણ જેડીયુની પકડ, પસમંદા મુસ્લિમોનો ઝુકાવ અને સ્થાનિક સ્તરે નીતિશ કુમારની લોક કલ્યાણ યોજનાઓની અસર છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ