Bihar News : કોણ છે રમીઝ? રોહિણી આચાર્યએ ગંભીર આક્ષેપો કર્યા બાદ RJD છોડી, લાલુ યાદવના પરિવારમાં વિવાદ

Who is Rameez in RJD : બિહાર ચૂંટણીના પરિણામ બાદ આરજેડી સુપ્રીમો લાલુ યાદવના પરિવારના મતભેદ સામે આવી ગયા છે. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ ભાઈ તેજસ્વી યાદવના બે નજીકના લોકો પર ગંભીર આરોપ લગાવ્યા છે.

Written by Ajay Saroya
November 16, 2025 08:38 IST
Bihar News : કોણ છે રમીઝ? રોહિણી આચાર્યએ ગંભીર આક્ષેપો કર્યા બાદ RJD છોડી, લાલુ યાદવના પરિવારમાં વિવાદ
Rameez Nemat Khan And Rohini Acharya : લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે રમીઝ નેમત ખાન પર ગંભર આક્ષેપો લગાવ્યા છે. (Photo: X)

Bihar Assembly Election Results 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં આરજેડીની આગેવાની હેઠળના મહાગઠબંધનની કારમી હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં વિવાદ શરૂ થઈ ગયો છે. લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ આરજેડી પાર્ટીની હાર માટે તેમના ભાઈ તેજસ્વી યાદવના નજીકના સહયોગી સંજય યાદવ અને રમીઝ નેમત ખાનને જવાબદાર ઠેરવ્યા છે. આટલું જ નહીં રોહિણીએ પાર્ટી અને પરિવારથી અલગ થવાની જાહેરાત પણ કરી હતી.

હકીકતમાં શનિવારે 15 નવેમ્બરના રોજ રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર આરજેડી છોડવા અને લાલુ યાદવ પરિવારથી પોતાને દૂર રાખવા અંગે પોસ્ટ કરી હતી, જેમાં ભાઈ તેજસ્વી યાદવના નજીકના સહયોગી સંજય યાદવ અને રમીઝ નેમત ખાન નામના વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રોહિણીના બળવાને કારણે આગામી સમયમાં લાલુ પરિવારમાં મોટો વિવાદ જોવા મળી શકે છે તેવો અંદાજ છે.

આરજેડીમાં રમીઝ નેમત ખાન કોણ છે?

જે લોકો આરજેડીને નજીકથી ઓળખે છે તેઓએ છેલ્લા દોઢ વર્ષમાં સંજય યાદવનું નામ સાંભળ્યું છે, જે મૂળ હરિયાણાના છે પરંતુ તેજસ્વી યાદવની ખૂબ નજીક માનવામાં આવે છે, તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. રોહિણી આચાર્યની આ પોસ્ટ બાદ લોકોના મનમાં સવાલ ઉભો થાય છે કે સંજય યાદવ સિવાય રમીઝ નેમત ખાન કોણ છે, જેના પર લાલુ યાવદની પુત્રી આટલી નારાજ થઈ ગઈ છે.

રમીઝ નેમત કાન બાહુબલી સપાના સાંસદનો પુત્ર છે

આરજેડીમાં તેજસ્વી યાદવની નજીક રહેતા અને પરિવારમાં વિવાદાસ્પદ ચહેરો બની ચૂકેલા રમીઝ નેમત ખાન યુપીમાં નેપાળ સરહદ સાથે અડીને આવેલા બલરામપુર જિલ્લાનો રહેવાસી છે. બલરામપુરના ભાંગા કલા વિસ્તારનો રહેવાસી રમીઝ નેમત ખાન હાલ બિહારમાં સ્થાયી છે. ખાસ વાત એ છે કે તેઓ સપાના બાહુબલીના પૂર્વ સાંસદ રિઝવાન ઝાહિરના જમાઈ છે.

આ પણ વાંચો | કોણ છે સંજય યાદવ? બિહાર ચૂંટણી બાદ લાલુ પરિવારમાં તિરાડ, રોહિણી આચાર્યએ મોરચો ખોલ્યો

રમીઝ પર ફિરોઝ પપ્પુની હત્યાના ગંભીર આરોપોનો

રમીઝનું પુરું નામ રમીઝ નેમત ખાન અને પિતાનું નામ નિયામતુલ્લાહ ખાન છે. તેમના પર 4 જાન્યુઆરી, 2022 ના રોજ બલરામપુરની તુલસીપુર નગર પંચાયતના અધ્યક્ષ ફિરોઝ પપ્પુની હત્યા કરવાનો આરોપ છે. તેણે રિઝવાન ઝહીરની પુત્રી ઝેબા રિઝવાન સાથે લગ્ન કર્યા છે, અને હાલમાં તે પટનામાં છે અને તેજસ્વી યાદવ સાથે તેના ખૂબ સારા સંબંધો હોવાનું મનાય છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ