Nitish Kumar Oath Ceremony 2025 : નીતિશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા, પીએમ મોદી અને અમિત શાહ હાજર રહ્યા

Nitish Kumar Oath Ceremony Updates: નીતિશ કુમારે રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. NDAના પ્રચંડ વિજય બાદ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા

Written by Ankit Patel
Updated : November 20, 2025 23:34 IST
Nitish Kumar Oath Ceremony 2025 : નીતિશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા, પીએમ મોદી અને અમિત શાહ હાજર રહ્યા
નીતિશ કુમારે 10મી વખત બિહારના CM તરીકે શપથ લીધા photo- X @BJPbihar

CM Nitish Kumar Shapath Grahan Samaroh : નીતિશ કુમારે રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. NDAના પ્રચંડ વિજય બાદ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમારોહમાં હાજર રહ્યા હતા

Read More
Live Updates

World Hello Day 2025: ફોન ઉઠાવતા જ ‘હેલ્લો’ કેમ બોલીએ છીએ, કેવી રીતે પ્રચલિત બન્યું? જાણો કહાની

World Hello Day 2025 : દર વર્ષે 21 નવેમ્બરે વર્લ્ડ હેલ્લો ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજે આપણે અહીં વર્લ્ડ હેલ્લો ડે શા માટે ઉજવવામાં આવે છે અને ફોન કરતી વખતે કે ઉપાડતી વખતે તેને હેલ્લો કેમ કહેવામાં આવે છે તે વિશે જાણીશું …બધું જ વાંચો

શું મહિલાઓને મળતી આર્થિક મદદ વાળી યોજનાઓ બદલી રહી છે ચૂંટણી સમીકરણ?

છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના ઘણા રાજ્યોમાં મહિલાઓના સન્માનના નામે ઘણી નાણાકીય સહાય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. પહેલા આ મોડલ કેટલાક રાજ્યો સુધી મર્યાદિત હતું, પરંતુ હવે તે ભારતની નવી “મહિલા-કેન્દ્રિત રાજકીય અર્થવ્યવસ્થા”નો ભાગ બની ગયું …અહીં વાંચો

iPhone ચોરી થવા કે ખોવાઇ જવા પર હવે AppleCare+ પ્લાનથી મળશે તાત્કાલિક રિપ્લેસમેન્ટ, જાણો કેવી રીતે

Apple Applecare+ Plan in India :એ પલે AppleCare+ પ્લાન રજૂ કર્યો છે, જેમાં iPhone ચોરી થવા કે ખોવાઇ જવાનું કવરેજ સામેલ છે. ભારતીય યુઝર્સને પ્રથમ વખત કંપની તરફથી આ સ્તરની ઉન્નત ડિવાઇસ સુરક્ષા મળી રહી છે …વધુ માહિતી

IBPS Clerk Prelims 2025 Result Out: આઈબીપીએસ ક્લાર્ક પ્રીલિમ્સ રિઝલ્ટ જાહેર, અહીં કરો ચેક

IBPS Clerk Prelims 2025 Result Out at ibps.in: ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શને (IBPS) ગુરુવારને 20 નવેમ્બર, 2025 ના રોજ ક્લાર્ક ભરતી પ્રિલિમ્સ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે …વધુ માહિતી

નેપાળમાં ફરી Gen Z પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા, પોલીસ સાથે અથડામણ, કર્ફ્યુ લગાવ્યો

Nepal Gen Z Protests : નેપાળમાં Gen Z ના પ્રદર્શનકારીઓ ફરી એકવાર રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને જેના કારણે કેટલાક વિસ્તારોમાં તણાવ ફેલાયો છે. પરિસ્થિતિ ખરાબ થતા વહીવટીતંત્રએ બારા જિલ્લામાં કર્ફ્યુ લગાવી દીધો છે …બધું જ વાંચો

Vivo X300 Pro ની કિંમત લોન્ચ પહેલા લીક થઇ, જાણો ભારતમાં કેટલા રુપિયામાં વેચાશે વીવો સ્માર્ટફોન

વીવો 2 ડિસેમ્બરે ભારતમાં પોતાનો નવો વીવો એક્સ 300 સિરીઝનો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારતમાં લોન્ચ પહેલા વીવો એક્સ 300 અને વીવો એક્સ 300 પ્રોની કિંમત લીક થઈ ગઈ છે …સંપૂર્ણ વાંચો

નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા, દેશમાં સૌથી લાંબા સમય સુધી સીએમ રહેનાર 5 નેતા વિશે જાણો

List of Longest Serving CM in India: નીતિશ કુમાર બિહારના સૌથી લાંબા સમય સુધી પદ સંભાળનાર મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ તેઓ હજુ પણ દેશમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી બનવાની યાદીમાં ઘણા પાછળ છે …વધુ માહિતી

Bihar cabinet minister list : બિહારમાં નીતિશ કુમારની સરકારમાં કોણ કોણ બન્યું મંત્રી, અહીં જુઓ સંપૂર્ણ યાદી

Bihar Minister list 2025 in gujarati: નીતિશ કુમારના મંત્રીમંડળમાં કુલ 26 મંત્રીઓએ મંત્રી તરીકે શપથ લીધા. નીતિશ કુમારના મંત્રીમંડળમાં ભાજપના 14, JDUના આઠ, એલજેપી (આરવી)ના બે અને આરએલએસપી અને એચએએમના એક-એક મંત્રીનો સમાવેશ થાય છે. …સંપૂર્ણ માહિતી

Gujarat Bharti 2025: ગુજરાત પ્રવાસન વિભાગમાં નોકરીઓની સુવર્ણ તક, અહીં વાંચો બધી જ માહિતી

Gujarat pravasan Bharti 2025: ગુજરાત ભરતી 2025 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. …બધું જ વાંચો

Nitish Kumar Oath Ceremony 2025 Live:પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ એકસાથે મંત્રી તરીકે શપથ લીધા

પટનામાં ગાંધી મેદાન ખાતે શપથ ગ્રહણ સમારોહમાં પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ એકસાથે મંત્રી તરીકે શપથ લીધા. વિજય ચૌધરી, વિજેન્દ્ર ચૌધરી, શ્રવણ કુમાર, મંગલ પાંડે અને દિલીપ જયસ્વાલને એકસાથે શપથ ગ્રહણ કરાવ્યા.

Nitish Kumar Oath Ceremony 2025 Live: હું, નીતિશ કુમાર... 10મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર

આજે બિહારના રાજકારણ માટે ઐતિહાસિક દિવસ છે. નીતિશ કુમારે રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. NDAના પ્રચંડ વિજય બાદ, પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આજે સવારે 11.30 વાગ્યે ગાંધી મેદાન ખાતે સમારોહ શરૂ થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સમારોહમાં હાજરી આપી રહ્યા છે. આ પૃષ્ઠ શપથ ગ્રહણ સમારોહ સંબંધિત દરેક મિનિટની અપડેટ પ્રદાન કરશે.

Nitish Kumar Oath Ceremony 2025 Live: UP મુખ્યમંત્રીએ યોગી આદિત્યનાથે પાઠવ્યા અભિનંદન

ઉત્તર પ્રદેશના લોકો વતી, હું બિહારની નવી સરકારને અભિનંદન આપવા આવ્યો છું, એમ સીએમ યોગીએ કહ્યું.

Nitish Kumar Oath Ceremony 2025 Live: સાંસદ રાજેશ વર્માએ જણાવ્યું હતું કે, લોકજનશક્તિ પાર્ટીના બે સભ્યો શપથ ગ્રહણ સમારોહનો ભાગ બનશે

લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના સાંસદ રાજેશ વર્માએ જણાવ્યું હતું કે, “અમારા પક્ષના બે સભ્યો શપથ ગ્રહણ સમારોહનો ભાગ બનશે. અમે બિહારના લોકોનો એનડીએને જનાદેશ આપવા બદલ આભાર માનીએ છીએ. અમે ગાંધી મેદાનથી બિહારના લોકો માટે કામ કરવાની પ્રતિજ્ઞા લઈશું.”

Nitish Kumar : નીતિશ કુમાર તેમની "કૃપા" દ્વારા પહેલી વાર મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમની સરકાર માત્ર સાત દિવસમાં પડી ગઈ

Nitish Kumar’s political journey : 2000 માં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ. રાજ્યનો શાસક પક્ષ, રાષ્ટ્રીય જનતા દળ, બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયો. આના કારણે રાબડી દેવીની સરકાર પડી ભાંગી. તે સમયે, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં કેન્દ્રમાં NDA સરકાર સત્તામાં હતી. …વધુ વાંચો

Nitish Kumar Oath Ceremony 2025 Live: બિહાર સરકારના સંભવિત મંત્રીઓના નામ

બિહારના સંભવિત મંત્રીઓની યાદી જુઓ.

સમ્રાટ ચૌધરી, ભાજપ

વિજય સિંહા, ભાજપ

નીતિન નવીન, ભાજપ

મંગલ પાંડે, ભાજપ

શ્રેયસી સિંહ, ભાજપ

રામકૃપાલ યાદવ, ભાજપ

વિજેન્દ્ર યાદવ, જેડીયુ

વિજય ચૌધરી, જેડીયુ

શ્રવણ કુમાર, જેડીયુ

સુનીલ કુમાર, જેડીયુ

શીલા મંડલ, જેડીયુ

સંજય પાસવાન, એલજેપીઆર

સંજયકુમાર સિંહ, એલ.જે.પી.આર

સંતોષ માંઝી, HAM

સ્નેહલતા કુશવાહા, આરએલએમ

Nitish Kumar Oath Ceremony 2025 Live: બિહાર સરકારના સંભવિત મંત્રીઓના નામ

બિહારના સંભવિત મંત્રીઓની યાદી જુઓ.

સમ્રાટ ચૌધરી, ભાજપ

વિજય સિંહા, ભાજપ

નીતિન નવીન, ભાજપ

મંગલ પાંડે, ભાજપ

શ્રેયસી સિંહ, ભાજપ

રામકૃપાલ યાદવ, ભાજપ

વિજેન્દ્ર યાદવ, જેડીયુ

વિજય ચૌધરી, જેડીયુ

શ્રવણ કુમાર, જેડીયુ

સુનીલ કુમાર, જેડીયુ

શીલા મંડલ, જેડીયુ

સંજય પાસવાન, એલજેપીઆર

સંજયકુમાર સિંહ, એલ.જે.પી.આર

સંતોષ માંઝી, HAM

સ્નેહલતા કુશવાહા, આરએલએમ

Nitish Kumar Oath Ceremony 2025 Live: પટનાના ગાંધી મેદાનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે

નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે પટનાના ગાંધી મેદાનમાં યોજાશે. ગાંધી મેદાનમાં વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહમાં સામાન્ય અને પ્રતિષ્ઠિત બંને પ્રકારના મહાનુભાવો હાજર રહે તેવી અપેક્ષા છે. એક દિવસ પહેલા, નીતિશ કુમારે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગાંધી મેદાનની મુલાકાત લીધી હતી. નિરીક્ષણ દરમિયાન, મુખ્યમંત્રીએ સ્ટેજ પર મહેમાનો માટે બેસવાની વ્યવસ્થા અને પૂરી પાડવામાં આવતી અન્ય સુવિધાઓ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી માંગી હતી.

Nitish Kumar Oath Ceremony 2025 Live: બિહારમાં NDAએ 202 બેઠકો જીતી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAએ કુલ 202 બેઠકો જીતી. ભાજપે 89 બેઠકો જીતી. નીતિશ કુમારના જનતા દળ (યુનાઇટેડ) 85 બેઠકો સાથે બીજા ક્રમે આવ્યા. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (R) એ 19 બેઠકો જીતી. હિન્દુસ્તાની અવમ મોરચા (HAM) એ પાંચ બેઠકો જીતી અને રાષ્ટ્રીય લોક મોરચાએ ચાર બેઠકો જીતી.

Nitish Kumar Oath Ceremony 2025 Live: PM મોદી સહિતના નેતાઓ હાજરી આપશે

દેશભરના NDAના વરિષ્ઠ નેતાઓ હાજરી આપવા માટે પટનામાં એકઠા થઈ ચૂક્યા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બુધવારે મોડી રાત્રે પટના પહોંચ્યા અને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સમારોહમાં હાજરી આપશે, સવારે 11:15 વાગ્યે ગાંધી મેદાન પહોંચશે. પીએમ મોદી ઉપરાંત, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે.

Nitish Kumar Oath Ceremony 2025 Live: આજે નીતિશ કુમાર મુખ્યમંત્રી પદના શપથ લેશે

આજે બિહારના રાજકારણ માટે ઐતિહાસિક દિવસ છે. નીતિશ કુમાર રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NDAના પ્રચંડ વિજય બાદ પટનાનું ઐતિહાસિક ગાંધી મેદાન આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું સાક્ષી બનવા માટે તૈયાર છે. સમારોહ આજે સવારે 11:30 વાગ્યે શરૂ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ