bihar cabinet portfolio allocation : મુખ્યમંત્રી નીતિશ કુમારના શપથ ગ્રહણના એક દિવસ પછી બિહાર સરકારમાં વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. નવા કેબિનેટમાં સૌથી મહત્વપૂર્ણ ગૃહ વિભાગ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને સોંપવામાં આવ્યું છે. ભાજપ ક્વોટામાંથી આવનાર ચૌધરી હવે નીતિશ સરકારમાં કાયદો અને વ્યવસ્થા અને આંતરિક સુરક્ષાની કમાન સંભાળશે.
20 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે નીતિશ કુમારે ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું નથી. ગુરુવારે કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, પરંતુ હાલમાં ફક્ત 18 મંત્રીઓને જ વિભાગો ફાળવવામાં આવ્યા છે. બાકીના છ મંત્રીઓના વિભાગો હજુ સુધી નક્કી થયા નથી.
રામકૃપાલ યાદવને કૃષિ વિભાગ
અત્યાર સુધી માત્ર 18 મંત્રીઓને જ વિભાગો ફાળવવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર ભાજપે મહત્વના વિભાગો પોતાની પાસે રાખ્યા છે. ગૃહ વિભાગ સમ્રાટ ચૌધરીને મળ્યું છે. આ સિવાય દિલીપ જયસ્વાલને ઉદ્યોગ વિભાગ, નીતિન નબીનને પીડબ્લ્યુડી, રામકૃપાલ યાદવને કૃષિ વિભાગ, વિજય સિંહાને જમીન, મહેસૂલ અને ખાણકામ વિભાગ, મંગલ પાંડેને આરોગ્ય, સંજય ટાઇગરને શ્રમ સંસાધન વિભાગ, એલજેપી (રામવિલાસ)ને શેરડી ઉદ્યોગ અને જાહેર આરોગ્ય એન્જિનિયરિંગ વિભાગ મળ્યો છે.
આ પણ વાંચો – શું મહિલાઓને મળતી આર્થિક મદદ વાળી યોજનાઓ બદલી રહી છે ચૂંટણી સમીકરણ?
ભાજપના અરુણ શંકરને પર્યટન અને કલા વિભાગ, સુરેન્દ્ર મહેતાને પશુપાલન, મત્સ્યોદ્યોગ સંસાધન વિભાગ, નારાયણ પ્રસાદને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, રામનિષાદને પછાત-અતિ પછાત વિભાગ, લાખેન્દ્ર પાસવાનને એસસી-એસટી કલ્યાણ વિભાગ, શ્રેયસીને માહિતી અને રમતગમત, દીપક પ્રકાશને પંચાયતી રાજ વિભાગ મળ્યો છે.





