બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : નીતિશ કુમાર, ચિરાગ પાસવાને મુસ્લિમોને ઓછી ટિકિટો કેમ આપી, જાણો

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએના બે પક્ષો જેડીયુ અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ઓછા મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે બંને દાવો કરે છે કે મુસ્લિમ સમુદાયનું રાજકીય સમર્થન તેમની સાથે છે

Written by Ashish Goyal
Updated : October 18, 2025 17:45 IST
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 : નીતિશ કુમાર, ચિરાગ પાસવાને મુસ્લિમોને ઓછી ટિકિટો કેમ આપી, જાણો
નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન (ફાઇલ ફોટો)

Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં એનડીએના બે પક્ષો જેડીયુ અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ ગત વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ઓછા મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે બંને દાવો કરે છે કે મુસ્લિમ સમુદાયનું રાજકીય સમર્થન તેમની સાથે છે.

2020ની જેમ આ વખતે પણ ભાજપે બિહારમાં મુસ્લિમ સમુદાયના કોઈ નેતાને મેદાનમાં ઉતાર્યા નથી. બિહારમાં મુસ્લિમ સમુદાયની વસ્તી 17.7 ટકા છે. જેડીયુએ 101 બેઠકોમાંથી માત્ર ચાર બેઠકો પર મુસ્લિમોને ટિકિટ આપી હતી. આ બેઠકો અરરિયા, જોકીહાટ, અમોર અને ચેનપુર છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં જેડીયુએ 11 મુસ્લિમોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમાંથી કોઈ જીત્યું ન હતું. 2015માં જ્યારે જેડીયુએ આરજેડી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, ત્યારે તેણે છ મુસ્લિમોને ટિકિટ આપી હતી, જેમાંથી પાંચ મુસ્લિમ નેતાઓ ચૂંટણી જીત્યા હતા. 2010માં જેડીયુએ 14 મુસ્લિમ નેતાઓને ટિકિટ આપી હતી અને તેમાંથી 6 જીત્યા હતા.

એલજેપી (રામ વિલાસે) એ માત્ર એક જ ટિકિટ આપી

જેડીયુએ ચાર મુસ્લિમોને ટિકિટ આપી છે, જ્યારે એલજેપી (રામવિલાસે)એ મુસ્લિમ સમુદાયમાંથી માત્ર એક વ્યક્તિને મેદાનમાં ઉતાર્યો છે. મોહમ્મદ મલીમુદ્દીનને આ ટિકિટ કિશનગંજ જિલ્લાની બહાદુરગંજ બેઠક પરથી મળી છે. 2020માં જ્યારે એલજેપી (રામ વિલાસ)માં કોઈ વિભાજન થયું ન હતું ત્યારે પાર્ટીએ 135 બેઠકો પર એકલા ચૂંટણી લડી હતી અને મુસ્લિમોને 7 બેઠકો પર મેદાનમાં ઉતાર્યા હતા, જોકે તેમાંથી કોઈ જીત્યું ન હતું. 2015માં પાર્ટીએ 42 બેઠકો પર ચૂંટણી લડી હતી અને ત્રણ મુસ્લિમોને ટિકિટ આપી હતી.

ભાજપના નેતાઓએ શું કહ્યું?

ભાજપે કોઈ પણ મુસ્લિમને ટિકિટ આપી નથી પરંતુ તેમ છતાં પાર્ટીના મુસ્લિમ નેતાઓનું કહેવું છે કે તેઓ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને કાયદો અને વ્યવસ્થાના મુદ્દે એનડીએને મત આપવા માટે તેમના સમુદાયના લોકોને અપીલ કરશે.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન પાસેથી શીખે કેન્દ્ર અને BCCI, પ્રિયંકા ચતુર્વેદીએ મોદી સરકાર પર કેમ કર્યો પ્રહાર?

જેડીયુના એક નેતાએ કહ્યું કે આ વખતે મુસ્લિમ સમુદાયના ઓછા ઉમેદવારો ઉભા રાખવા પાછળનું કારણ એ છે કે તેઓ જીતી શક્યા ન હતા, તો પછી ટિકિટ કેમ બગાડવી? એવું લાગે છે કે ભાજપની જેમ જેડીયુ પણ મુસ્લિમોની રાજકીય ભાગીદારી ઘટાડી રહી છે.

કુશવાહા, માંઝીએ પણ ટિકિટ આપી નથી

એનડીએના અન્ય બે સાથી પક્ષો ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (આરએલડી) અને જીતન રામ માંઝીની હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) પણ કોઈ મુસ્લિમ ઉમેદવાર ઉમેદવાર ઉભા રાખ્યા નથી.

થોડા મહિના પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને કેટલાક અન્ય મુસ્લિમ સંગઠનોએ જેડીયુ અને એલજેપી (રામ વિલાસ)ને ચેતવણી આપી હતી કે જો તેઓ વકફ એક્ટમાં સુધારાનું સમર્થન કરે છે, તો તેની અસર જોવા મળશે.

જેડીયુના નેતાઓનું કહેવું છે કે મુખ્યમંત્રી નીતીશ કુમારે મુસ્લિમ સમુદાયના કલ્યાણ માટે કામ કર્યું છે. એલજેપી (રામવિલાસ)ના પ્રવક્તા એકે બાજપેયીનું કહેવું છે કે મુસ્લિમ સમુદાયના લોકો તેમનું સમર્થન ચાલુ રાખશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ