Bihar Election 2025: બિહારમાં કોની બનશે સરકાર? મતદાન પહેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો

Bihar Assembly Election 2025 Opinion Poll: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 મતદાન પૂર્વે ઓપિનિયન પોલ શું કહે છે? બિહારમાં કોણ બનાવશે સરકાર? મુખ્યમંત્રી માટે કોણ છે હોટ ફેવરિટ? આવો જાણીએ ઓપિનિયન પોલના ચોંકાવનારા દાવા શું કહે છે. અહીં નોંધનિય છે કે, બિહારમાં 6 અને 11 નવેમ્બરે મતદાન છે.

Written by Ashish Goyal
November 04, 2025 17:02 IST
Bihar Election 2025: બિહારમાં કોની બનશે સરકાર? મતદાન પહેલા ઓપિનિયન પોલમાં ચોંકાવનારો દાવો
EC announce Bihar poll dates: બિહારમાં 6 અને 11 નવેમ્બરે મતદાન યોજાશે

Bihar Assembly Election 2025 Opinion Poll: બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ખાસ બની છે. એનડીએ અને મહાગઠબંધન સિવાય પ્રશાંત કિશોરના જનસુરાજ મેદાનમાં ઉતર્યા બાદ આ સ્પર્ધા રસપ્રદ બની ગઈ છે. આવી સ્થિતિમાં ચૂંટણી પહેલા એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બિહારમાં કોણ સરકાર બનાવી શકે છે.

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટાઇમ્સ નાઉ-જેવીસીના ઓપિનિયન પોલ અનુસાર, 243 ધારાસભ્યોની બિહાર વિધાનસભામાં એનડીએને 120 થી 140 બેઠકો મળવાની ધારણા છે, જ્યારે મહાગઠબંધનને 93 થી 112 બેઠકો મળી શકે છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી 70 થી 81 બેઠકો સાથે વિધાનસભામાં સૌથી મોટી પાર્ટી બનવાની સંભાવના છે. સર્વેમાં એવી પણ આગાહી કરવામાં આવી છે કે જનતા દળ (યુનાઇટેડ) ને 42 થી 48 બેઠકો, એલજેપી (રામ વિલાસ) 5 થી 7, હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)ને 2 અને આરએલએમને 1 થી 2 બેઠકો મળી શકે છે.

મહાગઠબંધન દ્વારા કેટલી બેઠકો જીતવાની અપેક્ષા છે?

મહાગઠબંધનમાં રાષ્ટ્રીય જનતા દળને 69થી 78, કોંગ્રેસને 9થી 17, સીપીઆઈને 12થી 14, સીપીઆઈને 1થી 1 અને સીપીએમને 1થી 2 બેઠકો મળી શકે છે. ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટી માત્ર એક બેઠક પર પોતાનું ખાતું ખોલી શકે એમ છે. તે જ સમયે, એઆઈએમઆઈએમ, બસપા અને અન્યને 8 થી 10 બેઠકો મળવાની સંભાવના છે.

પસંદીદા મુખ્યમંત્રી કોણ છે?

જેવીસી પોલ સર્વે અનુસાર, તેજસ્વી યાદવ 33 ટકા સમર્થન સાથે મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ પસંદગીનો ચહેરો છે. નીતિશ કુમાર 29 ટકા સમર્થન સાથે બીજા અને ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોર 10 ટકા સમર્થન સાથે ત્રીજા સ્થાને છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 9 ટકા મત સાથે પાછળ છે અને માત્ર 4 ટકા મત ભાજપના અન્ય ચહેરાને પસંદ કરે છે.

આ પણ વાંચો – છઠ અને હેલોવીન પર રાજકારણ ગરમાયું! લાલુ પરિવાર પર પીએમ મોદી અને અમિત શાહનો પ્રહાર

પાંચ ટકા લોકોએ મહાગઠબંધનમાંથી કોઈ બીજાની પસંદગી કરી હતી. સર્વેક્ષણ મુજબ એનડીએને 41 થી 43 ટકા વોટ મળવાની સંભાવના છે, જ્યારે મહાગઠબંધનને 39 થી 41 ટકા વોટ મળવાની સંભાવના છે. જન સૂરજ પાર્ટીને 6 થી 7 ટકા અને અન્ય નાના પક્ષોને 10 થી 11 ટકા મત મળી શકે છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025 મતદાન અને પરિણામ

બિહાર વિધાનસભાની 243 બેઠકો માટેની ચૂંટણી બે તબક્કામાં થશે. પહેલા તબક્કામાં 18 જિલ્લાની 121 બેઠકો માટે 6 નવેમ્બરે મતદાન થશે. જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો માટે 11 નવેમ્બરે મતદાન થશે તેમજ 14 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. આ ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 121 બેઠકો પર 1314 અને બીજા તબક્કાની 122 બેઠકો માટે 1302 ઉમેદવારો મેદાનમાં છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ