Bihar Election Result : બિહાર ચૂંટણી પરિણામ પહેલા ભાજપ હેડક્વાર્ટરમાં જીતની ઉજવણીની તૈયારીઓ, લિટ્ટી ચોખા જબેલી બનાવવાનું શરૂ

Bihar Assembly Election 2025 Result : બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ પહેલા ભાજપની હેડ ઓફિસમાં જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બિહારની પ્રખ્યાત વાનગી લિટ્ટી ચોખા, સત્તુ પરોઠા, જબેલી જેવા પકવાનો બનવાના શરૂ થઇ ગયા છે.

Written by Ajay Saroya
November 14, 2025 09:55 IST
Bihar Election Result : બિહાર ચૂંટણી પરિણામ પહેલા ભાજપ હેડક્વાર્ટરમાં જીતની ઉજવણીની તૈયારીઓ, લિટ્ટી ચોખા જબેલી બનાવવાનું શરૂ
Bihar Assembly Election 2025 Result : બિહાર વિધાનસભા ચૂંટણીમાં જીતની ઉજવણી માટે દિલ્હી ભાજપ હેડક્વાર્ટરમાં તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. (Photo: Screengrab)

Bihar Assembly Election 2025 Result : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામ આજે જાહેર થવાના છે. બિહારમાં 243 વિધાનસભા બેઠકોની મતગણતરી શુક્રવારે સવારે ચુસ્ત સુરક્ષા વચ્ચે શરૂ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બે તબક્કામાં યોજાનારી ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગ્યે 46 કેન્દ્રો પર શરૂ થઈ હતી. ચૂંટણી પંચની સૂચના મુજબ પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ હતી અને સવારે સાડા આઠ વાગ્યે ઈવીએમની ગણતરી શરૂ થઈ હતી. એક્ઝિટ પોલના આંકડા અને મતદાન પછી મતગણતરીના પ્રારંભિક વલણો પછી ભાજપના મુખ્યાલયમાં ઉજવણીનો માહોલ છે.

ભાજપ ઓફિસમાં બિહાર ચૂંટણીમાં જીતીની ઉજવણીની તૈયારીઓ

દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નું મુખ્યાલય રાજ્યના ભોજન સાથે જીતની ઉજવણી કરવા માટે તૈયારી કરી રહ્યું છે. એક સ્થાનિક હલવાઇ એ એએનઆઈને જણાવ્યું હતું કે, “અમારી પાસે વ્યવસ્થા છે. મીઠાઈઓમાં મુખ્ય ભોજનમાં જલેબી, સત્તુ પરોઠા અને રીંગણ ચોખા હશે. લિટ્ટી ચોખા પણ બની શકે છે.

મોકામામાં આરજેડી નેતા વીણા દેવીના નિવાસસ્થાને લિટ્ટી ચોખા, રસગુલ્લા અને અન્ય વાનગીઓ તૈયાર કરવામાં આવી રહી છે. વીણા દેવીએ મોકામા વિધાનસભા બેઠક પરથી જેડીયુના અનંત કુમાર સિંહ અને જન સૂરજના પ્રિયદર્શિ પિયૂષ સામે ચૂંટણી લડી હતી.

આ પણ વાંચો | Bihar Election Results LIVE : બિહાર ચૂંટણી પરિણામ લાઇવ અપડેટ – શરુઆતના વલણોમા ભાજપ બહુમતી તરફ

NDA ને જનાદેશ મળશે : દિલીપ જયસ્વાલ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસ્વાલે ન્યૂઝ એજન્સી એએનઆઈ એ કહ્યું કે, જનતાના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે આ વખતે એનડીએને જનાદેશ મળી રહ્યો છે. એનડીએ ફરીથી સરકાર બનાવવા જઇ રહી છે. એનડીએના નેતાઓએ બહુ મહેનત કરી છે, તે નીતિશ કુમાર હોય, ચિરાગ પાસવાન હોય, જીત રામ માંઝી હોય, ઉપેન્દ્ર કુશવાહ હોય, પીએમ મોદી હોય, જેપી નડ્ડા હોય, ગૃહ મંત્રી અમિત શાહ હોય કે રક્ષા મંત્રી રાજનાથ સિંહ હોય. અમે નીતિશ કુમારના ચહેરા પર ‘2025 ફિર શે નીતિશ’ ના નારા સાથે ચૂંટણી લડી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ