Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પ્રચાર માટે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી કિશનગંજમાં રેલીને સંબોધિત કરી રહ્યા હતા. જ્યાં તેમણે પ્રતિપક્ષ નેતા તેજસ્વી યાદવ સામે નિશાન સાધ્યું. તેમણે જાહેર મંચ પરથી તેજસ્વીને ઓપન ચેલેન્જ આપી. ઔવેસીએ તેજસ્વીને કહ્યું કે, બાબુ એક્સ્ટ્રીમિસ્ટ તમે જરા આ અંગ્રેજીમાં લખીને બતાવી દો.
પોતાના ભાષણમાં અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, એક પત્રકારે તેજસ્વી યાદવને પુછ્યું કે તેમણે ઓવૈસી સાથે ગઠબંધન કેમ ન કર્યું? તો તેજસ્વીએ કહ્યું કે, ઓવૈસી એક ચરમપંથી, કટ્ટરપંથી અને એક આતંકવાદી છે. હું તેજસ્વીને પુછુ છું કે, બાબુ ચરમપંથીને તમે જરા અંગ્રેજીમાં લખીને બતાવો. તે મને ચરમપંથી કહે છે કારણ કે હું મારા ધર્મનું ગર્વથી પાલન કરુ છું.
કિશનગંજ જાહેર રેલીમાં ઓવૈસી ખૂબ ગર્જ્યા
કિશનગંજ રેલીમાં ભાષણ દરમિયાન અસદુદ્દીન ઓવૈસી ખૂબ ગર્જ્યા. તેમણે કહ્યું કે, હું અલ્લાહ સિવાય કોઇની સામે નમતો નથી. એક સાચા મુસલમાનની જેમ અલ્લાહની ઇબાદત કરુ છું. હું દાઢી રાખું છું અને ટોપી પહેરુ છું તો મને ચરમપંથી કહેવામાં આવે છે. જો એવું જ હોય તો મને એક્સ્ટ્રીમિસ્ટ તરીકે ઓળખાવું પસંદ છે.
ઓવૈસી મહાગઠબંધન સાથે કેમ ન જોડાયા?
બિહાર વિધાનસભા ચૂંટણી માટે AIMIM આ વખતે મહાગઠબંધન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે એવી ચર્ચાઓ જોરશોરથી થઇ રહી હતી. પરંતુ ટિકિટ વહેંચણી મામલે ગાંઠ પડી હતી. ઓવૈસીએ છ ટિકિટ માંગી હતી જે મામલો ન ઉકેલાતાં તે મહાગઠબંધન સાથે નથી. જે કારણે પણ એમનું દર્દ જાહેર મંચ પર દેખાઇ રહ્યું છે. ઓવૈસીની પાર્ટી એકલા હાથ ચૂંટણી લડી રહી છે.
ઓવૈસીએ જીતી હતી 5 બેઠક
બિહાર 2020 વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ઓવૈસીએ પાંચ બેઠકો જીતી હતી. જોકે બાદમાં પાંચ પૈકી ચાર ધારાસભ્યો તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીમાં જોડાઇ ગયા હતા. એ પછીથી તે તેજસ્વી યાદવ સામે નિશાન સાધી રહ્યા છે. આ ચૂંટણીમાં પણ મહાગઠબંધન સાથે જોડાવા ન મળતાં પણ ઓવૈસીનું દર્દ જાહેર મંચ પર છલકાતું દેખાઇ રહ્યું છે અને તેજસ્વીને આડે હાથ લઇ રહ્યા છે.
Also Read: Bihar Election 2025: મારો દિકરો છે…રાબડી દેવીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન





