Bihar Exit Polls Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં મંગળવારે બીજી તબક્કાનું મતદાન ખતમ થઇ ગયું છે. મતદાન પૂર્ણ થયા અલગ-અલગ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવી ગયા છે. અત્યાર સુધીના 9 એક્ઝિટ પોલમાં એનડીએ સરકાર બનવાના અણસાર છે. એક્ઝિટ પોલ એ સંકેત આપે છે કે બિહારમાં NDA કે મહાગઠબંધનમાંથી કોણ સરકાર બનાવી શકે છે. સાચા પરિણામ 14 નવેમ્બરે જાહેર થશે. NDAમાં ભાજપ, JDU, LJP (રામ વિલાસ), HAM અને RLMનો સમાવેશ થાય છે. બીજી તરફ મહાગઠબંધનમાં RJD, કોંગ્રેસ, વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) અને ડાબેરી પક્ષોનો સમાવેશ થાય છે.
MATRIZE-IANS એક્ઝિટ પોલ
MATRIZE-IANS ના એક્ઝિટ પોલમાં એનડીએની વાપસી થઇ રહી છે. MATRIZE-IANS નો એક્ઝિટ પોલ સામે આવ્યો છે, જેમાં NDA ને 48 ટકા, મહાગઠબંધનને 37 ટકા અને અન્યને 15 ટકા મત મળતા દર્શાવવામાં આવ્યા છે. આનો અર્થ એ છે કે NDA ને નોંધપાત્ર ફાયદો થઈ રહ્યો હોય તેવું લાગે છે. NDA ને 147-167 બેઠકો, જ્યારે મહાગઠબંધનને 70-90 બેઠકો મળવાનો અંદાજ છે.
POLSTRAT એક્ઝિટ પોલ
POLSTRAT દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં પણ NDA સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવતું દેખાય છે. POLSTRAT અનુસાર NDAને 133-148 બેઠકો, મહાગઠબંધનને 87-102 સીટો અને અન્ય 3-5 બેઠકો જીતી શકે છે. પક્ષની દ્રષ્ટિએ BJPને 68-72 બેઠકો, JDUને 55-60, LJP (R) ને 9-12, HAMને 1-2 અને RLM 0-2 બેઠકો જીતી શકે છે.
JVC એક્ઝિટ પોલ
JVC એક્ઝિટ પોલમાં પણ NDA ને જંગી જીત મળવાનો અંદાજ છે. NDAને 135-150 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે મહાગઠબંધનને 88-103 બેઠકો મળવાનો અંદાજ છે અને અન્યને 3-6 બેઠકો મળવાનો અંદાજ છે.
P-MARQ એક્ઝિટ પોલ
P-MARQ એક્ઝિટ પોલ પણ NDA માટે જંગી જીતનો અંદાજ લગાવે છે. આ એક્ઝિટ પોલ મુજબ પ્રમાણે NDAને 142-162 સીટો, મહાગઠબંધનને 80-98 બેઠકો, પ્રશાંત કિશોરના જન સૂરાજને 1-4 બેઠકો અને અન્યને 0-3 બેઠકો મળવાનો અંદાજ છે.

પીપલ્સ ઇંસાઇટ એક્ઝિટ પોલ
પીપલ્સ ઇંસાઇટ એક્ઝિટ પોલમાં પણ NDAને 133-148 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે મહાગઠબંધનને 87-102 બેઠકો મળવાનો અંદાજ છે. જનસુરાજને 0-2 અને અન્યને 3-6 બેઠકો મળવાનો અંદાજ છે.
દૈનિક ભાસ્કર એક્ઝિટ પોલ
દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલમાં પણ NDA માટે જંગી જીતનો અંદાજ છે. NDAને 145-160 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનને 73-91 બેઠકો મળવાનો અંદાજ છે, જ્યારે અન્યને 5-10 બેઠકો મળવાનો અંદાજ છે. આ પોલ પ્રમાણે ભાજપને 72-82 બેઠકો, JDUને 59-68 બેઠકો, LJPને 4-5 બેઠકો અને HAMને 5 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનની વાત કરીએ તો RJDને 51-63 બેઠકો, કોંગ્રેસને 12-15 બેઠકો, CPI(ML)ને 6-9 બેઠકો, VIP 0, CPI ને 2, CPM ને 1 અને IIPને 0-1 બેઠકો મળવાનો અંદાજ છે.
આ પણ વાંચો – 2025 બિહાર ચૂંટણી: શું ફરી એકવાર એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે?
ચાણક્ય STRATEGIES એક્ઝિટ પોલ
ચાણક્ય STRATEGIES એક્ઝિટ પોલમાં પણ એનડીએ સરકાર બની રહી છે. જેમાં NDAને 130-138 બેઠકો, મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળતી જોવા મળી રહી છે.
Peoples Pulse એક્ઝિટ પોલ
Peoples Pulse એક્ઝિટ પોલમાં પણ NDA સરકાર બનવાનો અંદાજ છે. આ એક્ઝિટ પોલ મુજબ NDAને 133-159 બેઠકો મળવાનો અંદાજ છે. મહાગઠબંધનને 75-101 બેઠકો અને JSPને 0-5 બેઠકો મળવાનો અંદાજ છે. અન્યોને 2-8 બેઠકો મળી શકે છે.
ડીવી રિસર્ચ એક્ઝિટ પોલ
ડીવી રિસર્ચના એક્ઝિટ પોલમાં પણ એનડીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે તેવું અનુમાન છે. એનડીએને 137-152 બેઠકો, મહાગઠબંધન 83-98, જન સુરાજ પાર્ટી 2-4 અને ઓવૈસીની પાર્ટીને 0-2 બેઠકો મળવાનો અંદાજ છે.
14 નવેમ્બરે પરિણામ જાહેર થશે
બિહારમાં 243 વિધાનસભા બેઠકો છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરના થયું હતું. ચૂંટણી પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલાં આવનારા એક્ઝિટ પોલ એ સંકેત આપે છે કે બિહારમાં NDA કે મહાગઠબંધનમાંથી કોણ સરકાર બનાવી શકે છે.





