Live

Budget Economic Survey 2024-25 LIVE: આર્થિક સર્વે સંસદમાં રજૂ, 2024માં દેશનો GDP 8.2 રહેશે : નાણામંત્રી

Budget Economic Survey 2024-25 LIVE: લોકસભાનું પ્રથમ બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. બજેટ 2024 ના સંપૂર્ણ બજેટ પહેલા, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કરવા જઈ રહ્યા છે.

Written by Kiran Mehta
Updated : July 22, 2024 14:43 IST
Budget Economic Survey 2024-25 LIVE: આર્થિક સર્વે સંસદમાં રજૂ, 2024માં દેશનો GDP 8.2 રહેશે : નાણામંત્રી
બજેટ આર્થિક સર્વે 2024-25

Budget Economic Survey 2024-25 LIVE: બજેટ આર્થિક સર્વે 2024-25 LIVE : બજેટ 2024 ના સંપૂર્ણ બજેટ પહેલા, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યું (22 જુલાઈ 2024). તમને જણાવી દઈએ કે, બજેટ પહેલા જે આર્થિક સર્વે આવે છે, તે એક ફ્લેગશિપ ડોક્યુમેન્ટ હોય છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષનું પ્રદર્શન જણાવવામાં આવે છે. તે આગામી નાણાકીય વર્ષ માટે બજેટનો આધાર બનાવે છે. આ દસ્તાવેજમાં છેલ્લા નાણાકીય વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. આ સાથે સરકારના વિકાસ કાર્યક્રમોનો ભાવાર્થ પણ રજૂ કરવામાં આવ્યો છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે આર્થિક સર્વે સંબંધિત દરેક અપડેટ લાઈવ…

તમને જણાવી દઈએ કે આજથી 18મી લોકસભાનું પ્રથમ બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પહેલા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં કેટલાક મુદ્દાઓ પર પાર્ટી અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સત્રમાં કેન્દ્ર સરકાર સંસદમાં ઘણા મહત્વપૂર્ણ બિલ રજૂ કરી શકે છે અને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ 23 જુલાઈએ બજેટ રજૂ કરશે. આવી સ્થિતિમાં નવી સરકારના પ્રથમ બજેટમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ થાય અને ગૃહમાં ભારે હોબાળો થાય તેવી શક્યતાઓ છે.

Read More
Live Updates

Budget Economic Survey 2024-25 LIVE: નાણામંત્રીએ કહ્યું- 2024માં દેશનો GDP 8.2 રહેશે

બજેટ પહેલા રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં નાણામંત્રીએ કહ્યું કે, ઘણા પડકારો હોવા છતાં, ભારતની અર્થવ્યવસ્થાએ નાણાકીય વર્ષ 2023માં સર્જાયેલી ગતિને નાણાકીય વર્ષ 2024માં પણ ચાલુ રાખી છે. FY24માં ભારતનો વાસ્તવિક GDP 8.2 ટકા વધ્યો હતો, જે FY24 ના ચાર ક્વાર્ટરમાંથી ત્રણમાં 8 ટકાના આંકને વટાવી ગયો હતો. મેક્રો ઇકોનોમિક સ્ટેબિલિટી જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને એ સુનિશ્ચિત કર્યું કે બાહ્ય પડકારોની ભારતના અર્થતંત્ર પર ન્યૂનતમ અસર પડે.

Budget Economic Survey 2024-25 LIVE: ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે ડેટા કલેક્શન અને રિપોર્ટિંગ મિકેનિઝમ્સમાં સુધારો કરવાની જરૂર છે

ભારતમાં ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે ખાનગી ક્ષેત્રનું ઉચ્ચ સ્તરનું ધિરાણ અને નવા સ્ત્રોતોમાંથી સંસાધનોનું એકત્રીકરણ મહત્વપૂર્ણ રહેશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે સંસદમાં રજૂ કરેલા આર્થિક સર્વે 2023-24માં જણાવ્યું હતું કે, આને સરળ બનાવવા માટે, કેન્દ્ર સરકાર તરફથી માત્ર નીતિ અને સંસ્થાકીય સમર્થનની જરૂર રહેશે નહીં, પરંતુ રાજ્ય અને સ્થાનિક સરકારોએ પણ સમાન મહત્વની ભૂમિકા ભજવવી પડશે.

સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, ચેનલો અને સેક્ટરોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે ડેટા કલેક્શન અને રિપોર્ટિંગ મિકેનિઝમ્સમાં સુધારો કરવાની જરૂર છે. આ ઉપરાંત, વિવિધ પ્રોજેક્ટ્સમાં માઇક્રો લેવલ પર તેના ફોર્મેટમાં સુધારો કરવાની જરૂર છે. આર્થિક સર્વે એ અર્થતંત્રની સ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય બજેટ પહેલાં સરકાર દ્વારા રજૂ કરાયેલ વાર્ષિક દસ્તાવેજ છે.

દસ્તાવેજ અર્થતંત્રની ટૂંકા ગાળાથી મધ્યમ ગાળાની સંભાવનાઓની ઝાંખી પણ રજૂ કરે છે. આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે.

Budget Economic Survey 2024-25 LIVE: કોર્પોરેટ પર નોકરીઓ પૂરી પાડવાની જવાબદારી

આર્થિક સર્વેક્ષણ કહે છે કે, વૈશ્વિક અનિશ્ચિતતા મૂડી પ્રવાહને અસર કરે તેવી શક્યતા છે. વૈશ્વિક વ્યાપારમાં પડકારો અપેક્ષિત છે. સર્વે અનુસાર, નોકરીઓ આપવાની જવાબદારી કોર્પોરેટ્સની છે.

Budget Economic Survey 2024-25 LIVE: માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો

આર્થિક સર્વેમાં માનસિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Budget Economic Survey 2024-25 LIVE: 54 ટકા રોગો જંક ફૂડના કારણે થાય છે

લગભગ 54 ટકા રોગો બિનઆરોગ્યપ્રદ આહાર (જંક ફૂડ)ને કારણે થાય છે, સંતુલિત, વૈવિધ્યસભર આહાર તરફ વળવાની જરૂરિયાત: આર્થિક સમીક્ષા

Budget Economic Survey 2024-25 LIVE: વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા વધુ પૈસા મોકલવામાં આવે છે

વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતા નાણાં 2024 માં 3.7 ટકા વધીને 124 અબજ ડોલર થશે. 2025 માં તે $129 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે: આર્થિક સમીક્ષા

Budget Economic Survey 2024-25 LIVE: કોર્પોરેટ ક્ષેત્રમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન

આર્થિક સમીક્ષામાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કોર્પોરેટ ક્ષેત્રનું રહ્યું છે.

Budget Economic Survey 2024-25 LIVE: AI ચિંતાનો વિષય!

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તમામ કૌશલ્ય સ્તરના કામદારો માટે વિશાળ અનિશ્ચિતતા બનાવે છે: આર્થિક સર્વે

Budget Economic Survey 2024-25 LIVE: જીડીપી વૃદ્ધિની આગાહી

29 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટ પહેલા એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 6.5 અથવા 7 ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે.

Budget Economic Survey 2024-25 LIVE: આર્થિક સર્વે પહેલા શેરબજારમાં તેજી

આજે ઓપન શેરબજારમાં ઘટાડા બાદ ધીરે ધીરે સુધારો જોવા મળ્યો હતો. આજે રજુ થનાર આર્થિક સર્વે અને આવતીકાલે રજુ થનાર બજેટ પહેલા સેન્સેક્સ અને નિફ્ટી બંને ફરી એકવાર લીલા રંગમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા.

Budget Economic Survey 2024-25 LIVE: અહીં આર્થિક સર્વેનું જીવંત પ્રસારણ જુઓ

આર્થિક સર્વે 2024નું સંસદ ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સંસદ ટીવીની યુટ્યુબ ચેનલ અને નાણા મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે. ખાનગી ટીવી ચેનલો ઉપરાંત ડીડી ન્યૂ, દૂરદર્શન ટીવી પર પણ ઈકોનોમિક સર્વે લાઈવ જોઈ શકાશે.

Budget Economic Survey 2024-25 LIVE: આર્થિક સર્વે ક્યારે રજૂ કરવાનું શરૂ?

કેન્દ્ર સરકાર આજે (22 જુલાઈ 2024) આર્થિક સર્વે રજૂ કરી રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં બપોરે 1 વાગ્યે આર્થિક સર્વે રજૂ કરવાનું શરૂ કર્યું અને રાજ્યસભામાં બપોરે 2 વાગ્યે આર્થિક સર્વે રજૂ કરશે. આ પછી બપોરે 2.30 કલાકે NMC ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે.

Budget Economic Survey 2024-25 LIVE: શા માટે આર્થિક સર્વે મહત્વપૂર્ણ છે?

ગત નાણાકીય વર્ષમાં સરકારે કયા સેક્ટરમાં કેવું પ્રદર્શન કર્યું તેની માહિતી આર્થિક સર્વેમાં આપવામાં આવી છે. એગ્રીકલ્ચર, બેઝિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, બિઝનેસ જેવા સેક્ટરની કામગીરી જણાવવામાં આવી છે. આ સર્વેમાં આ ક્ષેત્રોનું આર્થિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Budget Economic Survey 2024-25 LIVE: પ્રથમ આર્થિક સર્વે ક્યારે આવ્યો?

આર્થિક સર્વે પ્રથમ નાણાકીય વર્ષ 1950-51માં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે તે બજેટની સાથે રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ 1964 થી તે બજેટના એક દિવસ પહેલા રજૂ થવાનું શરૂ થયું.

Budget Economic Survey 2024-25 LIVE: આર્થિક સર્વે શું છે?

આર્થિક સર્વે એ એક પ્રકારનો દસ્તાવેજ છે જે દર વર્ષે બજેટના એક દિવસ પહેલા રજૂ કરવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ